SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન D ૩ વળવું મુશ્કેલ થતું હતું, ત્યારે વૈષ્ણવ, સ્વામિનારાયણ, ખોજા તથા અન્ય અનેક નાનાનાના ધર્મસંપ્રદાયોની સાહિત્યસામગ્રી માટે અમારે ઘણાં ખાંખાખોળાં કરવાં પડતાં હતાં. જેની પાસે જ્ઞાનભંડારોની એક નમૂનેદાર વ્યવસ્થા, ત્યારે અન્ય સંપ્રદાયોમાં વ્યવસ્થિત પુસ્તકસંગ્રહનાં જ ફાંફાં. કેટલાક જૈન જ્ઞાનભંડારો તો અત્યંત વિશાળ – દશેક હજાર જેટલા મુદ્રિત ગ્રંથોને સમાવતા અને દશ-વીશ હજાર હસ્તલિખિત પોથીઓને સમાવતા. મુદ્રિત ગ્રંથો જાડા બ્રાઉન પેપરનાં પૂંઠાં ચડાવીને વર્ગીકૃત કરીને કબાટોમાં ગોઠવેલા હોય ને હસ્તલિખિત પોથીઓ પૂઠાં તથા કપડાંનાં બંધનમાં મૂકીને સરસ રીતે સાચવેલી હોય. આ ગ્રંથો અને પોથીઓની યાદી પાકા બાંધેલા ચોપડાઓમાં સુંદર મરોડદાર અક્ષરોમાં કરેલી હોય. આ ભંડારો જ્ઞાનોપાસનાનું એક મનોહર ચિત્ર આપણી પાસે ખડું કરી દે. જૈનોએ જ્ઞાનસામગ્રીના સંચયની આવી સંસ્થાગત વ્યવસ્થા બહુ જૂના સમયથી નિપજાવી લીધી તેથી પ્રાચીન ગુજરાતી સાહિત્ય આ જૈન જ્ઞાનભંડારોમાં સચવાયેલું જેટલું મળે છે તેટલું અન્યત્ર ક્યાંય મળતું નથી. જેનેતરો આવી સંસ્થાગત વ્યવસ્થા નિપજાવી શક્યા નહીં. એમની સાહિત્યસામગ્રી વ્યક્તિગત માલિકીના ધોરણે રહી અને તેથી ઘણી તો રફેદફે પણ થઈ. આજે બારમીથી ઓગણીસમી સદી સુધીના ગુજરાતી ભાષાસાહિત્યના વિકાસનો દશકાવાર ઇતિહાસ મળી શકે છે. સિંહાલીના અપવાદે ભારતીય આર્યકુળની કોઈ ભાષાનો આવો ઇતિહાસ પડતો નથી અને જગતનાં ભાષાસાહિત્યોમાં પણ આવા દાખલાઓ ઓછા જડવાના. આનો યશ બહુધા આ જૈન જ્ઞાનભંડારોને ફાળે જાય છે. પોથીઓ લખાવવાના કાર્યને દાનનાં સાત ક્ષેત્રોમાં સમાવી લઈને જૈન સંપ્રદાયે સાહિત્યના જતનની એક દૃઢ પ્રણાલિકા ઊભી કરી લીધી એનો લાભ ઊગતી અને વિકસતી ગુજરાતી ભાષાને ઘણો મોટો મળ્યો. જે જૈન અને જૈનેતર હસ્તલિખિત સામગ્રી આજે પ્રાપ્ય છે એની તુલના રસપ્રદ નીવડે એવી છે. જૈન ગૂર્જર કવિઓ' (સં. મોહનલાલ દલીચંદ દેસાઈ) જૈન હસ્તપ્રતસામગ્રીની એક સંકલિત યાદી. છે, જ્યારે “ગુજરાતી હાથમતોની સંકલિત યાદી' (સં. કેશવરામ કા. શાસ્ત્રી) મુખ્યત્વે જૈનેતર હસ્તપ્રતસામગ્રીની સંકલિત યાદી છે. “જૈન ગૂર્જર કવિઓ' જે સંસ્થાગત કે વ્યક્તિગત હસ્તપ્રતસંચયોને સમાવે છે તેની સંખ્યા ૨૦૦ જેટલી છે, ત્યારે ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદીમાં આવરી લેવાયેલા સંસ્થાગત (ગુજરાત વિદ્યાસભા વગેરે અવચીન સંસ્થાઓ) અને વ્યક્તિગત હસ્તપ્રતસંચયો માત્ર ૯ છે. “જૈન ગૂર્જર કવિઓ'ના સંપાદક મોહનલાલ દલીચંદ દેશાઈએ નહીં જોયેલા હસ્તપ્રતસંચયો તો વધારાના. આ હસ્તપ્રતસંચયો કેટલી સામગ્રીને સમાવે છે તે વળી એક જુદો મુદ્દો થાય. પાટણનો હસ્તપ્રતસંચય વિશેક હજાર પ્રતોનો હોય, ત્યારે ગુજરાત વિદ્યાસભા કે ફાર્બસ ગુજરાતી સભાનો હસ્તપ્રતસંચય હજારપંદરસો પ્રતોનો હોય. (બધે જ ગુજરાતી સિવાયની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy