SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ધર્મબોધનાં ગીતોમાં રૂપકકાવ્ય અને દૃષ્ટાંતકાવ્યના નમૂના જડે છે – ધર્મને પ્રવહણ (વહાણ)નું રૂપક આપી રચના કરી છે અને કર્ણ, નેત્ર, નાસિકા, સ્પર્શ, જિલ્લા એ. ઈન્દ્રિયોની પરવશતા દર્શાવવા હરણ, પતંગિયું, ભ્રમર, હાથી, પોપટની સ્થિતિ વર્ણવી છે. પણ ગીતોમાં અધઝાઝેરાં તો તેમ-રાજુલ ને સ્થૂલિભદ્ર-કોશાવિષયક છે. જેમાં રાજુલ ને કોશાના વિરહોદ્દગારો છે, કોઈ વાર સખી સાથેનો સંવાદ છે ને કોઈ વાર પત્રપદ્ધતિનો પણ વિનિયોગ થયો છે. ગીતને અંતે આવતી પ્રતિબોધની વાતને બાજુ પર રાખીએ તો આ શુદ્ધ સ્નેહોર્મિકાવ્યના નમૂના છે, અલબત્ત એમાં ભક્તિનો પાસ લાગેલો છે. કોઈક વિરહગીત નામસંદર્ભ વિનાનાં પણ છે. આ બધામાં વિરહી સ્ત્રીની મનોદશા આબાદ ચિત્રિત થઈ છે. એનાં રીસ, રોષ, સંતાપ, નિરાશા, પરવશતા, અસહાયતા, એકલતા. પ્રિયતમ પ્રત્યેના કટાક્ષ, ઉપાલંભ વગેરેને ચોટદાર મમોંક્તિઓ – ઘણીયે વાર દૃષ્ટાંતાશ્રિત ઉક્તિઓ – થી આફ્લાદક વાચા મળી છે. સાર્થપતિના કોશા પ્રત્યેના આકર્ષણને નિરૂપતું એક ગીત અહીં છે અને સ્થૂલિભદ્રના કામવિજયને રૂપકાત્મક રીતે વર્ણવતું ગીત પણ છે. ગીતોમાં કેટલીક વાર થૂલિભદ્રાદિનાં, તીર્થકરોનાં, દેવીઓનાં પ્રભાવક વર્ણન થયેલાં છે, ઉપમાદિ અલંકારોનો સુભગ વિનિયોગ થયો છે અને ધુવા, પ્રાસ, શબ્દપુનરાવર્તન, ચરણસાંકળી વગેરેની ચમત્કૃતિનો પણ લાભ લેવામાં આવ્યો છે. ગુજરાતી ગીતોમાં હિંદીની છાંટ હોવા ઉપરાંત છટાદાર હિંદીમાં રચાયેલાં થોડાંક ગીતો પણ છે. કવિલક્ષણ જયવંતસૂરિની કવિ તરીકેની વિશેષતાઓ અને એમની કવિશક્તિનો હવે પરિચય કરીએ. શુદ્ધ કાવ્યદૃષ્ટિ : મંગલાચરણો અને ફલશ્રુતિઓ જયવંતસૂરિ જૈન સાધુકવિ છે. એટલે ધર્મબોધનું તત્ત્વ એમની રચનાઓમાં સ્વાભાવિક રીતે જ આવે. એમની બન્ને રાસકૃતિઓમાં નાયકનાયિકા અંતે દીક્ષા લે છે, નેમિનાથ અને સ્થૂલિભદ્ર વિશેનાં ગીતો અંતે સંયમજીવનની વાત પર આવી ઠરે છે ને રાસકૃતિમાં પ્રસંગોપાત્ત ધર્મબોધ વણાયો છે. પરંતુ કેવળ ધર્મબોધની ને સાંપ્રદાયિક કહી શકાય એવી એમની કૃતિ બહુ થોડી છે – થોડાં ગીતો અને બાર ભાવના સઝાય' માત્ર. તીર્થકરોને અનુલક્ષીને કરેલી એમની રચનાઓ પણ પ્રબળપણે ભાવાત્મક છે. ઘણી વાર એ પ્રેમભક્તિની રચનાઓ બની આવી છે, તો શૃંગારમંજરી' “ઋષિદત્તા રાસ તથા રાજુલ ને કોશાનાં ગીતોમાં નેહરસની જે જમાવટ જોવા મળે છે તે તો અનન્ય છે. “સ્થૂલિભદ્ર કોશા પ્રેમવિલાસ ફાગ' જેવી કેટલીક કૃતિઓ તો જૈન કથાસંદર્ભને બાદ કરતાં નરી કાવ્યકૃતિ જ છે – એ જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy