________________
મધ્યકાલીન જૈન ફાગુ-બારમાસા સાહિત્ય : એક દૃષ્ટિપાત D ૪૧
બારમાસીના વિભાગમાં, તેની કથનશૈલીને લીધે નવી ભાત પાડે છે. અ-જૈન કવિઓએ જ્ઞાનમાસ જેવો બારમાસીનો એક વિભાગ શણગાર્યો છે, પરંતુ એમાં આવી ભાઈ-બહેનના સંવાદને મિષે જે જ્ઞાનની મીમાંસાની માંગણી કરી છે તે જોવા મળતી નથી.”
જુદાજુદા માસની પ્રકૃતિનું વર્ણન આપતાં આ બધાં જૈન બારમાસી કાવ્યોમાં પ્રકૃતિનો વિનિયોગ ભાવોદીપનમાં જે રીતે કરવામાં આવ્યો છે તે ખાસ ધ્યાન ખેંચે એવો છે. તાદ્રશ વાતાવરણ-ચિત્રણ પછી આત્મબોધ તરફની ગતિ સ્વાભાવિકતાપૂર્વક નિરૂપાય છે તે આ જૈન રચનાઓની વિશેષતા ગણાય. જૈનેતર બારમાસી કાવ્યો કે ચારણી રચનાઓ કરતાં આ રચનાઓ ભાવાભિવ્યક્તિ, સંવાદો યોજવાની કુશળતા અને છંદોવિધાન (અને છંદોમિશ્રણ પણ)માં નોખી તરી આવે છે.
આધુનિક સમયમાં ફાગુનો પ્રકાર પુનર્જીવિત થયો નથી પરંતુ બારમાસીનો ઉપયોગ આધુનિક કવિઓએ પણ કર્યો છે. તેમ છતાં મધ્યકાળમાં ફાગુ-બારમાસા સાહિત્ય જે રીતે વિકસ્યું. એમાં પણ જૈન ધારામાં આ કાવ્યપ્રકારોનું જે ખેડાણ થયું છે તે કેટલીક વિગતોમાં અનોખું કહી શકાય એવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org