SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ [] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ભાષાના કોઈ મૂળ ગ્રંથના અનુવાદ, સમજૂતી કે શબ્દાર્થ આપે છે. બાલાવબોધોનો વિષયવિસ્તાર ખાસ ધ્યાન ખેંચે એવો છે. જૈન સૈદ્ધાન્તિક અને અન્ય સાંપ્રદાયિક કૃતિઓના બાલાવબોધો રચાય જેમકે કર્મપ્રકૃતિ, ષડાવશ્યક વગેરે વિશેના બાલાવબોધો એ તો સમજાય, પણ તે ઉપરાંત છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, યોગશાસ્ત્ર, આયુર્વેદ, ગણિતશાસ્ત્ર, જ્યોતિષ, સામુદ્રિકશાસ્ત્ર, ૨મલશાસ્ત્ર, તંત્રશાસ્ત્ર આદિ અનેક વિષયોના બાલાવબોધો પ્રાપ્ત થાય એ ધ્યાન ખેંચ્યા વિના ન રહે, જેમકે, આ સમયમાં ‘વાગ્ભટાલંકાર' જેવા અલંકારશાસ્ત્રના મહત્ત્વના ગ્રંથનો અનુવાદ પણ થયો છે. જૈન સાધુઓની વ્યાપક જ્ઞાનોપાસનાનો એક ખ્યાલ આ પરથી આવે છે, તે ઉપરાંત અન્ય ભાષાની કૃતિઓની તેમજ ગુજરાતી ભાષાની કઠિન કે તત્ત્વાર્થભરી રચનાઓની સમજૂતી રચવામાં લોકશિક્ષણના એક મહાપ્રયત્નની પણ ઝાંખી થાય છે. જૈન સાહિત્યનો બાકીનો મોટો ભાગ સ્તવન-સઝાયાદિ પ્રકારની લઘુ રચનાઓનો છે. એમાં તીર્થંકરો ને પુણ્યશ્લોક સાધુવરોનો ગુણાનુવાદ હોય છે તથા કોઈ કથાદૃષ્ટાંતને આધારે કે સ્વતંત્ર રીતે જૈન સંપ્રદાયને અભિમત ધાર્મિક ને નૈતિક આચારવિચારનો ઉપદેશ હોય છે. તો આનંદઘન, વિનયવિજય, યશોવિજય વગેરેએ કબીરાદિની પરંપરાનાં, સાંપ્રદાયિકતાથી ઉપર ઊઠતા વિશાળ અધ્યાત્મભાવનાં પદો પણ આપ્યાં છે. જૈન પરંપરા અંબિકા આદિ માતાઓનો સ્વીકાર કરે છે, તેથી એમની સ્તુતિની પણ કેટલીક રચનાઓ મળે છે. કલિયુગનાં લક્ષણ, રોટીનો મહિમા, તાવ ઉતારવાનો મંત્ર જેવા કેટલાક સર્વસામાન્ય વિષયોને પણ જૈન કવિઓએ આવરી લીધા છે. જૈન સાહિત્યનો આ વિષયવ્યાપ બતાવે છે કે જૈન સાધુકવિઓએ સાંપ્રદાયિક રહીને પણ પોતાની ભાવવિચારસામગ્રીમાં ઘણા મોટા જગતનો સમાવેશ કર્યો છે. દસ્તાવેજી મૂલ્ય આપણી એક છાપ એવી છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંથી તત્કાલીન ઇતિહાસની સામગ્રી પ્રમાણમાં ઓછી જડે છે અને જે જડે છે તે પરોક્ષ રીતે જ વણાયેલી હોય છે. મધ્યકાલીન સાહિત્ય બહુધા પૌરાણિક અને લૌકિક કથાકથન અને વૈરાગ્યભક્તિગાનમાં જ રચ્યુંપચ્યું રહ્યું છે. આ છાપ જૈનેતર સાહિત્ય પૂરતી સાચી જ છે. એમાં ઐતિહાસિક પ્રસંગને અનુલક્ષીને રચાયેલી ‘રણમલ્લ છંદ’ ને ‘કાન્હડદે પ્રબંધ' જેવી કૃતિઓ જાણે અપવાદ રૂપે જ મળે છે અને નરસિંહ મહેતા વિષયક કે અન્ય ચરિત્રાત્મક કૃતિઓ પણ ગણીગાંઠી છે. જૈન સાહિત્ય આ દૃષ્ટિએ એકદમ જુદું તરી આવે છે. એમાં વિમલમંત્રી, વસ્તુપાલ-તેજપાલ, કુમારપાલ આદિ ઇતિહાસપ્રસિદ્ધ પુરુષો, હીરવિજયસૂરિ આદિ મુનિવરો અને વખતચંદ શેઠ આદિ શ્રેષ્ઠીઓનું વીગતે ચરિત્રવર્ણન કરતા ઢગલાબંધ રાસ છે. અનેક મુનિઓના નિર્વાણ પ્રસંગે એમનું ચિરત્રનિરૂપણ કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy