________________
શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ D ૧૭૭
ઉપલબ્ધ થાય છે. તે ઉપરાંત રોજબરોજના જીવનની અનેક બાબતોને વિસ્તારથી અને રસમય રીતે કવિ આલેખે છે. શુભ અને અશુભ સ્વપ્ન, સ્વપ્નમાં જોયેલી વસ્તુઓને આધારે ફળનિર્દેશ, સ્વપ્ન જોયાના સમયને આધારે ફળપ્રાપ્તિનો સમય, સાચો દાતા, ધનનું માહાભ્ય, નામ પ્રમાણે ગુણ ન હોવા વિશે, પુરુષ અને સ્ત્રીનાં બત્રીસ લક્ષણો, પદ્મિણી, હસ્તિની, ચિત્રણી અને શંખિણી સ્ત્રીઓના આચારવિચાર, ઉત્તમ અશ્વ અને તલવારનાં લક્ષણો, શુક્ન-અપશુકનો, કર્મફળ વિશે વિચારતાં સીતા, મલ્લિનાથ, શિવકુમાર, સુલસ શ્રાવક, અર્જુનમાલી, પરદેશી રાય, શ્રેણિક, નંદન મણિયાર આદિ અનેક મહાન સ્ત્રીઓ તથા પુરુષોને ભોગવવાં પડેલાં દુઃખો – એમ અનેક બાબતોને કવિએ પૂરી ચોકસાઈથી અને સંપૂર્ણ રીતે વર્ણવી છે. તેલમર્દન અને દાતણવિધિથી માંડીને સાંસારિક જીવનના વિવિધ પ્રશ્નો, રાજ કેમ ચલાવવું, ધાર્મિક આચારવિચાર, આદર્શ રાજા, પ્રધાન અને વણિકના ગુણો, રજપૂતોની છત્રીસ જાતનાં લક્ષણો, આજીવિકાનાં સાધનો લેખે વ્યાપાર, વિદ્યા, ખેતી, પશુપાલન, વિજ્ઞાન, નોકરી અને ભિક્ષા વિશેનાં દૃષ્ટાંત સહિતનાં કવિતોમાં ઋષભદાસનું પાંડિત્ય પ્રગટ થાય છે.
વર્યવિષયની યાદીઓ ક્યારેક પરંપરાગત બની જતી હોવા છતાં રૂઢ પણ તાજગીવાળાં વર્ણનોમાં પ્રમાણવિવેક જળવાયો છે. માનવહૃદયની ભીતરનાં ભાવસંવેદનો જ્યાં ઝિલાયાં છે ત્યાં હૃદ્ય કાવ્યખંડો મળી આવે છે. સંસારના ખરા જાણકાર કવિએ લોકવ્યવહારમાંથી વીણેલાં ઉપમા, રૂપક અને દૃષ્ટાંતોને કારણે આ નિરૂપણો વેધક બન્યાં છે. આવાં વર્ણનોથી કથાતંતુ ક્યારેક લંબાતો લાગે છે પણ રસ ખંડિત થતો નથી. હાસ્ય-કટાક્ષ-મર્મયુક્ત ઉપમાઓ અને દૂતોથી કવિ પોતાના કથયિતવ્યનું સચોટ પ્રતિપાદન કરે છે. ભારતના સૈન્યને આવતું જોઈને પ્લેચ્છો વિચારે છે કે આવા કાયરના સૈન્યને પરાભવ આપવો એ તો રમતવાત છે. તેમના આ મનોભાવને પ્રગટ કરવા કવિ કેવાં ઉત્તમ દૃષ્ટાંતો યોજે છે તે જોઈએ :
જ્યારે કોપ કરે જ કુઠાર, કેળ કાપતાં કહી વાર ! કમળ ઉપર કોપ્યો કરિ, ઉખેળતાં ક્ષણ લાગે જ ખરી ? સિંહને મૃગ હણતાં શી વાર ? રવિ ક્ષણમાં ટાળે અંધાર,
આતૂર થિર કેં પેરે થાય. પ્રચંડ કોપ્યો જ્યારે વાય ! વાણીનું બળ – કાવ્યનો ઓજસગુણ પણ નોંધપાત્ર બને છે. રણમાં વીંઝાતી તલવારો અને વરસતાં બાણોનું સ્પષ્ટ શબ્દચિત્ર કવિ એક જ પંક્તિમાં કુશળતાથી આલેખે છે :
તરવારો જિમ વીજળી, બાણ વરસે મેહ. સત્સંગનું ફળ કેવું ક્ષણિક હોય છે તે દર્શાવવા કવિ કહે છે :
એક નર જગમાં લોઢા સરીખા, અગ્નિ મળે તવ રાતું જી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org