SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય છે. ધનસાર, સાગરદત્ત, ગુણસાર અને ધનસાગર. ધનાવહ દ્વારા પુત્રોની કસોટી કરવામાં આવતાં નાના પુત્ર ધનસાગરે રાજાને મારીને રાજ્ય પડાવી લેવાની વાત કરતાં ધનાવહ શેઠે એને ગૃહમાંથી કાઢી મૂક્યો. ગૃહત્યાગ કરી નીકળેલ ધનસાગર જયસાર વણઝારાની સાથે સિરિપુર આવી પહોંચ્યો. નગરમાં ગુરુ પાસે વિદ્યાર્થીઓને અભ્યાસ કરતા જોઈ તે અભ્યાસ અર્થે ગુરુ પાસે રહ્યો. પણ તેની અણઆવડતને કારણે “મૂર્ખચટ્ટનું ઉપનામ પામ્યો. "પણ એના વિનયયુક્ત વર્તનના પરિણામે તે વિનયચટ્ટ તરીકે ઓળખાયો. વિનયચટ્ટ સાથે અભ્યાસ કરતી રાજકુમારી સોહગસુંદરી ત્યાં જ અભ્યાસ કરતા પ્રધાનપુત્રના પ્રેમમાં પડી. રાજકુમારીએ પ્રધાનપુત્રને પલાયન થઈ જવાનો સંકેત આપ્યો. પણ ભીરુ પ્રધાનપુત્રે પોતાના બદલે વિનયચટ્ટને સંકેતસ્થાને મોકલવાનો યુક્તિ-પ્રપંચ કર્યો. વિનયચટ્ટ પણ રાજકુમારીને તેવી રીતે પરણવા સંમત થયો. સંકેત સાચવવા પાઠશાળામાંથી વિદાય થતાં પૂર્વે સરસ્વતીદેવી પાસેથી વિનયચટ્ટે વિદ્યાવરદાન પ્રાપ્ત કર્યું. સંકેતસ્થાને વરવેશમાં પહોંચેલા વિનયચટ્ટને પ્રધાનપુત્ર માનીને સખીઓ સોહંગસુંદરીનું એની સાથે લગ્ન કરાવે છે. લગ્ન બાદ રાત્રિના અંધકારમાં સોહગસુંદરી અને વિનયચટ પલાયન થઈ જાય છે. માર્ગમાં સમય પસાર કરવા સોહગસુંદરીએ સમસ્યાપૃચ્છા કરતાં વિનયચટ્ટ અનુત્તર રહ્યો. માર્ગમાં આગળ જતાં સૂર્યોદય થતાં “મૂર્ખચટ્ટ'ને પોતાના ભરથાર તરીકે નીરખીને સોહગસુંદરી કલ્પાત કરે છે. સાથે રહેલી સખી એને આશ્વાસન આપે છે. આ પછી તેઓ માર્ગમાં આવતી આહડનગરીમાં રહે છે. અહીં વિનયચટ્ટે પોતાની વિદ્યાના બળે વિદ્યાવિલાસ'નું બહુમાન – ઉપનામ મેળવ્યું અને પછી અન્ય કોઈથી ન ઉકેલી શકાય એવો લેખ વાંચી બતાવી રાજ્યમાં વિદ્યાવિલાસે મુખ્ય મંત્રીપદ પ્રાપ્ત કર્યું. વિદ્યાવિલાસની પત્નીનું પારખું કરવા રાજા તિશત્રુ ભોજન નિમિત્તે એના ગૃહે આવે છે. પણ સોહગસુંદરીએ સમાન વેશભૂષાવાળી અન્ય સુંદરીઓનો યુક્તિ-પ્રપંચ રચી રાજાના આ કાર્યને નિષ્ફળ બનાવ્યું. આ પછી સોહગસુંદરીનું પારખું કરવા રાજાએ પોતાને આવેલ સ્વપ્ન વિશે કૃત્રિમ વાત દ્વારા નગર બહાર આવેલ દેવી સમક્ષ વિદ્યાવિલાસ અને સોહગસુંદરી નૃત્ય કરે એવો પ્રપંચ કર્યો. નૃત્યસમારંભના સમયે સોહગસુંદરીને વિદ્યાવિલાસની સાચી ઓળખ સાંપડે છે. નૃત્યસ્થાનેથી પોતાના ગૃહે પાછાં ફરતાં માર્ગમાં સોહગસુંદરીએ નૃત્યસમયે પોતાની અંગુલિમાંથી સરી પડેલ મુદ્રિકા પાછી લેવા વિદ્યાવિલાસને પાછો મોકલ્યો. મુદ્રિકા લઈને ગરનાળામાર્ગે નગરપ્રવેશ કરતાં સપડંખથી વિદ્યાવિલાસ બેભાન બની જાય છે. પોતાના ગૃહઆંગણા સમીપે બેભાન અવસ્થામાં પડેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy