________________
અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય | ૨૦૭
અતિ ટૂંક પરિચયથી સંતોષ લઈશું. ગાયકવાડ રાજ્યના ગુજરાતના ધીણોજ ગામ પાસે લગભગ નૈઋત્ય ખૂણામાં કનોડા નામના ગામમાં વણિક નારાયણનાં પત્ની સોભાગદેથી પુત્ર નામે જસવંતે નાનાભાઈ પધ્ધસિંહ સહિત તપાગચ્છના નવિજય મુનિ પાસે સં. ૧૬૮૮માં પાટણમાં દીક્ષા લીધી. તેમનું નામ યશોવિજય, જ્યારે અનુજનું નામ પદ્મવિજય રખાયું. સં.૧૬૯૯માં અમદાવાદમાં આઠ અવધાન કર્યા. ત્યાંના શેઠ ધનજી સૂરાની આર્થિક સહાયના વચને ગુરુ સહિત કાશી પ્રત્યે વિહાર કરી ત્યાં ત્રણ વર્ષ એક તાર્કિક બ્રાહ્મણ વિદ્વાન પાસે ન્યાયનો અભ્યાસ કરી એક સંન્યાસી વાદીને જીતી ત્યાં “ન્યાયવિશારદ' પદ મેળવ્યું, પછી ગુરુ સહિત આગ્રા જઈ ત્યાંના ન્યાયાચાર્ય પાસે ચાર વર્ષ અભ્યાસ કરી ન્યાયાચાર્ય થયા. ગુજરાત પ્રત્યે વિહાર કરી અમદાવાદ સૂબા મહાબતખાન પાસે અઢાર અવધાન કય. ગચ્છનાયકને આ વિદ્વાનને યોગ્ય ઉપાધ્યાય' પદવી આપવા વિનતિ થઈ પણ તે અમલમાં ન આવી. પછી વિજયપ્રભસૂરિ તરફથી સં.૧૭૧૮માં ઉપાધ્યાયપદ મળ્યું. સં. ૧૭૪૩માં ડભોઈમાં સ્વર્ગસ્થ થયા ને દેહસંસ્કારસ્થળે સમાધિસૂપ કરવામાં આવ્યો. આટલી નિશ્ચિત હકીકત “સુજસવેલીના કતાં સમકાલીન કાંતિવિજયે આપી છે. આ સ્તૂપનાં દર્શન આ કાર્તિક માસમાં જ હું ડભોઈ જઈ કરી આવ્યો. ત્યાં પાદુકા અને તે પર સં. ૧૭૪૩નો કોતરેલ લેખ છે, ને હાલમાં વીસાશ્રીમાળીઓની વાડીમાં એક નવી દેહરીમાં તે વિરાજમાન છે ને સાથે મોટી રંગીન છબી તાજી કલ્પના પરથી કરાવી રાખેલી છે.
તેઓ પ્રખર પ્રકાંડ તાર્કિક હતા ને તેમણે અનેક ખંડનાત્મક કૃતિઓ રચી. પ્રતિભા અને વિપુલ બુદ્ધિવૈભવથી ‘ચિંતામણી' જેવા ગહન વાયગ્રંથને અભ્યાસી - અવગાહી પછી દર્શનગ્રંથો અને પૂર્વાચાર્યોના યોગ. અધ્યાત્મ આદિ વિષયનાં પુસ્તકોનું સૂક્ષ્મ અધ્યયન કરી ઘણા ગ્રંથોની રચના કરી. આવા ઉપાધ્યાયના ઉપાધ્યાય એવા, ગચ્છનાયક અને આચાર્યપદને શોભાવે એવા, બલ્ક વણિકપુત્ર મહાન જ્યોતિર્ધર હેમચંદ્રાચાર્યની કોટિમાં આવે એવા આ બીજા વણિકપુત્ર યશોવિજયને ‘ઉપાધ્યાય' જેવું પદ આપવું એ તપાગચ્છના નાયક શ્રી વિજયદેવસૂરિને અને તેમના સં.૧૭૧૩માં સ્વર્ગવાસ પછી વિજયપ્રભસૂરિને ઠીક ન લાગ્યું. અન્યના તેજના દ્વેષ ઘણા સહન કરી શકતા નથી, છતાં તેજસ્વી તે તેજસ્વી રહે છે. યશોવિજયને શાસ્ત્રાગમના પ્રમાણથી ગચ્છનાયકની ઘણી પ્રવૃત્તિઓ અનિષ્ટ લાગી હતી. તે માટે સામાન્યપણે પણ સ્પષ્ટ કથન કરવામાં તેમણે હિંમત બતાવી હતી. પણ પરંપરાગત સાધુસંઘવ્યવસ્થાના બલ અને લોકમાં વસેલા ગચ્છનાયક પ્રત્યેના પ્રબલ આદરભાવને કારણે આખરે આ તેજસ્વી યશોવિજયને પણ તેજહીન થવું પડ્યું. વિદ્વત્તાની દૃષ્ટિએ નહીં. પણ પોતા પ્રત્યેની અનન્ય ભક્તિથી પ્રેરાઈને વિજયદેવસૂરિએ પોતાની પાટ પર બેસવા નિયુક્ત કરેલા અને પછી પટ્ટધર થયેલા વિજયપ્રભસૂરિ સામાન્ય કોટિના હતા. તેમના પ્રત્યે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org