SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સહજસુન્દર અને ‘ગુણરત્નાકર છંદ’ ] ૨૮૫ ભમુહ ભહિ રણઝણત, નયનયુગ મીન સહોદર, પ્રેમ તણઉ જલ બહુલ, વયણ રસલિહિર લત્તિ, કબરી જલ રસવાલ, પાલિ યૌવન મયમત્તિ. નવ ચક્કવાક થણહરયુગલ, કરઇ રંગ રાતિ રમલિ, શ્રી સ્થૂલિભદ્ર ઝિલ્લઇ તિહાં, રમ† હંસહંસી જમલ. અહીં કોશા સરોવર, મુખ કમળ, આંખો મીનદ્રય, પ્રેમ જલ, વાણી રસલહરી, અને સ્તનયુગ્મ ચક્રવાકયુગલ તરીકે વર્ણવાયાં છે. આ રૂપકમઠ્યા ચિત્રમાંયે બહિરંગનું સૌંદર્ય તો કવિ જાળવે જ છે. ‘નારિ સરોવ૨ સબલ, સકલ, મુખકમલ મનોહર' આ પંક્તિમાં 'સ' શ્રુતિનાં આવર્તનો અને સબલ, સકલ, કમલ નો શબ્દાનુપ્રાસ નાદસંગીત ઊભું કરે છે. પછી આવે છે મધુમાસ વસંત. કવિ વસંતપ્રભાવ હેઠળ કોશા-સ્થૂલિભદ્રનો રંગરાગ વર્ણવે છે. કોશાની વેશભૂષા, અંગોપાંગો અને શૃંગારી હાવભાવનાં વર્ણનો આગળ ચાલે છે. રાતા નખવાલી, મય મતવાલી, લોયણ તાકઇ તીર. - * કંચૂકસ બાંધી, ગોલા સાંધી, ઘૂમઇ ગોણ ગાત્ર. કામક્રીડાનાં વર્ણનો સુધી કવિ આગળ વધે છે પોપટ દ્રાખ તણઉ રસ ઘૂંટ, પિસ પડી સૂડી નિવ છૂટઇ, દોઇ કર પાખર બંધન ભીડઇ, આંકસ નખ દેઇ તન પીડઇ. આમ બીજો અધિકાર સ્થૂલિભદ્ર-કોશાના ભોગવિલાસના નિરૂપણમાં સમાપ્ત થાય છે. Jain Education International ત્રીજા અધિકારમાં રાજ્યનું નોતરું, પરિણામે સ્થૂલિભદ્રની વિમાસણને કવિએ બળદના ઉપમાનથી ચિત્રબદ્ધ કરી છે તે જુઓ : જે હીંડાઉ મોકલવટઇ, માથઈ ન પડ્યું ભાર, તે ધોરી ૨ જોતરઇ, ધૂણઇ સીસ અપાર. એક તરફ રાજ્યનું તેડું ને બીજી તરફ કોશાની કાકલૂદીનું એક સુંદર વિરોધચિત્ર કવિ અહીં ખડું કરે છે. આખું ચિત્ર સ્વભાવોક્તિ ચિત્રનું સરસ ઉદાહરણ બને છે ઃ જિમ જિમ પ્રીઉ પગલાં ભરઈ, તિમ તિમ અધિક રહંતિ, આગલ પાછલ ઊતરી, પ્રીઉ પાલવ ઝાલંતિ. કોશાની વિરહદશાનું જે લાંબું વર્ણન કવિ કરે છે તે ચિત્રાત્મક, આલંકારિક, કલ્પનાસમૃદ્ધ, પ્રાસાનુપ્રાસ અને ઝઝમકથી પ્રચુર બનવા સાથે ક્વચિત્ શબ્દશ્લેષયુક્ત પણ બન્યું છે. આવા દ્વિઅર્થી શબ્દપ્રયોગવાળી પંક્તિનાં યમક અલંકારવાળાં કેટલાક ઉદાહરણ જુઓ : * ક્ષણિ બાહિરિ ક્ષણિ ઊભી તડકઇ, રીસભરી સહીઅર સ્યઉં તડકઇ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy