________________
૧૮૨ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
સહુ સાધકોની વત્તેઓછે અંશે સમાન - હિન્દી-વ્રજ-રાજસ્થાની-તળપદીમિશ્રિત. સરળતા તો સહજતાની, ખોટાં વળગણો – ખોટી પંડિતાઈ ખરી પડ્યાંની એધાણી. એ સુસાધ્ય નથી. જે સહજ હોય તે જ ભવ્યતા લગ જઈ શકે. ભાષા માવાનુરૂપ બને. સાધનાપથના સૌની વળી એક સમ્માન્ય-સર્વમાન્ય ભાષા હતી : “ભાષાના ભેદ હોવા છતાંય તે વખતે સાધનાને માટે એક પ્રકારની સર્વસંમત આદાનપ્રદાનની ભાષા હતી. પ્રાચીન બંગાળના બૌદ્ધ ગાન અને દોહામાં એ પ્રકારની અપભ્રંશ ભાષા જોવામાં આવે છે. લગભગ આ ભાષાની નજદીકની જ અપભ્રંશ ભાષામાં એ વખતે રાજપૂતાના, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક પર્યત પણ રચનાઓ થયેલી જોવામાં આવે છે. તે સમયના જૈન સાહિત્યમાં આનો પરિચય મળી આવે છે.” (પપર)
ત્રીજી વાત, આપણે ભૂલવું ન જોઈએ કે, જેને આજે આપણે કેવળ સાહિત્યદૃષ્ટિએ જોવા નીકળ્યા છીએ તે એ દૃષ્ટિએ રચાયું નહોતું, જીવનસાધનાનું એક અંગ હતું. સાધનામાં સહાયભૂત થવા જ એ રજૂ થતું, નિરપેક્ષ સાહિત્યરસ આપવા નહીં જ. સમગ્ર મધ્યકાલીન સાહિત્ય તથા લોકસાહિત્યને એના સમાજના સંદર્ભમાં જ જોવું જોઈએ. આ સાહિત્ય જીવનાવલંબી જ છે. મધ્યકાલીન પદસાહિત્ય – તેમાંય સાધુઓનું તો ખાસ – સાધનાનું અંગભૂત હતું, અને એની ભાષા પણ આવા મુક્તિવાંછુઓએ પાડી આપેલા ચીલે જ ચાલતી.
વળી મૂળે જ જૈન-બૌદ્ધ વિચાર વૈદિક પાંડિત્યની સામેના ઉદ્રકમાંથી આવેલો હોઈ, એનો ભાષાઅભિગમ પણ જુઓ – સમાજાવલંબી હતો. અને અભિજાત અને લોક-સાહિત્યના આજ જેવા જડબેસલાક ભેદો નહોતા. લોકસાહિત્યનાં સ્વરૂપો અને લઢણો બન્ને સાધુકવિઓની રચનાઓમાં પણ સહેજે ઊતરી આવતાં. ને બારમાસીનું સ્વરૂપ લોકપ્રચલિત હતું. આ બધી બાબતોની પૂર્વભૂમિકામાં (નહીંવત્ જીવનવૃત્તાંત, કાવ્યરચના પણ સાધનાનું જ સાધન, ભાષા હિંદીરાજસ્થાનીમિશ્રિત સમગ્ર ઉત્તરભારતના સાધુસમાજસંમત, બોલચાલની ભાષાનો વિનિયોગ સહજ અને બારમાસા જેવું સ્વરૂપ પ્રચલિત વગેરેની ભૂમિકામાં) હવે કૃતિઓ તરફ વળીએ.
ગુજરાતી સાહિત્યકોશ'ના પહેલા ભાગમાં (પૃ.૨૧) કવિ પરિચયમાં ખરતરગચ્છમાંના, જિનચન્દ્રસૂરિની પરંપરામાં મહિમાસાગરના શિષ્ય, એટલી વિગત છે. આ સિવાયની વિગતો બીજે પણ મળતી નથી. મુખ્ય કૃતિઓ ત્રણ : ચોવીસી, નેમિરાજિમતી બારમાસા' અને “અરણિકમુનિ સઝાય રાસ'. છૂટક સ્તવનો-સઝાયો પણ છે. કાવ્યગુણે ઓપતી રચનાઓવાળા આવા લેખકોની મહત્ત્વની રચનાઓને લઈને સ્વતંત્ર અભ્યાસો થવા જોઈએ. કોણ કરે ? અત્યારેય સાધનો દુર્ગમ બનતાં જાય છે, ભવિષ્યમાં તો અત્યંત મુશ્કેલ બની જશે કામ. આજેય આ એક જ કવિની બધી રચનાઓ નિર્ધારિત સમયાવધિમાં એક સ્થળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org