________________
૧૦૦ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
અહીં વીવાહલાના ઢાળ તરીકે ઓળખાવેલા આ ઢાળમાં ગતિ માત્રા “એ” બાદ કરીએ તો શુદ્ધ ચોપાઈબંધ દૃષ્ટિગોચર થાય છે. કૃતિને સુગેય બનાવવા માટે પ્રચલિત ઢાળમાં છંદને ઢાળીને રચનાને વિશેષ લયાન્વિત રૂપ અપવાનું હીરાણંદસૂરિનું આ વલણ ધ્યાનાર્હ છે. વચ્ચેવચ્ચે ગીત મૂકે છે તેથી કૃતિ અંતર્ગત રહેલ ભાવ હૃદયસ્પર્શી બને છે ?
વિદ્યાવિલાસ નરિંદ પવાડુ હોયડા ભિંતરી જાણી,
અંતરાય વિણું પુણ્ય કરુ તુહ્મિ ભાવ ઘણેરઉ આણી. એ પ્રારંભની ત્રીજી કડીથી એકવીસમી કડી સુધીના ગીતમાં કથાનક ખૂબ જ ઝડપથી આગળ ધપે છે. તો ચોપનમી કડીથી પંચાણુમી કડી સુધીના ગીતમાં માત્ર સૌભાગ્યસુંદરી અને વિદ્યાવિલાસનાં લગ્ન થયા પછીની પરિસ્થિતિને આલેખેલ
ધનધન વિદ્યાવિલાસ ચરી જિણિ પરણી સોહંગસુંદરી. દ્રુપદ ગઢમઢ મંદિર પોલિ પગાર, થાનકિ થાનકિ સલ્તકાર, વાવિ સરોવર અનઈ આરામ દીસઇ, ગિરૂઆં અતિ અભિરામ. ૨૪ નિવસઈ લોક તિહાં અતિઘણા, જિહં ઘરિ રિદ્ધિ તણા નહીં મણા, પપ
જાણે અભિનવ કમલાગેહ, ભૂમંડલિ અવતરિઉં એહ. પપ ધન. (વગેરે) આમ ગીતોના માધ્યમથી અને છંદવિનિયોગથી કૃતિને ગેય કાવ્યનું રૂપ હિરાણંદસૂરિએ આપ્યું છે, જે એમની સર્જક પ્રતિભાનું ઉદાહરણ છે.
(૩) વર્ણન અને કથનના માધ્યમથી પાત્રને આલેખવાની હીરાણંદસૂરિની રીત પણ ધ્યાનાર્હ છે. વર્ણન દ્વારા પાત્રની દેહયષ્ટિ જ માત્ર નહીં પરંતુ એનું આંતરજગત, એની ચિત્તસૃષ્ટિ પણ ભાવક સમક્ષ ખૂલે છે અને પાત્રનું અનેરું વ્યક્તિત્વ આમ હીરાણંદસૂરિની કૃતિઓમાંથી પ્રગટતું દૃષ્ટિગોચર થાય છે.
આ પ્રકારની વર્ણન, કથન અને સંવાદની રીતિથી પાત્રને આલેખવાની પદ્ધતિને કારણે વિદ્યાવિલાસ પવાડુમાંથી નાયિકા સૌભાગ્યસુંદરીના અણગમા, વિરહ અને ઉલ્લાસના ભાવો કલાત્મક રીતે પ્રગટે છે. તથા આ નાયિકાનું તેજસ્વી, ચતુર, પ્રેમ પ્રગટ કરતાં ખચકાટ ન અનુભવતી તેમજ અણગમતા પાત્ર પ્રત્યે વિરોધ કરતાં ન ખચકાતી, સમસ્યા અને અન્ય કલામાં નિપુણ અને ચબરાક એવું વ્યક્તિત્વ વર્ણનો અને કાર્યોમાંથી ઊપસે છે. ખરા અર્થમાં જેને શામળની વાર્તાઓની નાયિકાઓની પુરોગામી કહી શકાય એવું પાત્રનિમણ, લોકમાનસ, લોકમાન્યતાઓમાંથી હીરાણંદસૂરિએ કર્યું છે, જે એની પાત્રનિરૂપણ કલાનો પરિચય કરાવે છે.
- “સ્થૂલિભદ્ર બારમાસામાં પણ નાયિકાની વિરહ-વિયોગ-અવસ્થા, હૃદયની શુદ્ધતા સૂચવતા પ્રકૃતિનિર્દેશોમાંથી પ્રગટે છે. “વસ્તુપાલ રાસમાંથી પણ નાયક વસ્તુપાલના ગુણ, બિરુદો-કાર્યો વર્ણનો અને કથનને અનુષંગે ઊપસે છે. કલિકાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org