SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય અગ્નિ ગયે કાળાનું કાળું, રક્તપણું તલ જાતું જી, ગુરુ-સંયોગ મળ્યો નર જ્યારે, ધર્મ મતિ હુઈ ત્યારે જી, જવ ગુરથી તે અળગો ઊઠ્યો, તવ તે પાપ સંભારે જી. કુમારપાલ રાસ'ના પ્રથમ ખંડમાં આવતું આંબાના વૃક્ષનું વર્ણન પણ મનોહારી છે. માનવહૃદયની ઊર્મિઓને તાદૃશ રીતે આલેખીને પણ કવિ રસજમાવટ કરી શકે છે. નેમિનાથજીનું સ્તવન'માં પશુઓના ચિત્કાર સાંભળીને નેમિનાથ લગ્નમંડપમાંથી પાછા ફરી જાય છે ત્યારે રાજિમતીના હૃદયની વેદનાનું કરેલું નિરૂપણ મર્મસ્પર્શી બન્યું છે. રાજિમતી પતિવિરહનું કારમું દુઃખ આવી પડવાના કારણ રૂપે જ્યારે પોતાના જ દોષ આગળ કરીને આક્રંદ કરી ઊઠે છે ત્યારે કરુણરસ વિશેષ ઘેરો. બને છે : હીયડે ચિંતે રાજુલ નારી, કીશાં કરમ કીધાં કિરતાર, કે મેં જલમાં નાખ્યા જાલ, કે મેં માય વિછોડ્યાં બાલ, કે મેં સતીને ચડાવ્યાં આલ, કે મેં ભાખી બિરૂઈ ગાલ, કે મેં વન દાવાનલ દીયા, કે મેં પરધન વંચી લીયા ! કે મેં શીલખંડના કરી, તો મુજને નેમે પરહરી ! ભરતરાજા દીક્ષા લે છે ત્યારે તેની રાણીઓ વિલાપ કરે છે, ત્યાં પણ આવા જ મમવિદારક કરુણનું આલેખન છે : નારી વનની રે વેલડી, જલ વિણ તેહ સુકાય રે. તુમો જળ સરીખારે નાથજી, જાતાં વેલડી કરમાય રે, જળ વિના ન રહે માછલી, સૂકે પોયણપાન રે. તુમ વિણ વિણસેં રે યૌવનું. કંઠ વિના જિમ ગાન રે, ઈમ વળવળતી રે પ્રેમદા, આંસુડાં લુહે તે હાથ રે. તુમ વિણ વાસર કિમ જશે, તુમ વિણ દોહિલી રાત રે. આગળ વધતાં કવિ કહે છે : પોપટ ઝૂરે રે પાંજરે, વનમાં ઝૂરે તે મોર રે, ખાણ ન ખાય રે વૃષભો વારી, ગવરી કરે બહુ સોર રે. ભરતરાજાની વિદાયથી તેમના પ્રત્યેક અંતેવાસી પણ આવી જ હૃદયવિદારક વેદનાની અનુભૂતિ કરે છે. કવિની ભાષા સરળ પણ રસાત્મક છે. લાંબાં વર્ણનોની જેમ ઉક્તિનું લાઘવા અને બળ પણ કવિની સિદ્ધિરૂપ બન્યાં છે. જૂજ શબ્દોમાં પોતાના કથયિતવ્યને સચોટ રીતે આલેખતી પંક્તિઓ પણ નોંધપાત્ર છે. તેમાં લોકઅનુભવ અને માનવમનની ભીતરની સૃષ્ટિ ઝિલાઈ છે, જેમકે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy