SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા | ૨૨૩ _.... હ વે તે એના રોમાઝને નિરખવાથી બ્રહ્મ સાથેના અદ્વૈત જેવો અનુભવ થાય છે, તો એનું પૂરું દર્શન થતાં તો સ્મર (કામભાવ) સાથેના અદ્વૈતનો અનુભવ. સૌન્દર્યાનુભવની આ બે કોટિઓ કેવી વિલક્ષણ છે ને બ્રહ્મ-અદ્વૈતની ઉપર સ્મર-અદ્વૈતને મૂકવામાં શૃંગારભાવનો કેવો અદ્દભુત મહિમા રહેલો છે ! સાધુ-કવિ યશોવિજયજીનો આ ઉદ્ગાર છે તેથી એ વધુ નોંધપાત્ર બને છે. ભાવચિત્રો : પ્રીતિભાવ પ્રભાવક વસ્તુચિત્રો જ નહીં, મર્મસ્પર્શ ભાવચિત્રો પણ યશોવિજયજીની કલમેથી આપણને સાંપડે છે. “જબૂસ્વામી રાસમાં ભવદત્ત મુનિ પોતાના ભાઈ ભવદેવ સમક્ષ પોતાની બાલ્યાવસ્થાને સંભારે છે તેમાં વતનપ્રેમ અને અતીતાનુરાગ કેવાં સાથેલામાં વ્યક્ત થયાં છે ! કેવાં હૃદયંગમ રીતે વ્યક્ત થયાં છે ને વતનનું એક મધુરું ચિત્ર એમાંથી ઊપસે છે તે તો લટકાનું – ગામસીમ એ રૂખડાં, મોહનગારાં હુંત, વાનર પરે ચઢતા જિહાં, આપણ બેઉ રમત. તેહ સરોવર, તેહ જલ, તેહ તીર મનોહાર, કંઠે આરોપ્યા જિહાં, તાલ નલીનના હાર. સોહે એ જ વાલુકા, ઉર્વીયલ જેસી કપૂર, બાળલીલાએ આપણે. કય જિહાં ઘર ભૂરિ. પંડિત કવિ યશોવિજયજી કેવા હળવા અને લોકહૃદયગમ્ય બની શકે છે તેનું આ એક સરસ ઉદાહરણ છે. જબૂસ્વામી પ્રત્યે એની પત્નીઓ ‘તમે અંબર અમે દિશા' એમ કરીને જે ઉદ્ગારો કરે છે તે આપણે આગળ નોંધી ગયા. એ પણ વસ્તુતઃ ઉત્કટ પ્રેમભાવનું ચિત્ર છે – ભક્તિરંજિત પ્રેમભાવનું, કેમકે એમાં પ્રિયતમના અંશરૂપ બની રહેવાની. અભિલાષા વ્યક્ત થઈ છે. એ ઉદ્ગારો પણ ઉપાધ્યાયજીની સરળ સર્વસ્પર્શી અભિવ્યક્તિનું ઉદાહરણ છે. યશોવિજયજીમાં લૌકિક પ્રતિભાવનાં ચિત્રો ખાસ ન મળે એ સમજાય એવું છે. પણ જેમ-રાજુલને નિમિત્તે એમણે વિરહપ્રીતિ ને એના સંચારિભાવો તીક્ષ્ણતાથી અને પ્રબળતાથી આલેખ્યાં છે. રાજુલના ઉદ્ગારો રૂપે આ ભાવચિત્રો આપણને પ્રાપ્ત થાય છે. એની વ્યાકુળતા જુઓ – મનકી લગની ભર અગની સી લાગે, અલી ! કલ ન પરત કછુ કહા કહું બતીયાં. એની તીવ્ર તરસ જુઓ. ઊછળતા ઉમંગો જુઓ - ગુન ગહો, જશ બહો, ધરિ રહો, સુખ લહો, દુઃખ ગમો, મુઝ સમો રંગ રમો રતિયાં. દુઃખ પર દુખ ખડકાઈ રહ્યાની, દુઃખ ઘૂંટાઈ રહ્યાની એની લાગણી જુઓ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy