________________
૧૫૦ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
આ કરુણ વિલપનમાં પણ પિતાના વાત્સલ્ય અને પતિની પ્રીતિનો પ્રવેશ થયા વિના રહ્યો નથી એ બતાવે છે કે કરુણ કવિને મન સ્નેહરસનો એક વિવર્ત છે. રસશબલતા : વીગત પસંદગી ને વાડ્મયોગોનું બળ
“ષિદના રાસમાં કવિએ ભિન્નભિન્ન રસો આલેખવાની તક લીધી છે – અદ્ભુત, ભયાનક, જુગુપ્સા વગેરે. એટલું જ નહીં એકથી વધુ રસોને એકસાથે ભેળવ્યા છે ને એ રીતે રસશબલતા સિદ્ધ કરી છે. રાનમાં રવડતી ઋષિદત્તાના નીચેના વર્ણનમાં કરુણ ભયાનકથી પુષ્ટ થયેલ છે અને સ્થિતિવિપર્યયના ચિત્રણે એ કરુણને તીક્ષ્ણતા અર્પે છે:
ચિત વાલઈ ઈમ આપણઉં, પણિ વાલ્યઉં ન જાઈ, પરવત ફાટાં ઘણઈ દુખઈ, નીલા ઝાડ સૂકાઈ. ૨૦.૧ ધીકઈ અગનિ-અંગીઠડી, વેલૂ જંઘ સમાંણી, પરસેવો ખલહલ વહાં, જાણે નીંઝર-વાણી. ૨૦. ૨ અધર ફાઈ, સૂકઈ ગલઉં, જાઈ સાસિ ભરણી, છાંહ માત્ર પાંઈ નહી, કિહાંઈ નવિ લહઈ પાણી. ૨૦.૪ કિહાંઇક ફણિગર ફૂફૂઇ, કિહાં ક્યાઉ ફેકાઈ, ઘોર ઘૂક નિહાંઈ ઘૂઘૂઇ, કિહાંઈ વાઘ હુંકાર. ૨૦.૬ કિહાંકિણી ખોહ બિહામણી, કિહાંઈ ગૂંગર મોટા, દેખતાં હીઅડું હડબડઈ, કિહાંઈ મારગિ કુંટા. ૨૦.૭ કુસુમસેજિ બીંટ ખૂચતઈ, નીંદ ન આવતી જાય, એહવી વેલા તેહનઈ પડઇ, હા હા દૈવવિલાસ. ૨૦.૮ સૂરિજીકરણ તનિ જેહનઈ, નવિ લાગઇ કહીઈ, રાંન માંહિ તે રડવડઈ, પડઈ પાથરિ મહીઈ. ૨૦.૯ નવનીત પાંહિ કુઅલી, હુંતી જસ તનવાડી,
તે ઋષિદત્તા તિણિ સમઈ, થઈ વજથી ગાઢી. ૨૦.૧૦
ઋષિદત્તાને હત્યારી ઠેરવી મારી નાખવા લઈ જવામાં આવે છે તે વખતનું એનું વર્ણન જુગુપ્સા અને ભયની લાગણી જગાડનારું છે પણ એનું પર્યવસાન તો કરુણમાં ઈષ્ટ છે ? ચૂંનઉ તે ચોપડ્યઉ સીસઈ, બીલીફલ-ઝૂંબન દીસઈ,
- વિકૃત વેસ. ૧૭.૬ સૂપડાનઉં છત્ર ધરાઈ, લહિકતિ ચૂંથા ચામરો, આરોહી ખરાઈ. ૧૭.૭ લીંબડાંન તણી માલા, ઠવી તે કંઠઈ વિશાલા, દીસઈ કરાલા. ૧૭.૮ હીંગ તે વિલેપ્યઉં તત્ર, અષીઈ ખરડ્યઉં વદત્ર, દીસઈ વિષત્ર. ૧૭.૯ ઠામોઠામિ પૌરલોક, ગાલિ દીઠ થોકિથીકિ, પીડડ્યા તે શોકિ. ૧૭.૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org