SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાસુંદરકૃત “વિદ્યાવિલાસપવાડુ' : એક પરિચય | ૨૬૩ વિદ્યાવિલાસને કામલતા વેશ્યા પોતાના ગૃહે લઈ ગઈ. તે મણિપ્રભાવે સપડંખનું ઝેર દૂર કરી વિદ્યાવિલાસને ભાનમાં આણે છે. કામલતાએ આ ઉપકારના બદલામાં એને પોતાના ગૃહે જ રહેવા વચનબદ્ધ કર્યો. બાદમાં કામલતાએ વિદ્યાવિલાસને મંત્રયુક્ત દોરી બાંધી પોપટ બનાવી દીધો. તે વિદ્યાવિલાસને દિવસે દોરી બાંધી પોપટ બનાવતી અને રાત્રિએ દોરો છોડી મનુષ્ય બનાવી રાખતી. રાજા જિતશત્રુએ વિદ્યાવિલાસની શોધ કરી પણ તેને નિષ્ફળતા મળી. શુકસ્વરૂપ વિદ્યાવિલાસ પીંજરામાંથી છટકી જિતશત્રુ રાજાની કુંવરી સુરસુંદરી સમીપ આવ્યો અને પછી દોરી છોડી નાખતાં તે વિદ્યાવિલાસ રૂપે પ્રગટ થયો. સુરસુંદરીનો આગ્રહ છતાં વચનબદ્ધ વિદ્યાવિલાસ ત્યાં ન રોકાતાં વેશ્યાગૃહે પાછો ફર્યો. રાજકુમારી સુરસુંદરીના પ્રયાસથી રાજા જિતશત્રુના વચનથી કામલતા વેશ્યાગૃહેથી વિદ્યાવિલાસની મુક્તિ થાય છે. વિદ્યાવિલાસનાં સુરસુંદરી અને સોહંગસુંદરી સાથે લગ્ન થાય છે. પછી પિતાના નગરના રાજા જગનીકનો સંહાર કરી વિદ્યાવિલાસ ઉજજૈન નગરીનું રાજ્ય પ્રાપ્ત કરે છે. માતાપિતા તથા ભાઈઓ સાથે એનું મિલન થાય છે. નગરમાં મુનિ રત્નાકર પધારતાં રાજા વિદ્યાવિલાસ તેમના દર્શને જાય છે. પોતાના પૂર્વ ભવનું કથન સાંભળી. રાજા દ્વારા પૃચ્છા થતાં મુનિએ જણાવ્યું કે તે આવતી ચોવીસીમાં ચારિત્ર ગ્રહણ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિ મેળવશે. આ પછી ધન-તપ તથા સુગુરુની ભક્તિ કરી આયુષ્ય પૂર્ણ થતાં વિદ્યાવિલાસ દેવલોકને પામ્યો. - કાવ્યને અંતે કવિ પોતાનો પરિચય જિનવધનસૂરિના શિષ્ય તરીકે આપી કાવ્ય સમાપ્ત કરે છે. કાવ્યના પ્રારંભમાં ‘ગૌતમ ગણહરને ‘પાયે નમી' અને સરસ્વતીને હૈયે ધરી -- યાદ કરી કવિ ‘વિદ્યાવિલાસ નરવરનું ચરિત્ર સંક્ષેપમાં વર્ણવવાનો ઉપક્રમ કરે છે. પછી કવિ પુણયનો મહિમા ગાઈ ઉજ્જૈન નગરીનું અલંકારમંડિત વર્ણન કરે છે : ઊજેણિ નગરી સુપ્રસિદ્ધિ વાસિ વસઈ જિહાં અવિચલ રિદ્ધિ. ૫ ગઢ મઢ મંદિર પોલિ પગાર, વાવિ સરોવર કૂપ અપાર, વાડી દીસઈ બહુ ફલ ફલી, લોક તણઈ મનિ પૂજઇ રલી. ૬ આ પછી કવિ ઉજ્જૈનનગરીના રાજા જગનીકનું માત્ર બે પંક્તિમાં રવાનુકારી શબ્દોથી સુંદર સુરેખ ચિત્ર દોરે છે તે લક્ષપાત્ર છેઃ રાજ કરઈ રાજા જગનીક, સચરાચરિ વરતઈ જસ નીક. ૧૩ અરિદલ ભંજઈ નિજ ભૂપ્રાણિ, ખૂટ ખરડ સિઉ કરઇ વિના, દુત્રિ સહસ મયગલ મયમાં, લક્ષ હોઈ હયવર સુજુત્ત. ૧૪ શેઠ ધનાવહે પોતાના પુત્રની કરેલ પરીક્ષા અને ધનસાગરના ગૃહત્યાગના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy