________________
મહિમાસાગરશિષ્ય આનંદવર્ધનની કવિતા ] ૧૮૭
આસો-કાતિ રિતુ ભલી, મનમોહના તેમ !
ઘરિઘરિ દીપપ્રકાશ રે મનમોહના નેમ ! રાજુ-નેમિ મિલાવડો, મનમોહના નેમ ! મુગતિમહેલકે વાસ રે, મનમોહના નેમ !
છેલ્લી સમાપનની કડીમાં રચનાસાલનો નિર્દેશ છે. કાવ્ય સુશ્લિષ્ટ બંધવાળું સુરેખ છે. ભાષા ગુજરાતી-રાજસ્થાની-હિન્દી-મિશ્રિત છતાં ગતિભરી ને ચિત્રાંકનક્ષમતાવાળી છે, સહજ-સરળ-સુગેય છે. વસ્તુ, અલંકારો, પ્રતીકો, ભાવનિરૂપણ, ઢાળ કે બંધ વગેરે બધું જ પરંપરાનુસારનું છે છતાં રચના અતીવ રમણીય છે. પરંપરાને એ રીતે કળાથી પ્રયોજી છે. શરદમાં આવતા પરિવર્તનને, ચિત્તનો હંસ પ્રિયના ગુણને મોતીની માફક ગોતીગોતીને એ ૫૨ જીવે છે એ ભાવથી એમણે કેવું કમનીય બનાવ્યું છે ! આવડીક નાનકીક રચનામાં બીજી કઈ રીતે આ વાત મુકાત ? લાગે છે કે આ જ બરાબર છે ઃ
નેરે ગુણ મોતી ભરે...
ચૂન ચૂન જીવે હંસ રે !...
અહીં સીધો બોધ ક્યાંય નથી ! મુક્તિમહેલમાં પ્રિયના ગુણને પરખનારી રાજુલ નેમને મળે છે એવું કથન છે. એકાએક ત્યાં પડદો પડી જાય છે. પરિણામે કાવ્યમાંથી તો મહદંશે રાજુલની તડપનનું ચિત્ર જ ઊપસે છે. કાવ્ય ભલે ધર્મબોધનું હોય, પ્રેમબોધક જ બની રહે છે.
બારમાસીની માફક ચોવીસી પણ સંખ્યાવાચક સ્વરૂપ સૂચવે; પણ અહીં પ્રત્યેક તીર્થંકરની એકએક અલગ સ્તુતિ હોવાથી, ને બધી સ્તુતિઓને પરોવતું કોઈ એક સળંગ ભાવસૂત્ર ન હોવાથી આને એક કૃતિ નહીં કહી શકાય. એ મળે છે પણ બે રૂપે ! પ્રાચીન સાહિત્ય-ઉદ્ધાર ગ્રન્થાવલિ’ (‘૧૧૫૧ સ્તવનમંજૂષા')માં અલગઅલગ રચના રૂપે, તો, સવાઈભાઈ રાયચંદના ‘ચોવીસી વીસી સંગ્રહ'માં એક સળંગ કૃતિ રૂપે. હકીકતે ચોવીશે ચોવીશ તીર્થંકરને એક પછી એક પ્રાગટ્યક્રમે લઈને ચોવીસેય પર ચોવીસ ગીતો કરેલાં છે એટલે આ ‘ચોવીશી’ તીર્થંકરની સંખ્યાના ખ્યાલે ને કાળક્રમિક ગોઠવણીને કારણે ભલે એક ચોવીસી' કહેવાય, બીજી કોઈ રીતે સુશંખલિત એક રચના બનતી નથી. હા, સ્તુતિમાં ગુણગાન કે પ્રશસ્તિ હોય, શરણાગત કે પ્રણિપાત હોય, પ્રાર્થના કે ક્યારેક કોઈક મોટે ભાગે ભલે ભક્તિ કે મહેરની પણ છેવટે કોઈક માગણી હોય, ક્યારેક જગતની નિઃસારતા કે માયાપણાના વ્યાપક પરંપરામાન્ય ચિન્તન કે વિચાર હોય, ક્યારેક બોધ હોય. આ પાંચ – પ્રશસ્તિ, શરણગ્રહણ, માગણી, ચિન્તન અને બોધ – આમાં પણ છે. કેટલાંક પદોમાં એકનું તો કેટલાંકમાં બીજાનું પ્રાધાન્ય છે. અધ્યાત્મની મસ્તીના ઉદ્રેકનું આનંદ છલકતું, અધ્યાત્મની અંતિમ અનુભૂતિના મર્મને વહતું પદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org