________________
આનંદઘન શોવિજય-દેવચંદ્રનો તત્ત્વવિચાર (તેમની ગુજરાતી કૃતિઓને આધારે)
નગીન જી. શાહ
આશરે વિક્રમની સત્તરમી સદીના પૂર્વાર્ધમાં થયેલા મર્મી, જ્ઞાની, નિજાનંદી, સંત શ્રી આનંદઘનજી તેમનાં પદો અને સ્તવનોથી પ્રસિદ્ધ છે. હિંદી પદોને મુકાબલે ગુજરાતી પદો થોડાં છે. પરંતુ તેમનાં બધાં સ્તવનો ગુજરાતીમાં રચાયેલાં છે. તેમનાં સ્તવનોનો સંગ્રહ “આનંદઘન ચોવીશી' નામે પ્રસિદ્ધ છે.
આ સ્તવનોમાં જ્ઞાની, ઉદાર, સમન્વયપ્રિય સાધક કવિ તરીકેનું તેમનું વ્યક્તિત્વ પ્રગટે છે. પ્રથમ સ્તવનમાં આનંદઘનજી કહે છે કે પતિ પાછળ સતી થવા ચાલી નીકળનાર સ્ત્રી પછીના જન્મમાં પતિ સાથે મેળાપ થશે એમ માની બળી મરે છે, પરંતુ કર્મ-સિદ્ધાંત અનુસાર એ મેળાપ સંભવતો નથી. કારણકે પોતપોતાના કર્મ અનુસાર ભિન્નભિન્ન યોનિમાં જીવને જન્મવાનું થાય છે. એ જ સ્તવનમાં જગત એ તો ઈશ્વરની લીલા છે એવા ઈશ્વરવાદીના મતની પોકળતા દર્શાવતાં તે જણાવે છે કે લીલા, ક્રિીડા, રમત તો આનંદપ્રાપ્તિ માટે હોય, જે લીલા કરે તેનામાં આનંદની ઊણપ હોય, તે પૂર્ણાનંદ ન હોય અને પરિણામે દોષવાળો હોય. દોષરહિતને લીલા ન ઘટે.
- છઠ્ઠા સ્તવનમાં જૈન કમસિદ્ધાન્તની સારભૂત બાબતો જણાવી છે. આત્માને થયેલા કર્મબંધના ચાર પ્રકારો છે – પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. કર્મના મૂળગુણ અને ઉત્તરગુણના ઘણા પ્રકાર છે. તેમના વળી ઘાતી-અઘાતી એવા ભેદ છે. બંધ, ઉદય, ઉદીરણા, સત્તા અને કમવિચ્છેદ એવી કર્મની દશાઓ છે. પ્રકૃતિ(= કમ) અને પુરુષનો સંબંધ અનાદિ છે. જ્યાં સુધી આત્માનો કર્મ સાથે સંબંધ છે ત્યાં સુધી તે સંસારી કહેવાય છે. કર્મબંધનું કારણ આસ્રવ છે અને મુક્તિનું કારણ સંવર છે. તેથી આસ્રવ હેય છે અને સંવર ઉપાદેય છે. આ બધું સ્તવનમાં સુંદર રીતે વણી લીધું છે.
બારમા સ્તવનમાં જ્ઞાન-દર્શનનો ભેદ આગમાનુસારે કહ્યો છે – નિરાકાર અને અભેદગ્રાહી દર્શન, સાકાર અને ભેદગ્રાહી જ્ઞાન. આ જ સ્તવનમાં સુખદુઃખને કર્મનાં ફળ કહ્યાં છે અને આનંદને આત્માના નિશ્ચયસ્વભાવરૂપ ગણાવેલ છે. આમાંથી ફલિત થાય છે કે સુખ અને આનંદ એ બેની શ્રેણી તદ્દન ભિન્ન છે.
સત્તરમાં સ્તવનમાં મનની દુર્જયતા સુપેરે દર્શાવતાં આનંદઘનજી કહે છે, “મેં જાયું એ લિંગ નપુંસક, સકળ મરદને ઠેલે, બીજી વાત સમરથ છે નર, એહને કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org