SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન ] ૫ ગુજરાતી સાહિત્યમાં જૈનોએ હિંદુ પૌરાણિક કથાઓ નળદમયંતીની, હરિશ્ચન્દ્રની વગેરે નો વિનિયોગ કરેલો છે, લાક્ષણિક જૈનેતર કાવ્યપ્રકારો કે પદ્યપ્રકારો હોરી, હાલરડું, ગીતા, લાવણી, જકડી, કુંડળિયા, ગઝલ વગેરે ને અપનાવી લીધા છે તથા ભક્તિમાર્ગને જ્ઞાનમાર્ગની કેટલીક અસરો પણ ઝીલી છે. પ્રેમલક્ષણાભક્તિમાં સંભવિત એવા અનુનય, લાડ, આસક્તિ, વિરહવ્યાકુળતાના ભાવો પણ કેટલાંક તીર્થંકરસ્તવનોમાં જોવા મળે છે. આમ સ્થૂળ રીતે તેમજ સૂક્ષ્મ રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પરંપરાને પોતાની ગ્રહણશીલ વિધાયક વૃત્તિથી જૈનોએ સાચવી છે ને સમૃદ્ધ કરી છે. સાહિત્યની વિપુલતા - મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન સાહિત્યની વિપુલતા ઊડીને આંખે વળગે એવી છે. છતાં એનો સાચો અંદાજ આવવો મુશ્કેલ છે. ગુજરાતી સાહિત્યકોશે તો પારસી, ખોજા, વૈષ્ણવ, સ્વામિનારાયણ, કબીરપંથી આદિ અનેક જૈનત૨ નાનામોટા કવિઓને ખૂણેખાંચરેથી શોધીને બહાર આણ્યા છે તેમ છતાં અત્યારનો અંદાજ એવો છે કે કોશમાં આશરે ૧૬૦૦ જેટલા જૈન કવિઓ અને ૫૦૦ જેટલા જૈનેતર કવિઓ આવશે. એટલેકે જૈન કવિઓનું પ્રમાણ ૭૫ ટકા જેટલું હશે. કૃતિઓનો અંદાજ પણ લગભગ આવો જ નીકળે છે. દીર્ઘ રચનાઓને અલગ અને પદ આદિ લઘુ રચનાઓને એક કૃતિ લેખતાં કોશમાં ૩૦૦૦ જેટલી જૈન અને ૧૦૦૦ જેટલી જૈનેતર કૃતિઓનો નિર્દેશ આવવાનો અંદાજ છે. અજ્ઞાતકર્તૃક જૈન બાલાવબોધો વિપુલ સંખ્યામાં મળે છે એ તો જુદા. બધા જૈન હસ્તપ્રતસંચયોની યાદી મુદ્રિત થઈ નથી – અને કોશ મુદ્રિત સાધનોની સીમામાં રહ્યો છે – એટલે હજુ થોડું વધુ જૈન સાહિત્ય હાથ આવવાનો પણ સંભવ રહે છે. એ સાચી વાત છે કે જૈનોએ પોતાના સાહિત્યની સાચવણીની એક સુદૃઢ વ્યવસ્થા ઊભી કરી હતી તેથી કુદરતી કે રાજકીય આપત્તિઓએ એમની ગ્રંથસંપત્તિને ખાસ નુકસાન કર્યું નથી. આ વ્યવસ્થા ઊભી કરવામાં જૈનોની જ્ઞાનરુચિ ઉપરાંત એમની આર્થિક સંપન્નતાને પણ કારણભૂત લેખી શકાય. જૈનેતરો પોતાની સૂઝને અભાવે કે આર્થિક અનુકૂળતાને અભાવે આવી વ્યવસ્થા ઊભી કરી શક્યા નહીં તેથી વ્યક્તિગત રીતે સચવાતી એમની ગ્રંથસંપત્તિને કૌટુંબિક, કુદરતી, રાજકીય આપત્તિઓના ભોગ બનવું પડ્યું હશે. આપણી પાસે આજે બચ્યું છે તેનાથી ઠીકઠીક વધારે જૈનેતર સાહિત્ય રચાયું હોવાનો સંભવ છે. આમ છતાં જૈનોએ જૈનેતરો કરતાં વિશેષ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું હોવાનું માનવામાં કોઈ બાધ જણાતો નથી. સમગ્ર ગુજરાતી સમાજમાં જૈનોનું જે પ્રમાણ છે તે જોતાં જૈન સાહિત્યની આ વિપુલતા ખાસ નોંધપાત્ર બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy