SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ લાવણ્યસમય [] ૧૧૧ મટિ ઝિરતુ મયગલ કિહાં, કિહાં આરડતું ઊંટ, પુન્યવંત માનવ કિહાં, કિહાં અધમાધમ ખૂંટ, ૧પર રાજહંસ વાયસ કિહાં, ભૂપતિ કિહાં દાસ, સપતભૂમિ મંદિર કિહાં, કિહાં ઉડવલે વાસ. ૧૫૩ મધુરા મોદક કિહાં લવણ, કિહાં સોનૂ કિહાં લોહ, કિહાં સુરતરૂ કિહાં કયરડ, કિહાં ઉપશમ કિહાં કોહ. ૧૫૪ કિંહાં ટંકાઉલિ હાર વર, કિહાં કણયરની માલ, શીતલ વિમલ કમલ કિહાં, કિહાં દાવાનલ ઝાલ. ૧૫૫ મૂર્તિપૂજાનું પ્રતિપાદન કરતાં નિરૂપણશૈલીમાં કવિએ ક્યાંય આક્રોશ વ્યક્ત કર્યો નથી અને સાધુ તરીકેની પોતાની ગરિમા જાળવી છે. લાવણ્યસમય કૃતિના અંતમાં લખે છે : ક્રોધ નથી પોષિક મઈ રતી, વાત કહીંછઈ સઘલી છતી, બોલિઉ શ્રી સિદ્ધાંતવિચાર, તિહાં નિંદાનું સિલું અધિકાર. ગૌતમપૃચ્છા' (પ્રાકૃત)ને આધારે રચાયેલી ૧૨૦ કડીની “અમૃતવાણી અભિધાન | ગૌતમપૃચ્છા (કર્મવિપાક) ચોપાઈ' (ર.ઈ.૧૪૮૯) પણ આવી જ એક કૃતિ છે. એમાં મહાવીરના શિષ્ય ગૌતમના મનમાં જેન સિદ્ધાન્તો વિશે જાગેલા સંશયો અને મહાવીરસ્વામી દ્વારા તે સંશયોનું નિરાકરણ કાવ્યનો વિષય છે. ગૌતમ અને મહાવીરના પ્રશ્નોત્તર રૂપે વિષયની રજૂઆત થઈ છે. ૧૧૪ કડીની ‘ગર્ભવલિ' તથા ૧૪૭ કડીની “જીવશિખામણવિધિ આદિ (ર.ઈ.૧૫૦૬) એ કવિની અન્ય સિદ્ધાન્તચચની કૃતિઓ છે. આ બધી રચનાઓ ઉપરાંત લાવણ્યસમયે સ્તવનો અને સઝાયોની પણ રચના કરી છે. જોકે આ સ્તવનો સ્તવન, છંદ, વિનતિ, ભાસ એમ જુદે જુદે નામે પણ ઓળખવામાં આવ્યાં છે. એમાં વિવિધ તીર્થસ્થળોના પાર્શ્વનાથને વિષય બનાવીને કેટલાંક સ્થળવિષયક સ્તવનો રચવામાં આવ્યાં છે; જેવાં કે પર કડીનું અંતરીક્ષ પાશ્વજિન છંદ, ૩૮ કડીનું ‘જીરાઉલા પાર્શ્વનાથ છંદ વિનતિ, ૧૫ કડીનું પાર્શ્વનાથ સ્તવન (લોડણ) | સેરીસા પાર્શ્વનાથ (જિન) સ્તવન', ૩૫ કડીનું “નવપલ્લવ પાર્થનાથ સ્તવન'. આ બધાં જ મુદ્રિત થયેલાં છે. પણ વિશેષ ધ્યાન ખેંચનારું બન્યું છે “ચતુર્વિશતિ જિન સ્તવન' (ર.ઈ. ૧૫૩૧ આસપાસ). જેને માન્યતા પ્રમાણે તીર્થકરો ૨૪ છે. પ્રત્યેક કડીમાં એકએક તીર્થંકરની પ્રશસ્તિ-સ્તુતિ કરતું કુલ ૨૮ કડીનું આ સ્તવન માલિની છંદમાં (માત્ર અંતિમ કડી હરિગીતમાં) રચાયું છે. ને યમકકાસની વિશિષ્ટ યોજનાને લીધે નોંધપાત્ર બન્યું છે. સામાન્ય રીતે સ્તવનો વિવિધ ગેય દેશીઓમાં રચાય છે, પણ અહીં કવિએ અક્ષરમેળ છંદને ઉપયોગમાં લીધો છે. ૨૪ કડીમાં ક્રમશઃ ૨૪ તીર્થકરોની જે પ્રશસ્તિ થઈ છે એમાં તીર્થકરોનાં રૂપ ગુણ, વાણી, સંયમ, કૃપા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy