SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ જયશેખરસૂરિરચિત ‘ત્રિભુવનદીપક પ્રબંધ’ ૨૪૫ ન હોઇ, ઘોર પાપ જિણિ વાવઇ, તિણિ કુલિ ઉદય ન જોઇ' જેવી ઉપદેશગર્ભ પંક્તિઓ કે કાવ્યાત્તે ‘સ્વામિ આપઇ આપ વિમાસિ, ઉઠ, શક્તિ આપણી પ્રકાશિ’ની પ્રેરકતા આ રચનાને રમણીય બનાવે છે. માત્રાબંધ અને લયબંધ બન્ને પ્રકારની છંદરચનામાં પણ કવિની પાકટ હથોટીનો અનુભવ થાય છે. ચઉપઇ, દૂહા, પદ્મડી, ચરણાકુલ, વસ્તુ, ધઉલ આદિ અપભ્રંશપ્રાપ્ત છંદો, ઉપજાતિ જેવો અક્ષરમેળ છંદ અને વચ્ચે મળતા પ્રાસાત્મક ગદ્ય બોલી ના ઉપયોગ દ્વારા છાંદિક અભિવ્યક્તિના વૈવિધ્યનો પણ આ રચનામાં અનુભવ થાય છે. આવા સુન્દર રૂપકકાવ્ય વિશે એકબે મુદ્દાઓ વિચારણીય જણાય છે. આવા તાત્ત્વજ્ઞાનિક રૂપકકાવ્યમાં પરમહંસ, ચેતના, વિવેક જેવાં ગુણાત્મક પાત્રો આવે એ તો સમજાય તેમ છે પણ ગુણાત્મક પાત્રોની સાથે પૌરાણિક, ઐતિહાસિક પાત્રોનો વિનિયોગ કેટલા અંશે ઉચિત લાગે તે પ્રશ્ન છે. ગુણાત્મક પાત્રોને રૂપક પાત્ર અને ઐતિહાસિક-પૌરાણિક પાત્રોને પ્રરૂપપાત્ર તરીકે ઓળખાવી શકાય. યશરાજકૃત મોહરાજપરાજય'માં હેમચન્દ્ર અને કુમારપાળ જેવાં ઐતિહાસિક પ્રરૂપ પાત્રો મળે છે. ગુણાત્મક રૂપકપાત્રો – ચેતના, વિવેક આદિ – તો સંપૂર્ણતયા કાલ્પનિક પાત્રો છે. શ્રોતાવર્ગ પણ આ સમજીને જ કાવ્યને માણતો હોય છે. પણ ત્રિ.દી.’માં મળતાં કૃષ્ણ અને શંકર જેવાં પાત્રોને અમુક રીતે વર્તતાં જોઈ વાચકપક્ષે કેવો અનુભવ થતો હશે ? કોઈ રસવિક્ષેપ થતો નહીં હોય ? પ્રજાદયમાં અમુક પૌરાણિક પાત્ર વિશે અમુક ચોક્કસ પ્રકારની છબી ઊભી થયેલી હોય છે. ટાગોરે કહેલું તેમ પુરાણપાત્ર કે દંતકથાપાત્ર ઇતિહાસપાત્ર કરતાંય, પ્રજાદયની દૃષ્ટિએ, સત્યતર હોય છે. સીતા કે રાણકદેવી જેવાં પાત્રો વિશે પ્રજાની ભાવનાત્મક છાપ હોય છે. આવા સર્વજનવિદિત ભાવનાસત્યને ઉલટાવી નાખવાથી રસભંગ થાય છે. પ્રેમાનંદનું રસાત્મક કથાકથન તે કાળના જનહૃદયને જીતી લેતું હશે, પણ કામાતુર નળની વિરૂપ ચેષ્ટાઓ, જસોદાની પ્રાકૃત ઉક્તિઓ, ‘અભિમન્યૂ આખ્યાન'ના કૃષ્ણનાં કાર્યો તત્કાલીન શ્રોતાઓ કેવી રીતે ઝીલતાં હશે ? આ પરિસ્થિતિને મધ્યકાલીન જનમાનસનું કે જે-તે વિમાનસનું પરિણામ ગણીશું ? મધ્યકાળે તુલસી પણ આપ્યા છે અને તુલસીએ રામ આપ્યા છે એ ભુલાવું ન જોઈએ. શ્રી. નગીનદાસ પારેખે પૌરાણિક પાત્રોની લોકોત્તરતા વિશેની પ્રેમાનંદની સમજ અને એના નિરૂપણ વિશે શંકા તો કરેલી છે જ. કવિ જયશેખરસૂરિ પૌરાણિક પાત્રોને કાંઈક હળવાશથી નિરૂપતા જણાય છે. કામદેવે એની વિજયયાત્રા દરમિયાન બ્રહ્મા, કૃષ્ણ, શંકરાદિને કામબળે નમાવ્યા. કવિને જગતમાં કામનું પ્રાબલ્ય નિરૂપવું છે. કવિનો આશય સ્પષ્ટ અને સ્વચ્છ છે. જયશેખર કામદેવ અને શંકરનો સંવાદ વિનોદી રીતે નિરૂપે છે. લોકભોગ્યતાના કવિના ઇરાદાની દૃષ્ટિએ આ ઉચિત છે. પણ શિવ કામના પ્રતાપે પાર્વતીના રૂપથી પરાજિત થઈ એમની સાથે પરણ્યા આવું નિરૂપણ વાચકના હૈયાને કેટલું ગોઠે એ પ્રશ્ન છે. શિવપાર્વતીનું લગ્ન એ ૭ Jain Education International = For Private & Personal Use Only – — www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy