________________
૪ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
હસ્તપ્રતોનો પણ આમાં સમાવેશ છે.) “જૈન ગૂર્જર કવિઓમાં એક જ કતિની પચાસ-પોણોસો હસ્તપ્રતો પણ નોંધાયેલી હશે. ત્યારે ગુજરાતી હાપ્રતોની સંકલિત યાદીમાં એક કૃતિની પંદર-વીસથી વધારે હસ્તપ્રતો ભાગ્યે જ નોંધાયેલી. હશે. આ હકીકત પણ જૈન હસ્તપ્રતસામગ્રીની વિપુલતાનો એક ખ્યાલ આપણને આપે છે.
હસ્તલિખિત રૂપે જે જૈન સાહિત્ય ઉપલબ્ધ છે એની તુલનાએ ઘણું ઓછું જૈન સાહિત્ય મુદ્રિત મળે છે. તેમ છતાં મધ્યકાળનું જે જૈન સાહિત્ય મુદ્રિત મળે છે એ જૈનેતરોને મુકાબલે ઓછું નહીં હોય એમ લાગે છે. અહીં પણ જૈન ગ્રંથાલયો ઉપયોગી સેવા પૂરી પાડે છે. મુદ્રિત જૈન ગ્રંથો કોઈ ને કોઈ ગ્રંથાલયમાંથી પ્રાપ્ત થઈ રહે છે, જ્યારે વૈષ્ણવ વગેરે સંપ્રદાયના અનેક મુદ્રિત ગ્રંથોની તો ભાળ પણ મેળવવી મુશ્કેલ બની રહે છે. ગુજરાત વિદ્યાસભા જેવી અવચીન સંસ્થાઓમાં જે કંઈ સચવાયું હોય તે જ. એ સંપ્રદાયોનાં પોતાનાં તો કોઈ સમૃદ્ધ ગ્રંથાલય જ નથી. જેમ કેટલાક જૈન હસ્તપ્રતભંડારોની સૂચિ પ્રગટ થયેલ છે તેમ કોઈકોઈ જૈન ગ્રંથાલયે પણ પોતાને ત્યાંના મુદ્રિત ગ્રંથોની પણ સૂચિ પ્રગટ કરેલ છે. જૈન ગ્રંથસંગ્રહોની એક સંકલિત યાદી પણ ઘણાં વર્ષો પહેલાં પ્રસિદ્ધ થયેલ છે.
સાહિત્યના જતન માટેનો જૈનોનો આ પુરુષાર્થ ઘણો જુદો તરી આવે એવો છે. આ જ્ઞાનભંડારોની આજની અને ભવિષ્યની સ્થિતિ વિશે લખવાનું આ સ્થાન નથી, પરંતુ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ રચવામાં એમનો ફાળો અનન્ય છે એમાં શંકા નથી. વિશાળ દૃષ્ટિની જ્ઞાનોપાસના
જૈન જ્ઞાનભંડારોની એક લાક્ષણિકતાની અહીં ખાસ નોંધ લેવી જોઈએ. એના હસ્તપ્રતસંચયોમાં તેમ મુદ્રિત ગ્રંથસંગ્રહોમાં જૈનેતર કૃતિઓ પણ સંઘરાયેલી મળે.
જ્યોતિષ, આયુર્વેદ વગેરે સર્વસામાન્ય રસના વિષયો ઉપરાંત કાવ્ય. કાવ્યશાસ્ત્ર અને અન્ય દર્શનોના ગ્રંથો પણ જૈન ભંડારોમાંથી મળી રહે છે. મુદ્રિત ગ્રંથસંગ્રહની યાદીમાં “ગીતા” “ઉપનિષદ' જેવા વિભાગો જોવા મળે અને એમાં આ વિષયોનાં જુદીજુદી દૃષ્ટિએ થયેલાં નિરૂપણોવાળા અદ્યતન ગ્રંથો પણ હોય. કાન્હડદે પ્રબંધ’ જેવી મધ્યકાલીન ગુજરાતીની એક અત્યંત નોંધપાત્ર જૈનેતર કતિની હસ્તપ્રત જૈન ભંડારમાંથી મળી છે. કાજી મહમદનું એક વૈરાગ્યબોધક પદ અનેક જૈન સઝાયસંગ્રહોમાં “મનભમરાની સઝાય' તરીકે સમાવેશ પામેલું છે, એટલું જ નહીં મનભમરાની દેશી'નો પણ સોલ્લેખ ઉપયોગ જૈન ગુજરાતી સાહિત્યમાં ઠેરઠેર થયેલો છે.
આનો અર્થ એ છે કે જૈનોએ ઈતર પરંપરાનું જ્ઞાન મેળવવામાં અને એના ઈષ્ટ અંશોને આત્મસાત્ કરવામાં સંકોચ અનુભવ્યો નથી. વસ્તુતઃ પોતાની સાહિત્યપરંપરાને એમણે ઈતર પરંપરાનો લાભ લઈને સમૃદ્ધ કરી છે. મધ્યકાલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org