________________
આજ્ઞાસુંદરકૃત “વિદ્યાવિલાસપવાડુ' : એક પરિચય ૨૫
હો હો કરતી પડીય કુમારિ, જાણે કરિસા ગ્રહીયા મારી, નીસાસ મૂકઈ વિકરાલ, હૈ હૈ દૈવ હણી તઈ બાલ. ૧૦૮ ભાગુ રંગ હૌઉ વિખવાદ, દૈવિ ઊતારિઉ કુમરીનાદ,
થોડઈ નીરિ માછિ ટલવલઈ, તિમ કુમરી ધરણી ખરવલ. ૧૦૯ આ કુંવરીની મનઃસ્થિતિનું વર્ણન કવિ ઉપમાઉàક્ષા દ્વારા સ્પષ્ટરેખ કરે છે.
વિદ્યાવિલાસ નિજ વિદ્યાબળે રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે નિમાઈ રાજા વગેરે પાસેથી બહુમાન મેળવે છે. આ અંગે સખી સોહંગસુંદરીને કહે છે ત્યારે તે જે ઉત્તર આપે છે તે એની ચોટદાર ઉક્તિ માટે લક્ષપાત્ર છે :
તવ બોલી સોહગસુંદરી, તાસ વયણ નવિ કાનિ ધરઈ. એહનું જાણું ટૂં પરિમાણ, એ મુરખનું મ કરિ વખાણ. ૧૩૪ પરમારથ નવિ જાણઈ લોક, અજાણતા બોલઈ ફોક, એહનુ નગર માહિ જસવાઉ, તુ મઝ લાછિ તણુ સપસાઉ. ૧૩૫ ધનનઈ સહુઈ આદર કરઇ, જીજી કરતા પય અણુસર, જેહનઈ લાભઇ પરિઘલ છાસિ, તેહ ઘરિ આવઈ કતી દાસિ. ૧૩૬ ધનિ મન ચીંત્યા સીઝઈ કાજ. ધન સપસાઈ વરતઈ રાજ,
તેહ જિ પંડિત તે ગુણવંત, તે સુકલીણા જે ધનવંત. ૧૩૭ ધનનો આ મહિમા આજના સંદર્ભમાં પણ વિલોકવા જેવો છે.
વિદ્યાવિલાસને ત્યાં રાજા જિતશત્રુ જમવા આવે છે, તે પ્રસંગનું અને ભોજનવાનગીનું વર્ણન નોંધપાત્ર છે :
એક અભાષણ આપઈ રાઈ, એક વીંજણે તિહાં વીંજઈ વાય, બઇસણિ ચાઉરિ ત િસંચાઈ, સોવનથાલ, આણિ એક ધરઇ. ૧૫૧ પહિલું ફલહુલી મેલ્હી ધણી, તવ મનસા હુઇ જમવા તણી, તીખાં ખાટાં મધુરાં ઘણાં, સુપરિ પરીસિયાં તુ સાલણાં. ૧૫૨ ખાજાં તાજાં ઘી-સિકં તલિ, વારૂ ખાંડ અધોઅધિ મિલ્યાં,
લાડૂ ગાડૂનઈ અનુમાનિ, તે પણિ મેલ્ડીયા હિવ વાનોવાનિ ૧૫૩ વિદ્યાવિલાસના સુરસુંદરી સાથેના વિવાહ-પ્રસંગમાં તત્કાલીન લગ્નપ્રસંગના રીતરિવાજનું શબ્દચિત્ર જોવા મળે છે. આ પરંપરા હજી પણ ગુજરાતમાં જળવાયેલી છે.
જોસીય રાઈ તેડાવી એ, વિવાહ લગનિ ગિણાવીઉ એ. કુકમપત્રીય ચિહું દિસિહિ, નરવર મોકલવઈ હસિ મિસિહિ. ૨૪૮ મંડપ સુપરિ બંધાવ્યા એ, સવિ સજણ મેલાવી એ.. ભોજન ભગતિ નવીનવી એ, નીત કીજ ગુણીયણ ગરવી એ. ૨૪૯
ગાઈઇ ગીત રસાલ એ, મધુરિઈ સરિ અબલા બાલ એ.
લુણ ઉતારવાનો કે સાસુ વરરાજાને પોંખે છે તે પ્રસંગ રૂઢ જ છે : Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org