________________
૮ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
કોઈ પંડિત જણાય છે. જૈનોએ કરેલા આ પ્રબંધને કારણે ભાષાવિદ્, શાસ્ત્રજ્ઞાની ને કાવ્યાભ્યાસી જૈન કવિઓ આપણને નોંધપાત્ર પ્રમાણમાં મળી રહે છે. આ કવિઓ પાસેથી ગુજરાતી તેમજ ઇતર ભાષાઓની વિવિધ પ્રકારની રચનાઓ પણ આપણને પ્રાપ્ત થાય છે.
આ જાતના બેચાર કવિઓની અહીં નમૂના તરીકે નોંધ લઈએ. સમયસુંદર સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, મારવાડી, હિંદી, ગુજરાતી, સિંધી એમ વિવિધ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. સંસ્કૃતમાં એમણે કાવ્ય, ન્યાય, છંદ, વ્યાકરણ, જ્યોતિષશાસ્ત્ર વગેરે વિષયોની અનેક કૃતિઓ રચી છે. યશોવિજય પણ આવી સજ્જતા ધરાવતા હતા. એમણે કાશી જઈને નવ્ય ન્યાયનો અને ષદર્શનોનો અભ્યાસ કર્યો હતો. એ બીજા હેમચંદ્રાચાર્ય અને જૈન સંપ્રદાયના શંકરાચાર્ય ગણાયા છે. ગુણિવનયે પોતાની સાહિત્યિક કારકિર્દીનો આરંભ જ ‘ખંડપ્રશસ્તિ’ જેવા કઠિન કાવ્ય ઉપરની ટીકાથી કરેલો અને ‘નલચંપૂ’ ‘રઘુવંશ' જેવા કાવ્યગ્રંથો ૫૨ પણ એમણે ટીકા રચેલી. ૧૨૦૦૦ શ્લોકોમાં વિસ્તરતી એમની સંગ્રહાત્મક કૃતિ ‘હૂંડિકા’માં ૧૫૦ ઉપરાંત ગ્રંથોનો નિર્દેશ છે તે આ કવિની સજ્જતાનું બોલતું પ્રમાણ છે. જયવંતસૂરિએ ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકાના એક ગ્રંથની હસ્તપ્રત તૈયાર કરાવી ભંડારમાં મુકાવી હતી એ એમના સાહિત્યશાસ્ત્રના અભ્યાસનો નિર્દેશ કરે છે. જયશેખરસૂરિએ સંસ્કૃતમાં “પ્રબોધચિંતામણિ' (જેનું એમણે જ કરેલું ગુજરાતી રૂપ ત્રિભુવનદીપક પ્રબંધ' નામથી જાણીતું છે) ઉપરાંત ‘નલ-દમયંતીચંપૂ' અને ‘જૈનકુમારસંભવમહાકાવ્ય' જેવી કૃતિઓ રચી છે. કેટલાક જૈન કવિઓ જેમકે ક્હાનજી, ધર્મવર્ધન વ્રજભાષાની અને ચારણી કવિતાશૈલીનું પ્રભુત્વ બતાવે છે. ખેમસાગર જેવા તો ઉર્દૂમિશ્ર ગુજરાતીમાં પણ રચના (પશ્ચિમાધીશ છંદ') કરે છે.
ટૂંકમાં ગુજરાતી ભાષાના જૈન કવિઓ પોતાની અનેકવિધ સજ્જતાથી જુદા તરી આવે છે. એમની આ સજ્જતાનો પ્રત્યક્ષ-પરોક્ષ લાભ સ્વાભાવિક રીતે જ એમની ગુજરાતી કૃતિઓને પણ મળ્યો હોય. ઈશ્વરસૂરિનું લલિતાંગનરેશ્વર ચરિત્ર' આ રીતે એક લાક્ષણિક કૃતિ છે. એમાં ગુજરાતી ઉપરાંત પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં રચાયેલા અંશો છે ને ઇન્દ્રવજ્રા, વસ્તુ, દુહા, કુંડળિયા વગેરે સંસ્કૃતઅપભ્રંશ-હિંદી છંદોબંધ-કાવ્યબંધ તથા અડિલ્લાÚબોલી, વર્ણનબોલીને યમકબોલીને નામે ઓળખાવાયેલા બંધો પણ વપરાયા છે. સુભાષિતરૂપ સંસ્કૃત શ્લોકો ને પ્રાકૃત ગાથાઓ તો અનેક કવિઓ પોતાની કૃતિમાં ગૂંથે છે. જીવનચિંતન, કથાસામગ્રી, વર્ણનો, અલંકારરચના, છંદોબંધ પરત્વે પરંપરાનો સમૃદ્ધ વારસો ઝીલીને એક પ્રકારની કવિત્વપ્રૌઢિ પ્રગટ કરતા જૈન કવિઓ સારી સંખ્યામાં નજરે પડે છે. ગુજરાતી કૃતિ એવું ગૌરવભર્યું સ્થાન પણ મેળવી શકે છે કે એનો સંસ્કૃતમાં અનુવાદ થાય. લાવણ્યસમયકૃત વિમલપ્રબંધ' પરથી સૌભાગ્યાનંદસૂરિએ સંસ્કૃતમાં “વિમલચરિત્ર' રચ્યું છે. યશોવિજયના ‘દ્રવ્યગુણપર્યાય રાસ' ઉપરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org