________________
૧૧૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
વગેરેને વર્ણવીને આવા ગુણનિધિની કપાયાચના કરવામાં આવી છે. પ્રત્યેક કડીમાં કવિએ આંતરપ્રાસ-અંત્યાનુપ્રાસની જાણે રમઝટ બોલાવી છે. ઉપરાંત, વર્ણસગાઈ, શબ્દાનુપ્રાસ, યમક આદિ શબ્દાલંકાર અને અર્થાલંકાર કવિ પ્રયોજે છે. અથલિંકારોમાં રૂપકોની પ્રચુરતા નજરે તરી આવે છે :
* વયણરયણખાણી, પાપવલ્લીકૃપાણી. * મદનમદ નમાયા, ક્રોધચોધા નમાયા. બારમા તીર્થકર વાસુપૂજ્યની સ્તુતિ-પ્રશસ્તિ જુઓ :
જસ મુખ-અરવિંદો ઊગીઉ કઈ દિગંદો, કિરિ અભિનવ ચંદો પુત્રિમાનઉ અમંદો, નયણ અમિઅબિંદો જાસું સેવઈ સુરિંદો,
પય નમિઅ નરિદો વાસુપુજજો નિણંદો.
આલોયણગર્ભિત શ્રી સીમંધરજિન વિનતિ' (ર.ઈ.૧૫૦૬)માં અંત સમયે ભાવુક ધર્માત્માએ કરવાની પાપદોષોની આલોચના દર્શાવાઈ છે. આવી પાપઆલોચના પછી જીવ નિર્મળ બન્યાની હળવાશનો અનુભવ કરે છે ?
* ઇણ પરિ પાપ આલોઇ જેઅ દુભવ્યાં રે જીવ ઘોર અનંત તો. * તુમ નામિં હું નિર્મલ થયો, મુઝ ભિ ગયો રે પાતિક તણો દુર તો.
આ ઉપરાંત ૫ ઢાળ અને ૪૭ કડીનું “આદિનાથ વિનતિ | આદીશ્વર જિન છંદ વૈરાગ્ય વિનતિ | શત્રુંજય સ્તવન, શત્રુંજય મંડન આદીશ્વર વિનતિ' (ર.ઈ. ૧૫૦૬) એમ જુદે જુદે નામે ઓળખાયેલું શત્રુંજય તીર્થનું સ્તવન મળે છે. શબ્દાલંકાર ધ્યાન ખેંચે છે :
જય પઢમ જિસેસર અતિ અલવેસર, આદીસ્વર ત્રિભોવનધણીય.
શેત્રુંજ સુખકારણ સુણિ ભવતારણ વીનતડી સેવક ભણીય.
આ ઉપરાંત ૬ કડીનું ‘પંચતીર્થનું સ્તવન', ૧૯ કડીનું રાજિમતીના બાર માસના વિરહને વર્ણવતું નેમિનાથ સ્તવન', “આદિનાથ ભાસ', ૭ કડીનું પાક્ષિકચાતુમસિક-સાંવત્સરિક ગીત.’ ૪ કડીનું “જીભલડીનું ગીત' જેવાં સ્તવનો-ગીતો મળે છે.
લાવણ્યસમયે જે કેટલીક સઝાયો લખી છે તેમાં ૪૬ કડીની “ચૌદ સુપનાની સઝાય', ૯ કડીની “આત્મપ્રબોધ સઝાયી પુણ્યફલ સઝાય', ૧૧ કડીની “કાંકાની ભાસ', ૧૨ કડીની દૃઢપ્રહારમુનિ સઝાય', ૧૪ કડીની રુક્મિણીની સઝાય', ૭ કડીની “લોભની સઝાય’, ‘શ્રાવકવિધિ સઝાય', “દાનની સઝાય', હિતશિક્ષા સઝાય” વગેરેનો સમાવેશ થાય છે.
સ્તવન-સઝાયોની આ યાદીમાંથી હજી કેટલીક અપ્રગટ જ છે અને હસ્તપ્રતોની યાદીમાં નોંધાયેલી મળે છે.
આ રીતે જોઈ શકાશે કે મુખ્યત્વે ૧૬મી સદીનો પૂર્વાર્ધ જેમનો કવનકાળ રહ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org