________________
૨૮૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
પ્રત્યુત્તર “ષટ્રપદી' શ્લોકમાં વર્ણનની જમાવટ કરે છે ?
પૂછઈ સહીઅર સાથિ ઈદ્ર અવતર્યઉ કિ, ના ના, પારવતીભરતાર ચંદ્ર-સૂરિજ કઈ, ના ના, નલ કુબ્બર કઈ ધનદ કઈ સુરવલ્લભ, ના ના,
ભરફેસર હરિચંદ દેવનારાયણ કિ, ના ના. કોશાની પ્રશ્નાવલિ આગળ ચાલે છે –
સખી સુઉ જે શ્રવણિ, સગુણ નર સોહઈ કિ, હા હા, પિંગલ ભરહ કવિત્ત ગીત ગુણ જાંણ કિ, હા હા,
*
*
*
ચઉરાસી આસન કોકરસ લહઈ કિ. હા હા.
સુક બહુત્તરી વિનોદકથા સવિ કહઈ કિ, હા હા. સ્થૂલિભદ્રને વશમાં લેવાની વાત કોશા અતિશયોક્તિ અલંકારથી નિરૂપે છે :
હેવ ઉડાડી કેમ હાથિ પોપટ્ટ બહઠી ધીમે ધીમે શૃંગારનિરૂપણ વધુ ઘેરો રંગ ધારણ કરે છે. કોશાનું અંગલાવણ્ય. એનાં વસ્ત્રાલંકારો, એના પ્રપંચી હાવભાવ એ બધાં વર્ણનોમાં કવિ હવે વાચકને ઘસડી જાય છે ?
મયમત્તા મયગલ જિસ્યા થણહર સૂર સુભટ્ટ, પેખી નર પાછા પડઇ મેહલઈ માન મરટ.
ખેડાં સોવિન ખીંટલી, વેણી કરિ તરૂઆરિ,
યૌવનરસ જોઈ ચડી, મારઈ મૂલિ કુઠારિ. અને પછી વૃદ્ધનારાચ છંદના લયસંગીતની રમઝટ જુઓ :
સુવત્ર દેહ, રૂપ રેહ, કામ ગેહ ગજ્જએ, ઉરથ હાર, હીર ચીર, કંચુકી વિરજ્જએ. કટક્કિ લંકિ ઝીણ વંક ખગ્નિ ખગ્નિ કુમ્મએ, પયોહરાણ પકિખ પકિખ લોક લખ ઘુમ્મએ
અનંગરંગ અંગ અંગ કોસિ વેસિ દકખએ,
કડકખ ચખ તીર તિખ તિકિખ તિકિખ મુકએ. પછી તો કોશાનો આવાસ, એની સાજસજાવટ, શોભીતા મંડપ, વાદિત્રવાદન, ચંદરવા ને તોરણ, જલસ્નાન, સુગંધી દ્રવ્યોસ્વાદિષ્ટ ભોજન, નાચગાનનાં વર્ણનોમાં કવિ આગળ વધે છે. ૧૧૪મી કડીમાં કવિ કોશાને સરોવરના રૂપકથી વર્ણવે છે :
નારિ સરોવર સબલ, સકલ મુખકમલ મનોહર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org