SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ સમયસુંદર [ ૧૭૧ કરી છે. એમાં ઊર્મિપ્રાણિત શબ્દચિત્રો જોવા મળે છે. તે પ્રકારની રચનાઓમાં આલેખાયેલ જીવનનો ઉલ્લાસ સાધુસહજ મર્યાદાઓનું પ્રતિબિંબ પાડે છે. નાયક-નાયિકાના મનોભાવોને પકડીને કવિ તેને અનુરૂપ શબ્દોમાં સાકાર કરે છે. ભાવોનું ચિત્રાત્મક આલેખન ગીતોનું ઉલ્લેખનીય કલાપાસું છે. નેમિનાથ ફાગ'માં ફાગ ખેલતાં રાજુલ-નેમિનાથનું શબ્દચિત્ર ધ્યાનાકર્ષક માસ વસંત ફાગ ખેલત પ્રભુ, ઉડત અવલ અબીરા હો, ગાવત ગીત મીલી સબ ગોપી, સુન્દર રૂપ શરીરા હો, એક ગોપી પકડઈ પ્રભુ અંચલ, લાલ ગુલાલ લપેટાઈ હો, સ્ત્રીપુરુષના અંતરભાવોના અબીલ-ગુલાલ અહીં ઊડતા જણાય છે. જીવનનો ઉલ્લાસ અને તેના પડછામાં વૈરાગ્યનું ગાન કવિનો કાવ્યવિષય બની રહે જીવન પ્રત્યેનો અનુરાગ પણ સમયસુંદરની ગીતરચનાઓમાંથી પ્રગટ થતો જોવા મળે છે. રાજિમતીના શબ્દોમાં પ્રગટતો અનુરાગ કવિની અભિવ્યક્તિનો ઉત્તમ આવિષ્કાર બની રહ્યો છે. જુઓ : દીપ પતંગ તણી પરઈ. સુપિયારા હો. એકપખો મારો નેહ, નેમ સુપિયારા હો. હું અત્યંત તોરી રાગિણી સુપિયારા હો, તું કાંઈ હૈ મુજ છે, નેમ સુપિયારા હો. ભોગી પુરૂષની ભોગિની અને યોગીની યોગિણી બનીને પોતાનું જીવન ન્યોછાવર કરવાની તમન્ના નાયિકામાં જોવા મળે છે તું ભોગી તક હું ભોગિણી રે નેમ તું, નેમજી તું યોગી તક હું યોગિણી રે.. “નેમિનાથ રાજિમતી ગીતની આ પંક્તિઓમાં નાયક-નાયિકાના મનોભાવોનું સામંજસ્ય કવિએ સુંદર રીતે સાધ્યું છે. સમયસુંદરરચિત સ્તવનો, સજઝાયો આદિ નોંધપાત્ર છે. એમણે ગુજરાતી. સંસ્કૃત તેમજ ગુજરાતી-સંસ્કૃત મિશ્ર ભાષામાં સ્તવનો રચ્યાં છે. વિમલાચલમંડન આદિજિન સ્તવન'માં કવિ ભક્તિરસમાં એવા તો ઓતપ્રોત થઈ જવાની ઝંખના વ્યક્ત કરે છે કે તેમની અને ભગવાનની વચ્ચે દ્વૈતભાવ રહેવા જ ન પામે ઃ ક્યોં ન ભયે હમ મોર વિમલગિરિ, ક્યોં ન ભયે હમ મોર, ક્ય ન ભયે હમ શીતલ પાની, સીંચત તરુવર છોર, અહનિશ દિનજી કે અંગ પખાલત, તોડતા કરમ કઠોર. ૧ ક્યોં ન ભયે હમ બાવનચંદન, ઔર કેસર કી છોર, ક્યોં ન ભયે હમ મોગરા-માલતી, રહતે જિનજી કે મૌર. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy