SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ મલયચંદ્રકૃત ‘સિંઘલશી ચરિત્ર' D ૨૭૩ થોભીને કહેતા હોવા જોઈએ. લોકકથાની જાણકારી લોકોને હજી કદાચ હોય, પણ જો શ્રોતાઓની સજ્જતા વિશેનાં પ્રચલિત અનુમાન સ્વીકારીએ તો બીજી કથાઓની જાણકારી સ્વીકારવી મુશ્કેલ લાગે છે. એ જાણકારી વિના આ કથાભાગ આવતાં રચના રસદૃષ્ટિએ નબળી પડતી જણાય છે. ત્યારે કવિ પોતે કહે છે કે બિ સઈ વીસ અછઈ ચુપઇ, કથા સંખેવિ ચીરાસિ હુઈ’ એટલે ૨૨૦ કડીથી લાંબી રચના લખાઈ હોવાનો સંભવ નથી. આ સંખ્યા, શ્રોતા સમક્ષ પાઠની કલ્પના અને ધર્મપ્રચારનો ઉદ્દેશ મળીને રચનાપાઠ એક બેઠકે પૂરો ન થતાં થોડા દિવસ ચાલતો હશે એવું સૂચન મળી રહે છે. પણ તે સાથે આ સંક્ષેપ – અતિ સંક્ષેપ – રચનાના સાહિત્યગુણના વિચારમાં અવરોધ બની રહે છે. રચનાકાર એક જ લક્ષથી નાયકને દીક્ષાગ્રહણ સુધી લઈ જાય છે. એમાં વચ્ચે કેટલાંક જોરદાર કથાઘટકો આવે છે જેના યોગ્ય વિસ્તારથી રાસની સુંદરતા, એની ગ્રહણક્ષમતામાં વધારો થઈ શક્યો હોત. શરૂઆતમાં રચનાકાર તે માટેના સભાન પ્રયાસ કરતા હોય એવું લાગે પણ છે. સિંઘલ પોતાની પત્ની સાથે ‘વેલાઉલથી વહાણમાં ચઢે છે અને વહાણ ઊપડે છે ત્યારનું વર્ણન જોતાં આ વાતની પ્રતીતિ થાય છે. [ઘેલા ખલાસીઓ ચડવડ્યા, માલિમ બારહીયા દડવડ્યા, નાવ્યા નાજામાં ચડ, સિઢ પાડઈ નાંગર ઉપડઈ. ત્રવહણ ચલઈ પવનનઈ પ્રાંણિ. (ઇત્યાદિ) અહીં ખલાસીઓના ઉત્સાહનું, વહાણના સઢ ચડાવવા, લંગર ઉપાડવું જેવી ક્રિયાઓનું ચિત્ર ઉપસાવવાનો પ્રયાસ નજરે પડે છે. રચનાની સમગ્ર શૈલી જોતાં આ વર્ણનને નિરર્થક વિસ્તાર જ ગણવો પડે. વળી આ પ્રયાસથી ચિત્ર હજી ઊપસે-નઊપસે ત્યાં તો દરિયામાં તોફાન જાગે છે. અંભોનિધિ થિઉ અતિહિં કલોલ, હલબલાટ થિઉ હાલકબોલ. કટ કટ કાપી સિઢ પાડીઇ, વસ્ત વાંનાં જલિ ઝીલાડીઇ. હોઈ હોઇ કરતાં વાહણ ભગ્ન, સંધોસંધિ થિયું થઉં અલગ્ન, આડરડિ તેરડિ કરઈ એક ઘડી, બૂડઈ લોક પાડઈ ભૂંબડી. તોફાન થતાં જ થતી ક્રિયાઓ, જેવી કે સઢ પાડવા, વધારાનો સામાન પાણીમાં પધરાવવો અને આટલી મહેનત છતાં સાંધે સાંધેથી તૂટતું વહાણ, લોકોની ચીસાચીસ – આ આખું ચિત્ર રજૂ થાય છે. ઉત્સાહનું વાતાવરણ હજી જામે-ન-જામે ત્યાં તદ્દન નિરાળા વાતાવરણમાં લઈ જતું ચિત્ર ઊભું કરવામાં આવે છે. પ્રકૃતિ આમ અકસ્માત સ્વરૂપ બદલતી હોય છે એની ના નહીં, પણ અહીં ઉત્સાહના અને સફરના ચિત્રમાં, તોફાન અને વહાણ ડૂબવા માટે જેમ પ્રવાસી તૈયાર નથી હોતા તેમ શ્રોતા પણ આ પલટા માટે તૈયાર નથી. મનમાં સહેજ ગૂંચ પણ ઊભી થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy