SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯દ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય તેતાલીસ કડીની આ કૃતિ ત્રુટક રૂપે મળે છે. આરંભની સોળ કડીઓ અને સત્તરમી કડીનું પ્રથમ ચરણ પ્રાપ્ત થયેલ નથી. વસ્તુ-ઠવણીના પદ્યબંધમાં વિભાજિત આ કૃતિમાં ગેય ગીતો પણ છે. (૮) “સરસ્વતી-લક્ષ્મીવિવાદ ગીત': પ્રકાશિત – ભાષાવિમર્શ, ઑક્ટોબર ૧૯૮૭, સંપા. ભોગીલાલ સાંડેસરા. લક્ષ્મી અને સરસ્વતીના વિવાદની વીગતોને ગીતમાં ઢાળેલ છે. હીરાણંદની કવિપ્રતિભાનો પરિચય આ કૃતિમાંનાં કલ્પના, પ્રાસ-અનુપ્રાસ અને લયમાંથી મળી રહે છે. મુદ્રિત રૂપે પ્રાપ્ત થતી આ આઠ કૃતિઓનો વિષયસામગ્રી અને અભિવ્યક્તિના સ્વરૂપની દૃષ્ટિએ પરિચય મેળવ્યો. હવે આ કૃતિઓના આધારે હીરાણંદસૂરિની સર્જકપ્રતિભાના અંશોનો પરિચય મેળવીએ. (૧) હીરાણંદસૂરિની અલંકારનિરૂપણકળા ઉલ્લેખનીય છે. ‘વસ્તુપાલ રાસ'માં વરતુપાલનો પરિચય આપતી વખતે – સાયરું સારું સમવડિ હિં ગયણ ગયણ સમ હોઇ; વસ્તુહંતરિ વસ્તિગ સમઉ વસ્તિગુ અવર ન હોઈ. ૧૬ (સાગર સાગર સમાન જ હોય છે, ગગન ગગન સમાન હોય છે એમ વસ્તુઓમાં વસ્તુપાલ સમાન બીજો વસ્તુપાલ નથી.) અહીં અનન્વય અલંકારથી વસ્તુપાલનું અદ્વિતીયપણું પ્રગટે છે અને સાથેસાથે યમક તથા વિસા પણ છે. પટ્ટણી પાણી જે વહઈ તિણિ નામિહિં સહિ નામુ, તસુ નંદન ઉપમા લહઈ વસ્તુપાલ ગુણધામુ. પ૧ હે પાટણની સ્ત્રી! પાણી જે વહી રહ્યું છે તેના નામે નામ છે (વારિ), તેના પુત્ર (વારિજ = કમળ)ની ઉપમા જેને મળેલ છે એ વસ્તુપાલ ગુણોના ભંડારરૂપ છે. અહીં કમળ સમસ્યાગૂઢ રીતે રજૂ થયેલ છે અને કમળની ઉપમાથી વસ્તુપાલને નિર્મળ-નિર્લેપ અને સૌંદર્યસંપન્ન એવું વિશેષણ કલાત્મક રીતે પ્રાપ્ત થાય છે. વ્યંગ્યોક્તિ દ્વારા પાત્રનો પરિચય આપવાની હીરાણંદસૂરિની ક્ષમતાનો અહીં પરિચય મળે છે. વિદ્યાવિલાસ પવાડુમાં ૨૩થી ૨૬ કડીમાં દૃષ્ટાંત અલંકારનો વિનિયોગ સરસ રીતે થયેલો છે : કિહાં સાયર, કિહાં છિલ્લરું, કિહાં કેસરિ, કિહાં શાલ, કિહાં કાયર, કિહાં વર સુવડ, કિહાં વણ કિહાં સુરસાલ, ૨૩ કિહાં સરસિવ, કિહાં મેરુગિરિ, કિહાં ખર, કિહાં કેકાણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy