________________
૧૮૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
એકેય નથી; ન હોય તે સ્વાભાવિક છે – અહીં અભિગમ જ સ્તુતિનો છે.
જેમાં ગુણગાન ન હોય એવાં પદો અપવાદરૂપ ! ઋષભની “મૂરતી નવલ સુહાની રે !', અજિતનાથ બદન સલૂણો સજની, નયન રસીલે !', સંભવનાથ “તું તો ત્રિભુવન સાખીયો રે !...', ચન્દ્રપ્રભુ ‘બિંબમનોહર વિમળકળાનિકો, શીતલવાન સૂર', અનન્ત ત્રિભુવનનાથ.” “નિકલંક સરૂપ' – એમ પ્રત્યેક ગીતમાં પ્રશસ્તિ વત્તી-ઓછી માત્રામાં આવે; પણ કેવળ સ્તુતિ-પ્રશસ્તિનાં જ હોય એવાં તો પાંચ પદો છે : અજિત, સંભવનાથ, ચન્દ્ર પ્રભુ, વિમલ, મલ્લિનાથજિન વિશે. એમાં રૂપપ્રશસ્તિ છે. આ પાંચમાંય મનોહર રૂપાંકનથી જુદું પડી જાય છે “શ્રી વિમલજિનસ્તુતિ’:
વિમલકમલદલ આંખડી, જી, મનોહર રાતડી રેહ, પૂતલડી મધ રમિ તારિકા જી, શામલી હસિત સનેહ.
વાંકડી ભમુહ અણીયાલડી જી, પાતલડી પાંપણિયંત.
મરકલડે અમૃત વરસતી જી, સહિત સોહામણિ સંત !... આંખનું વર્ણન આકર્ષક છે. આંતરયામક, અંત્યાનુપ્રાસ, રૂપકો, સમાસ વગેરેથી પ્રભુચિત્ર સુરેખ ને ચાક્ષુસ બને છે. કેટલાંક સ્તવનોમાં સીધી માગણી છે, પ્રાર્થના છે :
સાર કરો પ્રભુ માહરી રે !
લક્ષ ચઉરાશી જીવના રે, જીવન બિરૂદ સંભાળ રે !
('અભિનંદન.') અલવે વિસારે રખે ! (‘સુપાશ્વ...') કર્મબંધનમાંથી છોડાવો. મારા મનમાં તમે રહો. ભવની ભ્રાંતિ ભાંગો. ભવપીડા હરો – એવુંએવું પ્રભુ આગળ મંગાયું છે. “શ્રી અરનાથજિન ગીત'માં બાલક ભાવે ઈશ્વરની આકરી અને એ દ્વારા મોટા અવસર – મુક્તિના અવસરની માગણી કરી છે ?
મોટે પ્રભુકી ચાકરી રે લાલ. મોટે અવસર કાજ; માગત બાલક બાઉરો રે લાલ, દીજે અવિચલ રાજ. લાગત કોમલ મીઠો રે લાલ, કાચે વચન અમોલ;
માતા તન મન ઉદ્ધસે રે લાલ, સુનિ બાલકકે બોલ. જોકે સંસારના પિંજરમાં જકડાયેલ પંખીને ઉદ્દેશીને જે મગાય છે તે જાણે આત્મોક્તિ છે :
ઇત-ઉત ચંચ ન લાઈયે રે, રહીયેં સહજ સુભાય રે ! વળી ચિત્તની ચંચળતા જાય ને ચિત્ત પ્રભુમાં જ લીન રહે એવું મગાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org