________________
૨૬૪ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
પ્રસંગને કવિ શીઘ્રતાથી સંક્ષેપમાં વર્ણવી જાય છે, તે કવિની કથનકલાની નિપુણતા દર્શાવે છે.
ગૃહત્યાગ કરી નીકળેલ ધનસાગર વણજારા સાથે સિરિપુર આવે છે, તેની વનરાઈનું વર્ણન આમ તો પરંપરાયુક્ત છતાં શબ્દપસંદગીને કારણે રમ્ય બન્યું છે ?
સફલ ફલી નિરખઈ વણરાઈ, જોતાં નયણ અનેથિ ન જાઈ, કોકિલ નાદિ સરસ સહુકાર, વનિવનિ મધુકરના ઝણકાર. ૩૯ સાગ નાગ પુત્રાગ લિવંગ, પાડલ પારિજાત નારંગ, જાંબૂ કેલિ ફણસિ કદંબ, લીંબૂ ફોગ ફોફિલ બહુ અંબ.૪૦ અગર તગર ચંદન (ત) ચનાર, નાગરવેલિ સદલ દલસાર,
કિસિમિસિ દ્રાખ તણાં માંડવા, જાણે અમીય તણા રસલવા. ૪૧ નિશાળમાં ભણતી સોહગસુંદરીની યૌવનશ્રીનું વર્ણન તાજગીભર્યું છે :
સુરસુંદરી નરવર કૂયરી, ભણઈ તિહાં સોહગસુંદરી. ૬૫ સવે સલક્ષણ મોહણવેલિ, હંસ હરાવઈ નિજ ગતિ ગેલિ, સોવન-વાનિ સુકોમલ અંગ, મુખ પૂનિમ સસિ અધર સુરંગ. ૬૬ નયણ રયણ ઝબકંતિ રસાલ, કર અશોક પલ્લવ સુકુમાલ,
પીન પયોધર ઉરિ ઉલ્લસઈ, સરવરકમલિ હુઇ જિસઇ. ૬૭ સોહગસુંદરી અને પ્રધાનપુત્ર વચ્ચે થયેલ સંવાદ એની નાટયાત્મક ઉક્તિને કારણે નોંધપાત્ર છે :
તું પુત્રી જિનવર તણી, વાણિપુત્ર હું દેવિ, જોડાવાડી કિમ મિલઇ, હંસ નઈ બગ બવિ. ૭૪ માયતાય દીધા પખઈ, કિમ પરણેવી જાઇ,
જઈ પરણું તું, અમ્લ તણું કુલ સંહારઈ રાય. ૭૫ આમાં પ્રધાનપુત્રની ભીરુતા છતી થાય છે.
સેહગસુંદરીએ જો પ્રધાનપુત્ર પરણવા માટે ઈન્કાર કરશે તો પોતે અગ્નિસ્નાન કરી આત્મવિલોપન કરશે એમ જણાવતાં વિષમ પરિસ્થિતિમાં આવી. પડેલા પ્રધાનપુત્રની સ્થિતિ કવિએ એક દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટરેખ ઉપસાવી છે :
જઈ પરણું તુ રાજા નડઈ, નહીં કહું તુંઝ હત્યા ચડઇ,
આગલિ દોતડી પાછલિ વાઘ, કુમર તણાઈ મનિ વસિઉ વિદાઘ ૭૮ વિનયચટ્ટ અને સોહગસુંદરી નાસી જાય છે ત્યારે માર્ગમાં સોહગસુંદરી સમસ્યા પૂછે છે. કવિએ રજૂ કરેલ સમસ્યા મધ્યકાલીન લોકકથા-પરંપરાને જાળવનારી છે.
માર્ગે આગળ વધતાં રાત્રિનો અંધકાર દૂર થતાં પ્રભાતના ઉજાશમાં પોતાના ભરથાર તરીકે “મૂખચટ્ટ'ને નીરખીને કારમો આઘાત અનુભવતી સોહગસુંદરીનું ચિત્ર નાટ્યાત્મક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org