________________
જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિકતા
લેખમાં મુખ્યત્વે પ્રાકૃત જૈન સાહિત્યને આધારે વાત થઈ છે પણ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં એ સાહિત્યની કથાઓ જ મહદંશે ઊતરી આવેલી હોઈ લાક્ષણિકતાઓ તો એની એ જ રહે છે. - સંપા.]
ઉદ્ગમ અને વિકાસ
હસુ યાજ્ઞિક
પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય કથાસાહિત્યની મુખ્ય ધારાઓ વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ છે. વૈદિક અને જૈન ધારાનું કથાસાહિત્ય એના ઉદ્ગમથી શરૂ કરીને તે છેક આજ સુધી વિકાસ પામતું રહ્યું છે. ભાષાનું સ્વરૂપ અને ઉપલબ્ધ ગ્રન્થોના નિર્માણકાળની દૃષ્ટિએ પુનર્જન્મ અને કર્મસિદ્ધાંતને પ્રાધાન્ય આપતી જૈન ધર્મની ધારા બૌદ્ધની અનુગામી છે. છતાં ડૉ. એ. એન. ઉપાધ્યે† જેને ‘માગધી-ધર્મ’ એવું નામ આપે છે તેની શાખા તરીકે દાર્શનિક રૂપમાં જૈન તત્ત્વવિચારણાની ધારા બૌદ્ધ જેટલી જ પ્રાચીન છે. આ ધારાનો મૂળ ધર્મગ્રન્થ ‘આગમ' આજના એના ઉપલબ્ધ સ્વરૂપમાં વહેલામાં વહેલો ઈસુની પહેલી સદીમાં રચાઈ ચૂક્યો હતો એ નિશ્ચિત છે.
મહાકાલના અનંતયુગી અવિચ્છિન્ન સ્રોતનાં ઉદ્ગમબિન્દુઓ તો વૈદિક, બૌદ્ધ અને જૈન ત્રણેમાં મળે છે, પરંતુ તત્કાલીન જનસામાન્યનો જીવનધબકાર કોઈ વિશેષ પરિવર્તન પામ્યા વગર બૌદ્ધ અને જૈન ધારામાં સવિશેષ જીવંત રહીને ઝિલાયો. વેદધારા ઈશ્વરવાદને સ્વીકારતી હોઈ એમાં દેવી અને દેવતાઓની કથાના રૂપમાં લોકકથાઓનું કાળક્રમે દેવકથા(myth)ના રૂપમાં રૂપાન્તર થતાં સામાન્ય જનજીવનનો ધબકાર એમાં મૂળભૂત રૂપમાં ન જળવાયો પરંતુ બૌદ્ધ અને જૈન ધારાના કથાસાહિત્યમાં ટૂંકાંટૂંકાં કથાનકો કે લાંબી વાર્તાઓમાં રાજા અને શ્રેષ્ઠી જેવા ઉચ્ચ અને ભદ્ર વર્ગની સાથે સમાજના નિમ્ન વર્ગને પણ પ્રતિનિધિત્વ મળતું રહ્યું. જોકે કોઈ ધર્મનો સંપ્રદાય કથાનો ઉપયોગ કરે છે ત્યારે તેનો હેતુ તો પોતાના ધર્મના કોઈ મહત્ત્વના સિદ્ધાંતને પુષ્ટ કરવાનો કે કોઈ ધર્માત્માના જીવનવિશેષ દ્વારા તે ધર્મના અનુયાયીની ધર્મશ્રદ્ધા દૃઢ કરવાનો હોય છે, આથી લોકસામાન્યમાં વિહરતી કથા જ્યારે કોઈ ધર્મધારામાં પ્રવેશે છે ત્યારે તેના નિજી રંગરૂપમાં અચૂક પરિવર્તન થાય છે. આ દૃષ્ટિએ લોકસામાન્યમાં વિહરતી કથાઓનો જૈન ધારામાં વિનિયોગ થતાં જે પરિવર્તનો થયાં, રૂપરંગ બદલાયાં ને એમાંથી આ ધારાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org