________________
મધ્યકાલીન ગુજરાતી જૈન ગદ્યસાહિત્ય 1 કપ
નો ‘દ્રવ્યસંગ્રહ બાલા.” (સં. ૧૭૦૯ઈ.સ.૧૬૫૩ પહેલાં), કેશવજી ઋષિનો ‘દશાશ્રુતસ્કંધ બાલા.” (સં. ૧૭૦૯ઈ.સ.૧૬૫૩), મહાન નૈયાયિક યશોવિજયજીના ઉપચનિર્ગથી બાલા.” “મહાવીરસ્તવન સ્વોપજ્ઞ બાલા.” (સં.૧૭૩૩ ઈ.સ.૧૬૭૭)' “નયચક્રનો બાલા.” દ્રવ્યગુણપયયિ રાસ – સ્વોપજ્ઞ બાલા.” સંયમશ્રેણીવિચાર સ્તવનનો સ્વોપજ્ઞ બાલા.” “સીમંધરસ્તવનનો સ્વોપજ્ઞ બાલા.” અને “જ્ઞાનસાર (સં.)નો સ્વોપજ્ઞ બાલા. (સં. ૧૭૧૧ ઈ.સ.૧૬૫૫થી ૧૭૩૮/ ઈ.સ.૧૬૮૨ સુધીમાં) આ બાલાવબોધો પ્રાપ્ય છે. (એમની ભાષા અવાંચીન બની ગઈ જોવા મળે છે.) અનેક સંસ્કૃત ગ્રંથોના રચયિતા આ વિદ્વાન આચાર્યને હાથે ગુજરાતી ભાષામાં પણ બાળાવબોધો રચાયા છે એ નોંધપાત્ર છે.
આ સમયના એક અન્ય યશોવિજયનો ‘તત્ત્વાર્થસૂત્ર બાલા.” પણ જાણવામાં આવ્યો છે. કોઈ વૃદ્ધિવિજયનો ઉપદેશમાલા બાલા.” (સં. ૧૭૩૩/ઈ.સ.૧૬૭૭),’ ઈદ્રૌભાગ્યનો ધૂખ્યાન પ્રબંધ અથવા બાલા.” (સં. ૧૭૧૨ ઈ.સ.૧૬૫૬), માનવિજયગણિનો “ભવભાવના બાલા.” (સં. ૧૭૨૫/ઈ.સ.૧૬૬૯), જિનવિજયનો ષડાવશ્યકસૂત્ર બાલા.” (સં. ૧૭૫૧/ઈ.સ.૧૬૯૫) – આની ભાષા, જેવી કે “સંવચ્છરઈ ચંદ્રમાં ૧ શ્રીકૃષ્ણની પ્રિયતમાં સ્ત્રી રૂમિણી તેહનો પુત્ર પ્રદ્યુમ્ન – કામ તેહના બાણ પાંચ ઋષિ ૭ ક્ષમા ૧ પૃથિવી પ્રમાણ ૧૭પ૧ શ્રી વિજયમાનસૂરિ રાજ્ય દીપાલિકાનાં દિવસઈ પંડિત શ્રી યશવિજયગણિએ પ્રત્યક્ષ પડાવશ્યકના અર્થના ઉદ્યમ પ્રતિ કરતો હવો પંડિત શ્રી જિનવિજયગણિશિષ્ય માંહિ પ્રથમ પંડિત. સમ્યકત્વ સહિત બાર વ્રતની ધારિકા રૂપા શ્રાવિકાના અતિ આગ્રહ થકી પ્રથમ પ્રતિ ગ. દર્શનવિજયનામા શિષ્ય લિખતો હવો. સૂરતિ બંદિરનઈ વિષઈ હર્ષઈ કરી અર્થેતિ સમાપ્તૌ.” (જેન.ગૂ.ક.૪, પૃ.૩૭૯) આમ જોડણી જૂની રાખવાનો પ્રયત્ન જોવા મળે છે. એમનો બીજો “જીવાભિગમસૂત્ર બાલા.' (સં. ૧૭૭૨/ ઈ.સ. ૧૭૧૬), જ્ઞાનવિમલસૂરિ-નયવિમલના “પાક્ષિક ક્ષામણ બાલા.” (સં. ૧૭૭૩ ઈ.સ.૧૭૧૭) “લોકનાલ બાલા.” “સીમંધર જિન સ્તવન બાલા.” “સકલ હતુ બાલા.” “આઠ યોગદૃષ્ટિ વિચાર સઝાયનો બાલા.” અને “આનંદઘન ૨૨ સ્તવન બાલા.” જાણવામાં આવ્યા છે. (એજન, પૃ.૪૧૪–૪૧૭).
હંસરત્નનો “અધ્યાત્મકલ્પદ્રુમ બાલા.” (સં.ની ૧૮મી સદીનો પૂવધી, દેવકુશલનો ‘વંદારવૃત્તિ બાલા.” (સં. ૧૭૫૬ઈ.સ૧૭૦૦) અને કલ્પસૂત્ર બાલા.', લક્ષ્મીવિનયનો ભુવનદીપક બાલા.” (સં.૧૭૬૭ઈ.સ.૧૭૧૧), લાધાશાહનો પૃથ્વીચંદ્ર ગુણસાગર ચરિત્ર બાલા.” (સં.૧૮૦૭/ઈ.સ.૧૭૫૧, આ ૧૮મી સદીના આરંભમાં રચાયો છે), રામવિજય વાચકના ઉપદેશમાલા બાલા.” (સં.૧૭૮૧/ઈ.સ.૧૭૨૫) અને નેમિનાથ ચરિત્ર બાલા.” (સં.૧૭૮૪ ઈ.સ. ૧૭૨૮), સુખસાગરના “કલ્પસૂત્ર બાલા.” (સં. ૧૭૬૨/ઈ.સ. ૧૭૦૬) દીપાલીકલ્પ બાલા.' (સં.૧૭૬૩/ઈ.સ. ૧૭૦૭), “નવતત્ત્વ બાલા.' અને “પાક્ષિકસૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org