SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ 0 | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સર્જકોએ આ વિષયે રચનાઓ કરેલી છે. પણ આ પ્રકારની વિષયસામગ્રી ઉપર સર્જનનો આરંભ હીરાણંદસૂરિથી થયો છે. સ્થૂલિભદ્ર-કોશાના કથાનકને બારમાસા સ્વરૂપમાં સૌ પ્રથમ પ્રયોજનાર પણ હીરાણંદસૂરિ છે. હીરાણંદસૂરિ પૂર્વે ધર્મસૂરિકૃત “સ્થૂલિભદ્ર રાસ, જિનપસૂરિકૃત સ્થૂલિભદ્ર ફાગુ', હંસરાજકૃત યૂલિભદ્ર ફાગ', મેરુનંદાવૃત ‘સ્થૂલિભદ્રમુનિ છંદાસિ', દેપાલકૃત “સ્થૂલિભદ્ર છાહલી' નામની કૃતિઓ મળે છે. પરંતુ બારમાસાનું સ્વરૂપ કે જેમાં મોટે ભાગે વિરહ-વિયોગભાવને આલેખવાનો હોય છે એ ભાવને આલેખવા નેમિ-રાજુલના પ્રચલિત કથાનક તરફ ન વળતાં હીરાણંદસૂરિએ સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક પસંદ કર્યું અને એક પરંપરા તેઓએ ઊભી કરી. વિદ્યાવિલાસના પ્રચલિત લોકકથાનકને પવાડાના સ્વરૂપમાં સૌપ્રથમ ઢાળનાર પણ હીરાણંદસૂરિ છે. આજ્ઞાસુંદરની વિદ્યાવિલાસ ચોપાઈ આસમય દરમ્યાન રચાયેલી છે. પરંતુ હીરાણંદસૂરિ અહીં પરંપરામાંથી પોતાની મૌલિક દૃષ્ટિથી આ સ્વરૂપ-સર્જન માટે નવી વિષયસામગ્રી પસંદ કરતા જણાય છે. કલિકાલ રાસ’ અને ‘કળિયુગ બત્રીશી'ની વિષયનિરૂપણપરંપરા પણ હીરાણંદસૂરિથી જ આરંભાય છે. દિવાળી ગીત” અને “સરસ્વતી-લક્ષ્મી-વિવાદ ગીત” પણ એમની મૌલિક દૃષ્ટિનાં ઉદાહરણ છે. પ્રાચીન પરંપરાને ગુજરાતી પરંપરામાં ઢાળનારા સર્જક તરીકે પણ હીરાણંદસૂરિ ઉલ્લેખનીય ગણાય. આમ પ્રચલિત સ્વરૂપમાં નવી-જુદી વિષયસામગ્રી પ્રયોજીને વિષયનિરૂપણની એક પરંપરા ઊભી કરીને, નવો વળાંક સ્થાપનારા હીરાણંદસૂરિ મહત્ત્વના સર્જક છે. તેઓએ કથામૂલક કૃતિઓ માટે જે અવનવી વિષયસામગ્રી પસંદ કરી છે એ તેમની ઊંડી સૂઝના ઉદાહરણરૂપ છે. ૩ હવે, હીરાણંદસૂરિની મુદ્રિત કૃતિઓનાં વિષયસામગ્રી અને અભિવ્યક્તિના સ્વરૂપનો વીગતે પરિચય મેળવીએ. (૧) વસ્તુપાલ રાસ (ર.ઈ.૧૪૨૮) : પ્રકાશિત સ્વાધ્યાય, ઑક્ટો. ૧૯૬૩ સંપા. ભોગીલાલ સાંડેસરા, રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા, ગ્રંથાંક ૯૭, ઈ.સ.૧૯૬૮, સંપા. ડૉ. આત્મારામ જાજોદિયા. છ અધિકારમાં વહેંચાયેલી ૯૮ કડીની આ રચના ભાષા તેમજ ઇતિહાસની દૃષ્ટિએ મહત્ત્વની છે. દુહા, ષટ્રપદ, કમલક, ચંદ્રાનન, ભુજંગપ્રયાત, ત્રોટક, અડયલ, નારાશ અને મોતીદામ જેવા છંદોમાં કથા કહેવાઈ છે. વચ્ચેવચ્ચે ચારણી વચનિકા સ્વરૂપનું સપ્રાસ ગદ્ય પણ પ્રયોજાયેલું છે. પ્રથમ અધિકારમાં પ્રારંભે એકથી સાત કડીમાં બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથનું અનેક ઉપમાઓ ને બિરુદોથી ભર્યુંભર્યું સ્તવન છે. પછી આઠથી ચૌદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy