________________
મહિમાસાગરશિષ્ય આનંદવર્ધનની કવિતા ] ૧૮૫
‘મિલન' માટે ‘મિલાવડો' અને ષષ્ઠીનો ‘કે' એ માત્ર રાજસ્થાની પ્રભાવ જ નહીં, ત્યારે સહજ હશે. મારુ-ગૂર્જરનો પ્રભાવ અને બોધક ધાર્મિક રચનાઓની એક સર્વમાન્ય પેટર્ન’ – તરાહ ઊભી થઈ હતી, તેનો પ્રભાવ. અંત જાણે એકાએક આવે છે; પણ આરંભેય એવો છે સત્વરે એકાએક થતો ઉઘાડ :
ઊંચો ગઢ ગિરનાર હો મનમોહના નેમ ! છાયા રહે યદુરાય રે મનમોહના નેમ !
તરત જ સ્થળ ને એમાંની પાત્રગત પીઠિકા બંધાય છે ઃ ત્યાં યદુરાયની ‘છાયા’ (શોભા ને પ્રભાવ બન્ને અર્થમાં) છે. ત્યાં -
સોલ વ૨સની કામની, મનમોહના નેમ !
ક્યું કરિ ધીરગ રાય રે મનમોહના નેમ !
‘રાય’ રાજાવાચક ને ‘રાય' ‘રહે – રાખે' વાચક એ શ્લેષ, ‘છાયા’નો શ્લેષ કેટલી સહજ રીતે આવે છે ! ને મનમોહના નેમ’ સંબોધન જ રાજિમતીના ચિત્તનું નિર્દેશક છે. નામ પાડીને કહેવામાં આવે તેની પહેલાં જ જાણે રામિતીના ચિત્તનો વેદનાસભર સ્મરણનો પડઘો તો સંભળાતો થઈ ગયો છે ઃ મનમોહના નેમ !' એક તરફ ચિત્તે આ ચિત્તચોર છે ને બહાર હેમન્તનું ‘સીત’ ! એમાં
જીવન વિન કયું જીવિયઇ ?....
જીવણ વિના જિવાય જ કેમ ? (‘જીવન'માં પાછો સહજ શ્લેષ !) આગળની પંક્તિમાં ‘હો’ કે કશું નહીં પણ પછીનીમાં તીવ્ર-ઉદ્ગારી રે’ એ ઠેકાપૂરક પંક્તિછોગલાં, તો પ્રત્યેક પંક્તિને અંતે “મનમોહક નેમ’નું રટણ રાજુના વિરહનું સૂચક ધ્રુવપદ બની જાય એવી રચના કાવ્યરસપોષક ને કાવ્યઘાટને દૃઢાવનારી થઈ ગઈ છે. એથી ગેયતાય આવી છે. પણ મોટી વાત તો સહજમાં એ સધાઈ ગઈ છે કે વિરહના ભાવને સૂચવતો એક સળંગ દોરો, એક સળંગ સૂત્ર જાણે, રાજુલના ચિત્તના રટણ રૂપે શ્લોકેશ્લોકે આરપાર નીકળી, એકસૂત્રે બધું બાંધે છે ! વિરહને દોરે બારે માસ જાણે પરોવાયાં છે : ‘નેમ’, ‘નેેમ’, ‘નેમ !’ એ રાજુલના ચિત્તનું રટણ જ ધ્રુવપદ ! દોહાના બંધને લઈને ‘હો’-રે’નાં લટકણિયાં અને સંબોધનાત્મક નેમરટણથી કાવ્ય આકારિત ને વહેતું રહ્યું-થયું છે ! જાણે
પલપલ વરસ વિહાય રે !...
પળપળ વરસની જેમ વીતે છે. ટાઢમાં, હેમન્તમાં ‘ન આવ્યો મનનો મીત', એણે મહેર ન કરી; તો, શિશિરમાં કળી કુમળાતી (કરમાતી) રહી ! આખી રાત જ્યાં વલવલાટમાં વીતે ત્યાં પ્રભાતો
―
હીમ પડે પરભાત રે !...
ત્યાં પાછો ફાગણ આવ્યો. ચોપાસ હર્ષ-ઉલ્લાસ છે :
કોયલ મીઠે બોલડે...
વન કુંપલ વિકસંત રે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org