SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ઝીલી, નાચી-રમી ગાઈ શકાય તેવી હોય. દેશી બંધ, મોટે ભાગે દોહો, એને પાદપૂરક કે લટકણિયાં ને ધ્રુવપદથી સુગેય બનાવાય. ને એમ રચના સહેજે સ્મૃતિએ ચઢી જાય એવું રૂપ લે. એમાં બારેબાર માસની ઋતુગત વિશેષતાનાં સુંદર મજાનાં રેખાચિત્રો હોય. વર્ણનને અહીં અવકાશ નથી. રેખાંકિત નાનકડાં ઋતુચિત્રો હોય. પાત્ર એક જ હોય – નાયિકાનું. છેલ્લે વળી નાયક આવે, મિલન સધાય. એ કલા નેમિ-રાજુલ પર જ અનેક કૃતિ થાય ! પાત્રો લોકપ્રિય, લોકપ્રચલિત. મુખ્ય પાત્ર છે એક જઋતુપલટા કાવ્યમાં ગતિ પૂરે. અહીં છે સં. ૧૭૧દની આ કૃતિ. એ જ સંગ્રહમાં આની પહેલાંની અન્ય કવિઓની પાંચ કૃતિઓ છે સં.૧૨૮૯થી સં. ૧૭૧૫ વચ્ચેની. એટલેકે ઈસ્વીસનની તેરમી સદીથી સત્તરમી સુધીની પાંચ કૃતિઓ. એ પાંચેપાંચ શબ્દશઃ “બારમાસી' મહિના” છે. એક-એક માસને કમેક્રમે લઈને થયેલ રચના છે. આ કૃતિ પછીની બધી જ કૃતિઓ પણ આવી માસાનુસારી છે; આ એકમાત્ર ઋતુ અનુસારી. એ રીતે એની રચના અલગ તરી આવે છે. આને કારણે જ એ વધુ સઘન, સંકુલ. કંઈક દૃઢ બંધવાળી, ચોક્કસ વ્યવસ્થાવાળી બની છે. એ વ્યવસ્થા આવી છે : કુલ ચોવીસ કડીની રચના. આરંભે ને અંતે એકએક કડી ભૂમિકાની ને સમાપનની, વચમાં હેમન્તની ત્રણ (૨-૪), શિશિરની ત્રણ (પ-૭). વસન્તની પાંચ (૮–૧૨), ગ્રીષ્મની ત્રણ (૧૩–૧૫), વર્ષાની પાંચ (૧૬-૨૦) અને શરદની ત્રણ (૨૧-૨૩). તુક્રમ પણ આ છે : હેમન્તથી આરંભ અને શરદથી અંત. વસન્ત અને વર્ષો એ બે ઋતુઓનાં વર્ણનોને પ્રાધાન્ય અપાયું છે. વસ્તુ આ પ્રમાણે છે : નેમિનાથ. બાવીસમા તીર્થંકર. યાદવ કુળના. પિતા યાદવરાજા સમુદ્રવિજય ને માતા શિવાદેવી; કૃષ્ણના કુળનાં. મથુરાના રાજા ઉગ્રસેનની પુત્રી રાજિમતી સાથે નેમિનો સંબંધ જાહેર થયો. લગ્ન લેવાયાં. જાનને જમણમાં અપાનાર આમિષ મેળવવા બાંધી રાખેલ વધ્ય પશુઓને જોતાં જ, થનાર હિંસાથી કમકમીને, વૈરાગ્ય ઊપજતાં, નેમિએ લગ્ન પડતાં મૂકી, ગિરિનાર પર જઈ તપ કર્યું ને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ કથા જનપ્રચલિત હોવાથી ત્યારના ભાવકના ચિત્તે હોય છે, તેથી અહીં એ mythની વીગતો કશી જ નથી કહેવાતી. પણ સીધું નિરૂપણ રાજિમતીના વિરહથી થાય છે. ને એ જ જાણે બને છે એનું તપ, કારણકે એથી તો જ્યારે ઘેરઘેર દીપ પ્રકાશતો હતો ત્યારે એનો તો, અંતે, થયો મુક્તિમહેલે વાસ : આસો-કાતિ રિતુ ભલી, મનમોહના નેમ ! ઘરિઘરિ દીપપ્રકાસ રે મનમોહના નેમ ! એવે વખતે, એ દિવાળીના દિવસોમાં જ રાજુલ-નેમિ મિલાવડો મનમોહના નેમ ! મુગતિ-મહેલકે વાસ રે મનમોહના નેમ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy