SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ હિરાણંદસૂરિ : જીવનકવનનું આકલન I ૯૯ ભણઈ કોશા, “યૂલિભદ્ર વિષ્ણુ સહૂએ મઝ અસુહામણું.” ૫ કિસૂએ રાતા, ભમર માતા, હીંડોલે મન ગહગતિઉં, કોસહીઅડધું થૂલિભદ્ર વિષ્ણુ હીંડોલા જિમ લહલહિઉં. શબ્દોની પુનરુક્તિથી પ્રગટતા વિા -યમક અલંકારોનાં આ ઉદાહરણો હીરાણંદસૂરિની અલંકારનિરૂપણ કૌશલ્યની પ્રતીતિ કરાવે છે. અહીં પણ અનુપ્રાસ સાથે યમક અલંકાર દૃષ્ટિગોચર થાય છે. ઉપરાંત ત્રીજી કડીના “સુગંધ તેલસુ લાઈઇ, તથા “વાડીય મરુઉ વાવીઉમાં વયણસગાઈ દૃષ્ટિગોચર થાય છે. આમ અનન્વય, દૃષ્ટાંત, વર્ણાનુપ્રાસ અને અનુપ્રાસ અલંકારો જ્યાં જ્યાં નિરૂપાયા છે ત્યાંત્યાં વિપ્ના-ચમક પણ દૃષ્ટિગોચર થાય છે. એમાંથી યમક પરના હીરાણંદસૂરિના કૌશલ્યનો અને અલંકાર દ્વારા ભાવને કલાત્મક અભિવ્યક્તિ. અર્પવાની શક્તિનો સુંદર પરિચય મળે છે. (ર) રાસ, પવાડુ, ચોપાઈ, ગીત કે કોઈ પણ સ્વરૂપ (form)ની કૃતિ હોય પરંતુ હીરાણંદસૂરિ એમાં ઊંડી સૂઝથી પઘબંધનું વૈવિધ્ય જાળવે છે. પદ્યબંધના આ વૈવિધ્યમાંથી એમની કવિપ્રતિભાનાં દર્શન થાય છે. રાસ, પવાડુ ચોપાઈ કે ગીતનું સ્વરૂપ હોય પરંતુ એમાં વિષયસામગ્રીની અભિવ્યક્તિ અર્થે માત્રામેળ કે અક્ષરમેળ છેદોમાંથી દુહા, ચોપાઈ, વસ્તુ, ષટ્રપદ, કમલક, ચંદ્રાનન, ભુજંગપ્રયાત, ટોટક, અડયલા, નારાચ. મોતીદામ જેવા વિવિધ છંદો પ્રયોજીને એમના છંદો ઉપરના પ્રભુત્વનો પરિચય કરાવે છે. ચોપાઈ ઢાળના ધ્રુપદ (દ્રપદ) અને દેશી. રાગ-ઢાળનાં ઉદાહરણો વિદ્યાવિલાસ પવાડુમાં વિશેષ રૂપે દૃષ્ટિગોચર થાય છે. ધ્રુપદોની ટેકને “એ' જેવી નૈતિક માત્રા ઉમેરી રચનાને ગેય બનાવવાનું તેમનું વલણ જોવા મળે છે. હિવ વિવાહલા નઉ ઢાલ. સુંદર લગન ગણાવીઉં એ, મણિ મોતી રયણિ વધાવીઉ એ, વલહ સજ્જન તેડાવઉ એ, વરમંડપ તિહાં મંડાવઉ એ. ૧૩૫ લાડણ વાનિ ચડાવિઉ એ, પરિણવા તોરણિ આવીઉ એ, લાડી હિલ સિણગારી છે, એ વર પીઠી દેહ ઊતારીઈ એ. * ૧૩૬ પહિરણિ ગજવડ ફાલડી એ, ઓઢણી નવરંગ ઘાટડી એ, કરઅલિ ચૂડી ખલકતી એ, સિરિ સોવન રાખડી ઝલકતી એ. ૧૩૭ લાડી સહજિ સોહામણી એ. મુહિ બોલઈ મંગલ કામિણી એ, હાથમેલાવઈ સાંચઈ એ, વર રાજકુંઆરી તે વરી એ. પ્યારી મંગલ વરતીયાં એ, વર વહુઅ રુલીઆયતિ થિયાં એ. વૈશ્વાનર સાMિઈ કરી એ, ઈમ પરિણી જિમ ગુણસુંદરી એ. ૧૩૯ આધઉં રાજ વધામણાં એ, નૃપ દીધઉં હાથ મલ્હાવણઈ એ, પહુતાં હિવ ઘરિ આપણઈ એ, હીરાણંદ “ધન ધન તે ભણઈ એ. ૧૪૦ ૧૩૮ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy