________________
યશોવિજયકૃત “સમુદ્ર-વહાણ સંવાદ' D ૨૯૯
પરિશ્રમ કે હુઈ ભણતાં સૂત્ર'. વહાણ કહે છે કે, જવા દે આ ગુરુ-કદનું અભિમાન, મહિમા તો ગુણમાં મોટાનો જ હોય. પછી કવિ એ માટે અનેક દૃષ્ટાન્તો આપે છે એમાં એક, કાવ્યદૃષ્ટિએ વિશેષ નોંધપાત્ર છેઃ ‘નાન્ડે અક્ષરે ગ્રંથ લિખાય છે, તેહનો અર્થ તે મોટો થાએ જી'.
સાગર પોતાના અખૂટ જલરાશિનો અને એને કોઈ સૂકવી શકતું નથી – સૂર્ય પણ નહીં. એનો ગર્વ કરે છે તો એના ઉત્તરમાં વહાણ કહે છે કે આવું કહેતાં તને શરમ આવવી જોઈએ કારણકે તારો જલરાશિ કૃપણના ધન જેવો છે. પશુપંખીને પણ કશો કામ આવે છે ? એટલે તો, તારામાં મત્સ્ય રહે છે, હંસ કદી આવે છે ? તું શોષાયો નથી એવી જૂઠી વાત તો કરીશ જ નહીં. અગત્યે શું કરેલું ? – ‘ચૂલુપ કર્યો ઘટ-સુત મુનિ રે, તિહાં ન રહી તુજ ટેક.
દરિયાની એક દલીલ તો અકાદ્ય જેવી લાગે છે. કહે છે કે, જો હું દાનવીર છું. મારા જળમાંથી વાદળ બંધાય, વરસાદ વરસે ને વનસ્પતિ ઊગે. એ રીતે જોતાં તારી પણ મારા થકી જ ઉત્પત્તિ થઈ છે. એટલે જ, હે અવિનીત, હું તને તારું છું. પણ વહાણના ઉત્તરમાં સરસ તકજાળ છે ને પછી આક્રમણ છે. એ કહે છે કે, તું કંઈ દાન કરતો નથી. રાજા કૃષણધન છીનવી લે એમ તારું પાણી વાદળ છીનવી લે છે – દાનવીર હોય છે તું વાદળ ગાજે ને વીજળી ચમકે ત્યારે કેમ ભય પામે છે ? કેમ ચારે બાજુ મોજાં પછાડી કંપે છે? તારા ખારા જળને એ મીઠું કરે છે એ એનો મહિમા છે, તારો તો કશો ગુણ-અંશ પણ નથી, કેમકે “તૃણ ગાય ભક્ષે, દૂધ આપે. ન તે તૃણ-ગુણ લેખિયે'. દૃષ્ટાન્તમાં કેવી વેધકતા ને અર્થસભરતા છે પછી બીજું આક્રમણ છે કે. તરવું એ ગુણ છે ને એ મારી વિશેષતા છે), તારવું એ કંઈ તારો ગુણ નથી, એમ હોય તો પથ્થરને તારી જો ને !
કથાકારના મનોરંજક ને બુદ્ધિગમ્ય દૃષ્ટાન્ત-દલીલ-કૌશલનો અહીં પરિચય મળે છે.
પોતાના પુત્ર ચંદ્ર વિશે સાગર ગર્વ કરે છે ત્યારે ભૌગોલિક-વાસ્તવિક તથ્યોને માનવ-ભાવ રૂપે આ કવિ પ્રયોજે છે ત્યાં લાક્ષણિક કલ્પનાશક્તિનો પરિચય થાય છે. વહાણ કહે છે કે તારા અભિમાન-ગર્જનથી ક્ષોભ પામીને તો તારો પુત્ર ચંદ્ર આકાશમાં જતો રહ્યો ! એટલે જ ત્યાં એ પૂજાયો. ને તું (વડવાનલ રૂપી) વિરહઅગ્નિમાં સળગે છે ! તારા જેવો પિતા હોવાની લજ્જા જેને છે એ ચંદ્રની સિદ્ધિઓ પર તું શું જોઈને ગર્વ કરે છે ? પોતાના ગુણ હોય એના પર જ ગાજવું. અહીં પેલા જાણીતા સંસ્કૃત સુભાષિતને અનુસરતી પંક્તિઓ દૃષ્ટાન્ત રૂપે મુકાઈ છે : “જિમ વિદ્યા પુસ્તક રહી, જિમ વલી ધન પર-હત્ય'. (એ બંને જેમ વ્યર્થ તેમ ચંદ્ર-સ્થિત ગુણ તારે માટે વ્યર્થ, એવી વહાણની દલીલ બહુ જ ચતુરાઈભરી છે).
આવી, ક્યારેક ઢાલ-લાકડીના દાવ જેવી લાગતી, વિવાદ-પરંપરામાં કવિની તર્ક-પકડનો તેમજ કલ્પનાશીલતાનો પણ પરિચય મળે છે ને વિદ્વત્તાને લોક-ગમ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org