________________
જયશેખરસૂરિરચિત “ત્રિભુવનદીપક પ્રબંધ’
=
=
=
=
-
-
-
-
મહેન્દ્ર અ. દવે
ઈ.સ.૧–૧૫ સૈકાના સંધિકાળ થઈ ગયેલા, ખંભાતની રાજ્યસભામાં કવિચક્રવતી'નું બિરુદ મેળવનાર ‘વાણીદત્તવર' કવિ જયશેખરસૂરિએ સંસ્કૃત અને જૂની ગુજરાતીમાં કેટલીક કાવ્યરચનાઓ આપી છે. સંસ્કૃતમાં પ્રબોધચિંતામણિ', ધર્મિલચરિત્ર', “જૈન કુમારસંભવ' આદિ રચનાઓ ઉપરાંત જૂની ગુજરાતીમાં પંચાસર વિનતિ, “મહાવીર વિનતિ', “અર્બુદાચલ વિનતિ તથા નેમિનાથવિષયક બે ફાગુઓ પણ આ કવિએ લખ્યાં છે. જયશેખરસૂરિનો ગુજરાતી કવિ તરીકેનો યશ તો એમની કાવ્યરચના ત્રિભુવનદીપક પ્રબંધીને કારણે છે તે નિર્વિવાદ છે.
ઈ.સ.૧૪૦૬ પછીનાં વર્ષોમાં થયેલી આ રચના (હવે પછી ત્રિ. દી.” તરીકે ઓળખીશું) આપણે ત્યાં પ્રબોધચિંતામણિ' (હવે પછી “પ્ર. ચિ.) તરીકે પણ ઓળખાઈ છે. પંડિત લાલચન્દ્ર ભગવાનદાસે આ રચનાને પ્રથમવાર ‘ત્રિપદી' નામે સંપાદિત કરી. કે. હ. ધ્રુવને પ્રાપ્ત થયેલી અને એમણે ઉપયોગમાં લીધેલી મુંબઈની મોહનલાલજી સેન્ટ્રલ લાયબ્રેરીની આ રચનાની હસ્તપ્રતની પુષ્પિકામાં ઇતિ શ્રી ત્રિભુવનદીપક પ્રબંધ સમાપ્તમ્ ઈતિ' એવી નોંધ છે. શ્રી ધ્રુવે આ રચનાને “પ્રબોધચિંતામણિ' તરીકે ઓળખાવી છે. કવિ પોતે પણ એની કૃતિને ત્રિભુવનદીપક એહ પ્રબંધ, પાપ તણઉ સાંસુ હુઈ ન ગંધ' એમ લખી ‘ત્રિપદી.” તરીકે ઓળખાવે છે. કાવ્યની “તેજવન્ત તિહુ ભુવન મુઝારિ પરમહંસ નરવર અવધારિ’ એ લીટીને આધારે આ કૃતિ હંસપ્રબંધ', હંસવિચાર પ્રબંધ', “પરમહંસ પ્રબંધ' તરીકે પણ કેટલીક હસ્તપ્રતોમાં ઉલ્લેખાઈ છે.
‘ત્રિ.દી.” એ જયશેખરસૂરિએ જ લખેલા સંસ્કૃત કાવ્ય “પ્રાચિં.'નો ગુજરાતી અનુવાદમાત્ર છે એવા ખ્યાલને કારણે ત્રિ.દ.” “પ્રાચિં.' તરીકે જાણીતું થયું છે એમ સમજાય છે. ડૉ. ભોગીલાલ સાંડેસરા ગુજરાતી ‘ત્રિ.દી.અને સંસ્કૃત પ્રાચિ.'ના અનુવાદ તરીકે ઓળખાવે છે. આ બરોબર નથી. ત્રિ.દી.” એ સંસ્કૃત પ્રાચિં.”નો માત્ર અનુવાદ નથી, લઘુ પ્રતિનિમણિ છે. શ્રી ધ્રુવે નોંધ્યું છે તેમ “મૂળની રૂપરેખામાં જૂજ ફેરફાર કરી, ઓર રંગ પૂરી પ્રાકૃત વાણીમાં જયશેખરસૂરિએ (આ) સ્વતંત્ર કાવ્ય રચ્યું છે.”
ત્રિ.દી.” ઉપર પ્ર.ચિ.’ની પ્રગાઢ છાપ છે તો પ્રાચિં.'ની પ્રેરણા જયશેખરસૂરિને કૃષ્ણમિશ્રના પ્રબોધચન્દ્રોદય' (હવે પછી “પ્ર.ચ.) એ સંસ્કૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org