SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ મહિમાસાગરશિષ્ય આનંદવર્ધનની કવિતા D ૧૮૯ ખિણ ઘોડે ખિણ હાથીએ રે એ ચિત ચંચલ હેત, ચુપ વિના ચાહે ઘણું, મન ખિણ રાતું ખિણ સ્વેત રે ! ચિત્તની ચંચળતાનું આ ચિત્ર મોહક છે. આ ગીતોની બોધ-ચિન્તનની પ્રવરતાને કારણે જુદાં પડી જાય છે ચાર : “શ્રી સુમતિજિનનું, “શ્રી વાસુપૂજિનનું, “શ્રી નેમિનાથ જિન’નું અને રૂપકાત્મક “શ્રી શ્રેયાંસજિન’નું પદ, બોધ મધ્યકાળાનુરૂપ છે. કદાચ, જેને આપણે બોધ કહીએ છીએ તે સાધુને મન સહજ સ્વાભાવિક અને ઈષ્ટ ગુણસ્મરણ હોય. સુમતિ સદા દિલ મેં ધરો, ઠંડો કુમતિ કુસંગ; સાચે સાહિબ શું મિલો, રાખો અવિહડ રંગ. (સુ. જિન) હાં રે સખી સાચ વિના કિમ પાઈએ ? સાચે સાહિબ શું પ્રીતિ રે ? સખી ઝૂઠેકું સાચા કિઉં મિલે? ઝૂઠેકી ક્યા પરતીતિ રે ? (વા. જિન) યૌવન પાહુના જાત ન લાગત પાર. (ને. જિન) સંસારરૂપી શહેરને ચાર દરવાજા, ચોરાશી લાખ ઘર ને ઘરઘર મેં નાટિક બને, મોહનચાવનહાર, વેસ બને કેઈ ભાત કે દેખત દેખનહાર. ચઉદરાજકે ચકિમેં. નાટિક વિવિધ પ્રકાર, ભમરી દેઈ કરત. તથ્થઈ, ફિરિફિરિ એ અધિકાર. નાચતા નાચ અનાદિકો, હું હાર્યો નિરધાર, શ્રીશ્રેયાંસ કૃપા કરો આનંદકે આધાર. (.જિન) અહીં પટાંતરે નાટક-ભવાઈ જેવા લોકનાટ્યના ઉલ્લેખો નોંધપાત્ર છે આજને માટે. "તથેઈ જેમાં આવે એવું પાત્રો ભમરી લેતાં જતાં હોય એવું નાટક ! અહીં તો રૂપક છે. આ જગત આવું નાટક છે, શેફસ્પીઅર યાદ આવે ને ? છેલ્લી પંક્તિમાં “આણંદ | આનંદ આનંદવરધન – એમ “નામાચરણ હોય છે. પ્રત્યેક ગીત ત્યારના દેશી ઢાળમાં છે ને ગીતને આરંભે પ્રત્યેક ઢાળનો ત્યારના કોઈ પ્રચલિત, ગીતની પ્રથમ પંક્તિથી નિર્દેશ છે. અહીં ઢાળનું સારું વૈવિધ્ય છે, ગીત બધાંય સુગેય છે. છેલ્લે ચોવીસીકર્તાનો સહેજ વીગતે પરિચય છે. (આ એક જ કડી ચોવીસેય ગીતને બાંધનાર બને છે, જોકે એથી ગીત બંધાતાં નથી !). આદિકુલગિરિચંદ્રમા, સંવત ખરતર વાણ ચઉવીશે જિન વીનવ્યા, આતમહિત મન આણ ! જિનવર્ધમાન મયા કરો ચઉવીશમા જિનરાય, મહિમાસાગર વીનતી આણંદવર્ધન ગુણ ગાય. એમ ચોવીશી પૂરી થાય છે. જેવો કાવ્યગુણ સઘન એકત્રિત રૂપે બારમાસામાં વહે છે તેવો અહીં નથી. છતાં ભક્તિઉદ્રેક સાચો હોવાની પ્રતીતિ આમાંનાં કેટલાંય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy