SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કામવિજયનું નહીં, પાર્વતીના તપોવિજયનું પરિણામ છે. જયશેખરસૂરિએ તપપ્રભાવને નહીં પણ સૌન્દર્યપ્રભાવને મહત્ત્વ આપ્યું છે. ગંભીર તત્ત્વવિચારને રૂપકકથામાં નિરૂપવા માગતો કવિ આવો વૈચારિક વ્યુત્ક્રમ નિરૂપે એ ઉચિત જણાતું નથી. – તત્ત્વવિચારને રૂપકકારૂપે રજૂ કરવામાં કવિપક્ષે સજાગતા જરૂરી છે. તાત્ત્વિક વિચારધારાના અને કથાના આમ બે પ્રકાર ઔચિત્યને સાચવવામાં રૂપકવિ ક્યારેક ભૂલ કરી બેસે એ સમજાય એમ છે. જયશેખરસૂરિએ ચેતનાને પરમહંસ રાજાની રાણી ગણાવી ચેતના અને પરમહંસ વચ્ચે ભિન્નતા – ટૂંકતત્વનો સંકેત કર્યો છે. આ બે જુદી વ્યક્તિઓ હતી એમ અહીં સૂચિત થાય છે. પરમહંસ જીવાત્મા અને ચેતનાને ભિન્ન ગણવામાં તાત્ત્વિક ઔચિત્ય જળવાયું જણાતું નથી. ચૈતન્ય એ તો જીવસ્વભાવ જ છે. કથા પ્રયોજવા માટે તત્ત્વવિચાર અહીં સહેજ મરડાયો. એક-બે સ્થળે કથાતંતુઓ પણ ઉભડક રીતે વિકસતા જતા જણાય છે. કાવ્યના પ્રારંભમાં જ નિવૃત્તિ અને વિવેક માબેટઇ બિઇ લીધુ વિદેસ' અને મન-પ્રવૃત્તિ-માયાનો ત્રિકોણ આનંદ કરવા લાગ્યો ત્યાં તરત અચાનક કવિ લખે છે, ‘સીખ સંભારી ચેતના તણી, રુલિઉ રાઉ રોઇ ઇમ ભણી.' મનમાયાની વાતમાંથી કવિ અકસ્માત પરમહંસના વિલાપ ઉપર આવી જાય છે. પ્રસંગોના કાર્યકારણનું અનુસંધાન જળવાતું નથી. યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયા પછી વિવેકની કથા મળતી નથી. કિવ ઉભડક રીતે વિવેકવિજય પછી ચેતનાના પરમહંસ પ્રત્યેના ઉદ્ગારોને વર્ણવે છે. શ્રી કે. હ. ધ્રુવે ઉચિત નોંધ્યું છે તેમ “પરમહંસ અને ચેતનાના તાર હાથમાં લેતાં વિવેક અને અરિહંતરાયના તાર કવિના હાથમાં રમતારમતા સરી પડે છે." પ્રસંગોના કે ઉક્તિઓના આવા પૌર્વપર્વના અભાવનું એક સંભવિત કારણ એ હોઈ શકે કે મૂળ રચનાની હસ્તપ્રત ઉતારતાં કે હસ્તપ્રત ઉપ૨થી વાચના તૈયાર કરતાં અમુક લીટીઓ પડી ગઈ હોય. શ્રી ધ્રુવે “આ કાવ્યની પચાસેક કડી જે ઓછી જરૂરની કે ઓછી ફ્રુટ જણાઈ તે મૂકી દીધી છે” એમ નોંધ્યું જ છે. (આ રચનાની અદ્યાપિપ્રાપ્ત હસ્તપ્રતો મેળવી એની ઉપરથી કૃતિની અધિકૃત વાચના તૈયાર થાય તો – ત્યારે આ મુદ્દાનો ઉકેલ મળી શકે.) ૧૦ પોતાના કાવ્યઉપક્રમ પરત્વે જાગ્રત એવા કવિ જયશેખરસૂરિ માટે આવી ભલે એક-બે - મર્યાદાઓ નિવારી શકાય એમ હતું. સંસ્કૃત રચનાના આ ગુજરાતી નવઅવતારમાં મૂળ કૃતિનો તત્ત્વભાર અને વીગતઝીણવટનો લેશમાત્ર અનુભવ થતો નથી. દૃષ્ટાન્તમય પ્રાસાદિક ભાષામાં રૂપકકથા રસળતી ગતિએ આગળ વધતી જાય છે, પ્રસંગો રસમય રીતે નિરૂપાતા જાય છે, રૂપકનું પોત ઘટ્ટ અને રંગીન બનતું જાય છે. પાત્રોમાં વૈચારિક તત્ત્વોનો અધ્યારોપ અને એ પાત્રોના રસમય અને લોકભોગ્ય નિરૂપણથી આ પ્રયોગ સુફલ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy