________________
૩૦૬ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ધન્યતા પ્રાપ્ત કરીએ.
આ રીતે સંવાદ-ઉદ્બોધનની રીતિ કૃતિમાં નાટ્યાત્મક છટા પ્રગટ કરે છે.
કેટલાંક સ્તવનોમાં પ્રેમભક્તિનો મનોભાવ પ્રગટ થયો છે અને એ ભાવમાં તીર્થંકરસ્વામીને વંદના થઈ છે. જેમકે, “સૂર,ભજિન સ્તવન.' અહીં પ્રભુ કવિને મન રસિયો સાજન છે.
તું તઉ હારી જીવન પ્રાણ હો રસિયા,
તું તઉ હારા હોયડાની હા હો રસિયા. તીર્થંકરસ્વામી સાથે પોતાનો ભક્ત-ભગવાનથી વિશેષ જુદો સંબંધ છે. જૈનેતર સાહિત્યની પ્રેમલક્ષણાભક્તિનું સ્મરણ કરાવે એવી આ સ્તવનરચના છે.
વિશાલજિન સ્તવન', “ચંદ્રબાહુજિન સ્તવનઅને “ભુજંગજિન સ્તવન'માં પ્રભુ સાથે કવિએ “સાહિબ-સેવકનો નાતો બાંધીને એ તીર્થંકરદેવને વંદના કરી છે.
હું સેવક પ્રભુ તુમ તણકે,
તું માહરઉ સાહિબ સુખવાસ. તીર્થંકરસ્વામીના રૂપ એટલેકે તેમના રંગ, દેહપ્રમાણ વગેરે વિશે માહિતી આપીને અને તેમના વિશેષ ગુણની પ્રશસ્તિ કરીને વંદના કરવાની એક પરંપરાગત રીતિ છે, પરંતુ કવિ જિનહર્ષે જે-તે તીર્થંકરના રૂપ વિશે આ કૃતિમાં સીધી માહિતી જ માત્ર આપી નથી. હા, એ આવે છે ખરી પણ અનુષંગે આવે છે. જેમકે, ઈશ્વરપ્રભજિન સ્તવન’, ‘બાહુજિન સ્તવન'. આ સ્તવનોમાં તીર્થંકરના ગુણોની પ્રશસ્તિ કરવા, એમની વિશેષતા સિદ્ધ કરવા માટે જ કવિએ તેમને રૂપ વિશે માહિતી આપી છે. નોંધપાત્ર તો એ છે કે દેહપ્રમાણ તો કોઈ સ્તવનમાં નોંધાયું નથી. જુઓ “ઈશ્વરપ્રભજિન સ્ત.'માં –
પ્રભુની કાયા રે કંચણ સારિખી રે એતઉ ઝલકઈ તેજ અપાર. ‘બાહુજિન સ્તવન'માં –
નિરમલ કાયા જેહની, ક્ષીરવરણ લોહી નઈ મંસ રે માઈ.
સાસ ઊસાસ સુગંધતા, જાણે કમલકુસુમ અવતંસ રે માઈ. ‘વીશી'નું “ઈશ્વરપ્રભજિન સ્તવન’ પણ લાક્ષણિક છે. અહીં કવિએ કેવળજ્ઞાનથી દીપતા ઈશ્વરપ્રભ તીર્થંકર સ્વામીને વંદના કરી છે. ઈશ્વર' નામથી કોઈ ભોળવાઈને ઈશ્વર' એટલે “શંકર' એવો અર્થ કરવા ન પ્રેરાય તેથી પહેલાં કવિ ભગવાન શંકરના ગુણવિશેષ પ્રગટ કરે છે કે ઈશ્વર એટલે પાર્વતીના ઘલા. અંગે ભસ્મ ચોળનારા, વૃષભ પર સવાર થનાર, ભાંગ ધતૂરા સાથે પ્રીતિ રાખનારા વગેરે. પણ હું એ ઈશ્વરની વાત કરતો નથી. અને પછી કહે છે, જે નિર્મોહી અને નિષ્કલંક છે એને તમે ઈશ્વર' માનજો. - કૃતિને અંતે કલશમાં કવિએ મા સરસ્વતીને વંદના કરી છે એ પણ આ રચનાની નોંધપાત્ર લાક્ષણિકતા છે.. મા સરસ્વતીના કૃપાપ્રસાદથી જ પોતે વીસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org