________________
શ્રાવક કવિ ઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ D ૧૭૯
* કુવચન દીધાં ન ફાલઇ, સાલઈ હઈડા માંહિ * માનસરોવર ઝીલીઓ, કાગ ન થાઈ હંસ.
શામળનું સ્મરણ કરાવતી આવી અનેક પંક્તિઓ ઋષભદાસનાં કાવ્યોમાંથી મળે છે. જનજીવનના બહોળા અભ્યાસ અને સૂક્ષ્મ નિરીક્ષણોને આધારે તારવેલા સત્યને ક્યારેક સુભાષિત રૂપે નિરૂપ્યું છે ? * સરિખા દિન સરિખા વલી, નોહઈ સુર, નર, ઈદ્ર,
જીહાં સંપદ તિહાં આપદા, ચઢત પડત રવિ ચંદ. * દૂધે સીંચ્યો લીમડો, તોહે ન મીઠો થાય,
અહિનઈ અમૃત પાઈઈ, તો સહી વિષ નવી જાય. * સાયર સંદેશો મોકલે, ચંદા ! પુત્ર જુહાર !
ચઢ્યો કલંક ન ઊતરે, તુઝ પણ, મુઝ ખાર. તો કેટલીક બોધક પંક્તિઓ પણ મળે છે ?
પીપલ તણું જિમ પાન, ચંચલ જિમ ગજ-કાન,
ધન-યૌવન-કાયા અસી. મ કરો મન અભિમાન. આ પ્રકારની પંક્તિઓ વેધક અને સૂત્રાત્મક બની છે.
કવિએ હાસ્ય, વીર અને કરુણરસના આલેખનમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. પરંતુ લગ્નની વિધિ દ્વારા જ વીતરાગને ઉદ્દબોધનાર આ કવિનું લક્ષ્ય ભક્તિબોધક શાંત ઉપશમના નિરૂપણનું જ છે. આ દૃષ્ટિએ જોઈએ તો સિદ્ધરાજના મૃત્યુપ્રસંગને વર્ણવતું ગીત કવિની ઉત્તમ કાવ્યકૃતિ છે. કરુણરસના નિરૂપણમાં દેખાતું કવિનું કાવ્યકૌશલ, મૃત્યુની સાથે જ જીવનની ક્ષણભંગુરતાનું પ્રગટ થતું ગૂઢ રહસ્ય અને અત્યંત કાવ્યાત્મક રીતે અંતમાં પ્રગટતા શાંત ઉપશમના ભાવને કારણે પ્રસ્તુત કાવ્ય ઋષભદાસની એક વિશિષ્ટ અને નોંધપાત્ર સર્જક કૃતિ બની રહે છે. આખું કાવ્ય હૃદયને આરપાર વધે તેવું છે. ચિતામાં ભડભડ બળતા જેસંગના દેહને અનુલક્ષીને કવિ કહે છે :
સોનાવરણી ચેહ બળે રે, રૂપાવરણી તે ધુહ રે.. કંકમવરણી રે દેહડી, અગનિ પરજાલીએ તેહ રે. જે નર ગંજી રે બોલતા, વાવતા મુખમાં પાન રે, તે નર અગનિ રે પોઢિઆ કાયા કાજલવાન રે. ચંપકવરણી રે દેહડી, કદલીકોમલ જાંઘ રે, તે નર સૂતા રે કાષ્ઠમાં, પડે ભડભડી ડાંગ રે. દેહવિડંબણ નર સૂણી, મ કરિસ તૃષ્ણા તું લાખ રે,
જેસંગ સરિખો રે રાજિઓ, બાલી કર્યો તિહાં રાખ રે.
જીવનની આવી ક્ષણભંગુરતાને જ અનુલક્ષીને કવિ ધર્મવિચાર અને રાગત્યાગનો બોધ વારંવાર આપે છે. હૃદયને તરત સ્પર્શી જાય તેવો એક સુંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org