SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ લાવણ્યસમય કાન્તિભાઈ બી. શાહ લાવણ્યસમય ઈ.સ.ની સોળમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા એક ગણનાપાત્ર જૈન સાધુકવિ છે. એમણે રચેલી સૌથી મહત્ત્વની કૃતિ વિમલપ્રબંધની પ્રશસ્તિમાં કવિએ પોતે જ પોતાના વંશ આદિનો પરિચય આપ્યો છે. તે અનુસાર લાવણ્યસમયનો જન્મ વિ.સં. ૧૫૨૧ને પોષ વદ ૩ના રોજ (ઈ.સ. ૧૪૬૫) અમદાવાદમાં થયો. કવિના દાદા નામે મંગ પાટણના શ્રીમાળી વણિક હતા. પાટણથી તેઓ અમદાવાદ આવીને વસ્યા. મંગના ત્રણ પુત્રો પૈકી સૌથી મોટા પુત્ર શ્રીધર અમદાવાદમાં અજદરપુરામાં રહેતા હતા. શ્રીધરને એમની પત્ની ઝમકલદેવીથી ચાર પુત્રો અને એક પુત્રી થયાં. જેમનાં નામ અનુક્રમે વસ્તુપાલ, જિનદાસ, મંગલદાસ, લઘુરાજ અને લીલાવતી હતાં. ચાર પુત્રોમાં સૌથી નાના પુત્ર લઘુરાજ તે જ આપણા દીક્ષાનામધારી લાવણ્યસમય. લઘુરાજના જન્માક્ષર મુનિ સમયરત્નને બતાવતાં એમણે કહેલું કે આ પુત્ર કોઈ મોટો તપસ્વી થશે, કાં તીર્થ-કાર થશે, કાં મોટો યતિ થશે કે પછી મહાવિદ્વાન થશે. આ લઘુરાજે નવ વર્ષની બાળવયે સં. ૧પ૨૯ના જેઠ સુદ ૧૦ને દિને (ઈ.સ. ૧૪૭૩) પાટણમાં તપગચ્છના સોમસુંદરસૂરિની પરંપરાના લક્ષ્મીસાગરસૂરિ પાસે દીક્ષા લીધી અને સાધુ લાવણ્યસમય બન્યા. સમયરત્ન લાવણ્યસમયના વિદ્યાગુરુ હતા. કવિ પોતે જણાવે છે તે પ્રમાણે સોળમે વર્ષે સરસ્વતીની કૃપાથી એમનામાં કવિત્વશક્તિની ફુરણા થઈ, જેનાથી એમણે રાસ, ચોપાઈ, છંદ, કવિત, ગીત, સંવાદ જેવી વૈવિધ્યપૂર્ણ રચનાઓ કરી. લાવણ્યસમયે ગુજરાત, સોરઠ, રજપૂતાના આદિ વ્યાપક પ્રદેશમાં વિહાર કરીને ઠેરઠેર ઉપદેશ આપ્યો. એમના ઉપદેશ-પ્રભાવથી ઘણે ઠેકાણે દહેરાં અને ઉપાશ્રયોનું નિર્માણ થયું. આ બધાંને પરિણામે સં. ૧૫૫૫ (ઈ.સ. ૧૪૯૯)માં એમને પંડિતપદ પ્રાપ્ત થયું. જે કૃતિમાં કવિએ પોતાને વિશેની આ માહિતી દર્શાવી છે તે વિમલપ્રબંધની રચના અણહિલવાડ પાટણ પાસેના માલસમુદ્રમાં પોતે સં.૧૫૬૮ (ઈ.સ.૧૫૧૨)માં ચોમાસું રહ્યા ત્યારે સકળ સંઘની વિનંતીને ધ્યાનમાં રાખીને કરી. લાવણ્યસમયે રચેલ ખિમઋષિ (બોહા), બલિભદ્ર, યશોભદ્રાદિ રાસ' એ એમની છેલ્લું રચ્યાવર્ષ (સં. ૧૫૮૯) ઈ.સ.૧૫૩૩) ધરાવતી ઉપલબ્ધ કૃતિ છે. એ રીતે સં. ૧૫૨૧થી ૧૫૮૯ (ઈ.સ.૧૪૬૫થી ૧પ૩૩) કવિ લાવણ્યસમયનો હયાતીકાળ નિશ્ચિત થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy