________________
સહજસુન્દર અને “ગુણરત્નાકર છંદ' D ૨૮૧
૪. ચારણી છંદોલયના રણકારવાળા વિવિધ છંદોને કવિએ અહીં ખૂબ લાડ લડાવ્યાં છે, અને એમાંથી ભરપૂર સંગીત ઊભું કર્યું છે.
પ. કવિનાં પાંડિત્ય અને બહુશ્રુતતા પણ અહીં છતાં થાય છે.
આ પાંચ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ‘ગુણરત્નાકર છંદનું રસદર્શન કરવાનો અહીં ઉપક્રમ છે.
૧-૨ આ કવિના પરદેશી રાજાનો રાસ' અને “સૂડાસાહેલી રાસમાં કેટલાંક આલંકારિક વર્ણનો અને કાવ્યાત્મક અંશો આવતાં હોવા છતાં એકંદરે વાર્તાકથન સીધેસીધું ગતિ કરતું જોવા મળે છે. એની સરખામણીમાં “ગુણરત્નાકર છંદ એક જુદી જ છાપ ઊભી કરે છે. કવિને અહીં વાત કહી જવાની કશી ઉતાવળ જણાતી નથી.
પ્રથમ અધિકારમાં ૧૭ કડી સુધી સરસ્વતીદેવીનું મહિમા-પ્રશસ્તિગાન ચાલે છે. પછી આવે છે યૂલિભદ્રની પ્રશસ્તિ. છેક ૪૭મી કડીએ તો કવિ પાડલપુર નગરીનું વર્ણન આરંભે છે, જે ૬૦ કડી સુધી ચાલે છે. બીજા અધિકારમાં સ્થૂલિભદ્ર-જન્મોત્સવ, બાળક સ્થૂલિભદ્રનો લાલનપાલન સાથે થઈ રહેલો ઉછેર, યૂલિભદ્રની બાળચેષ્ટાઓ, એમની યૌવનમાં સંક્રાન્તિ અને પછી યુવાન સ્થૂલિભદ્રનો કોશા સાથેનો ભોગવિલાસ – આમ એક પછી એક આવતાં વર્ણનોના પ્રવાહમાં તણાતા વાચક માટે વાર્તાકથન જાણે કે ગૌણ બની જાય છે. તેથી તો કવિ શકટાલના રાજખટપટથી થયેલા મૃત્યુના કથાનકને અહીં સવીગત કહેવાને બદલે ત્રીજા અધિકારના આરંભે સંક્ષિપ્ત ઉલ્લેખ કરીને જ આગળ વધે છે. કવિને તો રસ છે રાજાનું તેડું આવતાં સ્થૂલિભદ્રની વિમાસણના ચિત્ર-આલેખનમાં. સ્થૂલિભદ્રનો વૈરાગ્ય, કોશાનો પીંખાયેલો મનમાળો, એની વિરહદશા – આ વર્ણનમાં ત્રીજો અધિકાર સમાપ્ત થાય છે, જ્યારે ચોથો અધિકાર ચોમાસું ગાળવા આવેલા. સ્થૂલિભદ્રનું મન રીઝવવા માટે કોઇના પ્રયાસોના ચિત્રવર્ણનમાં રોકાય છે. કામવિજેતા સ્થૂલિભદ્રનો કોશાને બોધ અને અંતમાં કોશાનું હૃદયપરિવર્તન – ત્યાં કૃતિ સમાપ્ત થાય છે. જેમ કંઠે ધારણ કરેલી રત્નમાળાનો દોરો તો કેવળ આધાર જ હોય, ને શોભા તો દોરામાં ગૂંથાયેલાં રત્નોની જ ઝગમગી ઊઠે તેમ “ગુણરત્નાકર છંદ'માં પાતળા કથાતંતુનો આધાર લઈ કવિએ વર્ણનોને બહેલાવીને નિરૂપવા પ્રત્યે બધું ધ્યાન કેન્દ્રિત કર્યું જણાય છે.
આ વર્ણનોને કવિએ કેવી વિવિધ રીતિઓ દ્વારા સૌંદર્યમંડિત કર્યા છે અને એમ કરતાં કાવ્યના બહિરંગને શોભાયમાન કરવામાં કેવી માવજત લીધી છે તે અહીં સદૃષ્ટાંત જોવાનું રહેશે?
પહેલી વાત તો એ લક્ષમાં રાખવાની કે જો “ગુણરત્નાકર છંદ'નો સાચો આસ્વાદ કરવો હોય તો કાનને બરાબર સરવા રાખવા પડે. જો કાન સરવા ન રહ્યા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org