SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય એટલે કથારસની જોડાજોડ – અને એથી વિશેષ પણ – આ ગદ્ય અભિભૂત કરે એવું છે. કથામાંડણીમાં આરંભે જે વિથંભ છે તે અંત નજીક આવતાં રહેતો નથી. પહેલા આખા ઉલ્લાસમાં કેવી નિરાંતથી પૈઠણપુર અને અયોધ્યાનાં વર્ણન છે ને છેલ્લે પૃથ્વીચન્દ્રનું પાણિગ્રહણ, પૈઠણપુરગમન, મહીધરપ્રાપ્તિ, એનું મોટા થવું, પરણવું. રાજ્યધુરા ધારણ કરવી ને રાજારાણીનું દીક્ષા ગ્રહણ - બધું ઝડપથી આટોપાય છે. હા, પૂર્વભાગ કથા-પ્રસંગસભર છે, છેલ્લે છેલ્લે બોધસભરતા વધતી જાય છે. એક તંતુએ શ્રોતાને (વાચકને) જકડી રાખતું કોઈ તત્ત્વ હોય તો તે છે કતની ભાષા. આ જ કથામાં (પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ સંપા. જિનવિજયજી, પ્રકા. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, સં.૧૯૮૬, પૃ.૧૩૩) પ્રથમ ઉલ્લાસમાં ૭૨ કળા ને ૬૪ વિજ્ઞાનને ગણાવતા એક વિજ્ઞાન તરીકે કથાકારે “કથાકથન'ને ગણાવ્યું છે, અને ચતુર્થ ઉલ્લાસમાં (૪,૧૫૦) “મુનીશ્વર ધર્મકથા કહઈ" એમ આવે છે. એ પ્રાચીન કાળથી કથાકથનને અપાતા મહત્ત્વનો પુરાવો છે. જૈન સાધુઓ ‘વાચક' એટલે ઉપદેશક કહેવાય. એટલે ધર્મોપદેશાર્થે કથાપ્રયોજનપ્રાવીણ્ય એમને માટે ધર્મકાર્ય વળી એ માટે ચાતુર્માસનો ગાળો પણ મળે. આ પણ એવી એકપ્રયોજનલક્ષી કથા છે એ તો આરંભે જ સ્પષ્ટ થઈ જાય છે. કથા કહેવાઈ છે ગદ્યમાં. એ ગદ્ય બે પ્રકારનું છે : વર્ણકો કે બોલીબદ્ધ ગદ્ય અને વર્ણવેતર કથનનું ગદ્ય. વર્ણકો અહીં એટલાં બધાં છે કે એની વાત પહેલાં કરી લઈએ. ડૉ. સાંડેસરા તો આ કૃતિને જ “એક નાનકડી કથાની આસપાસ ગૂંથાયેલો વર્ણકસંગ્રહ” કહે છે. (ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ ૧, ગુ.સા.પરિષદ પ્રકાશન, અમદાવાદ, ૧૯૭૩ પૃ.૨૯૯) સમગ્ર કથામાંથી સહેજે એકત્રીસ જેટલાં વર્ણકો તારવી શકાય છે. પ્રથમોલ્લાસમાં પૃથ્વી પરનાં દ્વીપો ને સમુદ્રો, ક્ષેત્ર-નદી-પર્વતો, ૮૪ ચૌટાં, નગરરત્નો, રાજ્યસભાના સભ્યો. ૭૨ કલાઓ, ૬૪ વિજ્ઞાન દ્વિતીયમાં બ્રાહ્મણો ને તેમનાં ૧૮ પુરાણો તથા ૧૮ સ્મૃતિ, વાજિંત્રો, વસ્ત્રો, હાથી-ઘોડા, અટવિમાંનાં વૃક્ષો-પશુઓના અવાજો, ૩૬ દડાયુધ: તૃતીયમાં શું-શું ચંચલ છે તે પૂર્ણ કોને કહેવાય તે, વિરોધી વસ્તુઓ (કોનાકોના વચ્ચે અંતર છે તે), શેના વિના મુક્તિ નથી મળતી તે, શું-શું શ્રેષ્ઠ છે તે. કન્યાનાં આભરણો: ચતુર્થમાં ૮૮ ગ્રહો, મંડપની ઉજ્જડતાની ઉપમાવલી. ૧૪ સ્વપ્નો ને પંચમમાં પ૬ દિકુમારિકા, ૧૭ પૂજાવિધાનો, ૪૯ વાજિંત્રો (પ્રાકૃતમાં). ઉચ્ચ-નીચ કુળો-વંશો, જ્ઞાતિઓ, કુભાય-સુભાય-લક્ષણો, શું-શું શેના-શેનાથી શોભે તે, શું-શું કરવા કોણ કોણ શક્તિમાન છે તે. આ સામગ્રી બે વાતની સૂચક છે : માણિક્યસુંદરસૂરિ કથાકથનની રૂઢ રીતિથી માત્ર માહિતગાર જ નહીં, એ સામગ્રી એમને એટલી હાથવગી છે કે પોતાની કથામાં જ્યાં જ્યારે જેની જરૂર લાગે તે તરત ત્યાં મૂકી દે છે, અને બીજી વાત, આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy