SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સમકિત તંત્રી, સુમતિ સુમનસમાલ – શબ્દો કુલ મળીને એક પ્રકારના શમનો બોધ કરે છે, જે અન્તરસનો અનુભવ છે એમ કહેવાય. પછીનાં ત્રણ સ્તબકોમાં અનુક્રમે સ્થાયી, સાત્ત્વિક અને સંચારીનું નિરૂપણ છે, જે જે-તે માસની પ્રકૃતિની ભૂમિકા સહ આવે છે. તેમાં કામની દશ અવસ્થાઓનો ઉલ્લેખ પણ આવે છે. તેરમી કડીમાં કાવ્યનો સમારોપ છે. ધર્મબોધના ઉદ્દેશથી લખાવા છતાં કવિ એકદમ સીધા ઉપદેશકથનમાં સરી પડ્યા નથી. સ્થૂલિભદ્રનો વ્રતભંગ થતો નથી એવો નિર્દેશ કાવ્યમાં છે, અને અંતે શાન્તરસનો બોધ ધર્મકવિના લક્ષ્યનો સંકેત તો કરે છે. આમ જોઈએ તો કોઈ એક માસ સાથે કોઈ એક અમુક જ રસ જોડાય એવી વાત અનિવાર્ય નથી. પણ કવિ વિનયચંદ્ર એ જોડવા માટેનું કોઈ ને કોઈ કવિકારણ યોજી કાઢે છે. પણ કવિના એ તર્ક બાળપૂર્વક યોજાયા છે એવું લાગે કેમકે નિરૂપિતા સામગ્રી જે-તે રસની બોધક વાસ્તવિક રીતે નથી. અહીં કોઈ કહે કે કોશાની ઉક્તિમાં નવ રસનું નિરૂપણ કેટલું સ્વાભાવિક ગણાય, તો તેનો તો ઉત્તર આપી શકાય કે કોશા તો ગણિકા છે અને બધી કળાઓમાં (કામકળા ઉપરાંતની) નિપુણ હોય જ. રસશાસ્ત્રની એને જાણકારી ન હોય એવું હોય ? પણ ખરો પ્રશ્ન તો નવ રસના નિરૂપણમાં એ છે કે આ બધા રસો આ કાવ્યમાં તો વિરહ શૃંગારનો બોધ અધિક કરાવે છે. એટલે આ બારમાસા શાન્તમાં પરિણમવા છતાં વિયોગશૃંગારના કાવ્ય તરીકે ઊપસી રહે છે, ધર્મબોધની કોરને જ એ અડકે છે. કદાચ ધર્મકવિતાની આ વિશેષતા અને મર્યાદા છે. આવાં કાવ્યોમાં સાધુ કવિનો દ્વિધાભાવ તપાસનો એક રસપ્રદ વિષય બની શકે. પાદટીપ ૧. વિનયચંદ્ર-કૃતિ-કુસુમાંજલિ, સંપા. ભંવરચંદ નાહટા, બિકાનેર, પૃ. ૮૦-૮૪ ૨. બારમાસા ઇન ઇન્ડિયન લિટરેચર્સ, સાત વૉદવિલ, દિલ્હી, ૧૯૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy