SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન [ ૯ ભોજસાગરે સંસ્કૃતમાં દ્રવ્યાનુયોગતકણા' નામે ગ્રંથ રચ્યો છે. સર્જનનાં વિપુલતા-વૈવિધ્ય અને સાહિત્યકળાના કોઈ ને કોઈ ઉન્મેષથી ધ્યાન ખેંચી શકે તેવા યશોવિજય, લાવણ્યસમય, સમયસુંદર, જિનહર્ષ, ઋષભદાસ, ઉદયરત્ન, સહજસુંદર, ગુણવિનય, જયવંતસૂરિ, કવિબહાદુર' તરીકે ઓળખાયેલા દિપવિજય અને અનેક બીજા કવિઓને ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ રચવામાં યોગ્ય રીતે ઉપયોગમાં લેવાના બાકી છે. એ ત્યારે જ થઈ શકે, જ્યારે જૈન સાહિત્યનો વ્યાપકતાથી, ઊંડાણથી અને સૂઝથી અભ્યાસ થાય. જરૂર છે આવા અભ્યાસીઓની. જૈન સાહિત્યના વિષયો મધ્યકાળના જૈન સાહિત્યનો ઘણો મોટો ભાગ કથાત્મક કવિતાનો છે, જે રાસ’ ‘ચોપાઈ' આદિ વિવિધ નામોથી ઓળખાય છે. એમાં ચરિત્રકથાઓ છે, ઈતિહાસકથાઓ છે, પૌરાણિક-ધાર્મિક કથાઓ છે, લૌકિક કથાઓ છે અને રૂપકકથાઓ પણ છે. જૈન ગૂર્જર કવિઓએ જૈન કથાકોશ આપ્યો છે તેમાં ૪૦૦ જેટલી કથાઓનો સમાવેશ છે. ગુજરાતીમાં કદાચ આ બધી જ જૈન કથાઓ ઊતરી ન આવી હોય. પરંતુ બીજી બાજુ, જૈન કવિઓએ હિંદુ પરંપરાનાં રામાયણ, મહાભારત આદિનાં કથાવસ્તુઓને ઉપયોગમાં લીધાં છે. બૃહત્કથાની પરંપરાનાં અનેક લૌકિક કથાવસ્તુનો વિનિયોગ કર્યો છે, ક્વચિત કાવ્યસાહિત્યની સામગ્રીનો આશ્રય લીધો છે (જેમકે, ધર્મસમુદ્રનો ‘શકુંતલા રાસ'), ક્વચિત સમકાલીન સામાજિક પરિસ્થિતિમાંથી કથાવિષય ઉપાડ્યો છે (જેમકે, કન્યાવિક્રય અને વૃદ્ધલગ્નની અનિષ્ટતા બતાવતો ફકીરચંદનો “બુઢાનો રાસ) તો ક્વચિત રોજિંદા જીવનના પ્રસંગનું વિનોદાત્મક આલેખન પણ કર્યું છે (જેમકે, કહાનજીના “માંકણ રાસમાં પોતાને બીજાએ ચીમટી ભરી છે એમ માની પતિપત્ની ઝઘડી પડે છે પણ વસ્તુતઃ એ માંકડનો ચટકો હોય છે ને છેવટે માંકડ પાસે રાજાના સૈન્ય પણ હાર સ્વીકારવી પડે છે એવું કથાવસ્તુ નિરૂપાયું છે). ગુજરાતી જૈન સાહિત્યમાં વપરાયેલાં કથાવસ્તુની પ્રાથમિક યાદી જ ૨૫૦ની સંખ્યાએ પહોંચે છે, જૈન સાહિત્યની તપાસપૂર્વક યાદી થાય તો એ થોડી મોટી નીવડે એવો સંભવ છે. મધ્યકાલીન કથાવારસામાં જૈનોનું આ પ્રદાન ઘણું મોટું કહેવાય. રૂપકકથાઓ તો કશાક ધર્મવિચારને મૂર્તિમંત કરતી હોય. પણ અન્ય કથાઓને પણ જૈનોએ પોતાના ધાર્મિક સિદ્ધાંતના પ્રતિપાદન અર્થે યોજી હોય છે. દાન, શીલ, વૈરાગ્યભાવનાનો પુરસ્કાર અને કર્મફળના સિદ્ધાંતનું દિગ્દર્શન એ જૈન કથાઓમાં આવતા મુખ્ય વિચારવિષયો છે. આ ઉપરાંત નવકારમંત્ર કે સિદ્ધચક્રપૂજાનો મહિમા, અપરિગ્રહ વગેરે વિષયો પણ એમાં ગૂંથાતા હોય છે. જૈન સાહિત્યનો એક મોટો જથ્થો તે બાલાવબોધ. સ્તબક કે ટબાને નામે ઓળખાતી ગદ્યરચનાઓનો છે. આ રચનાઓ સંસ્કૃત, પ્રાકૃત કે ક્વચિત ગુજરાતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy