SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય | ૨૦૯ આનંદઘન કે સંગ સુજસ હી મિલે જબ, તબ આનંદ સમ ભયો સુજસ, પારસ સંગ લોહા મ્યું ફરસત, કંચન હોત હી તાકે કસ. (પદ ૮મું) (પૃ.૨૯૫થી ૨૯૮) આ પરથી ચોખ્ખું પ્રતીત થાય છે કે યશોવિજયે કરેલા મેળાપથી આધ્યાત્મિક લાભ હૃદયને સંતોષ આપે તેવો પોતાને થયો હતો ને તેનો આનંદ જીવનપર્યત રહ્યો હતો. તેથી આનંદઘનની સ્મૃતિમાં આનંદઘન, આનંદ, ચિદાનંદ, ચિદાનંદઘન, પરમાનંદ, સહજાનંદ, ચિરૂપાનંદ એવા શબ્દો પોતાની કૃતિઓમાં ખૂબ વાપર્યા છે. દા.ત. “સમતાશતક'માં – અનાસંગ મતિ વિષયમેં. રાગદ્વેષકો છેદ, સહજભાવમેં લીનતા, - ઉદાસીનતાભેદ. ૬ તાકો કારણ અમમતા, તામેં મન વિશરામ કરે, સાધુ આનંદઘન હોવત આતમરામ. ૭ પરમેં રાચે પરરુચિ, નિજરુચિ નિજ ગુણ માંહિ, ખેલે પ્રભુ આનંદઘન ધરિ સમતા ગલે બાહિ. ૭૭ આનંદઘન જેવા પારસમણિ મળવાથી પોતે લોહ તે કંચન થયેલ છે, યા આનંદઘન સમાન થયેલ છે એમ યશોવિજયે કહેલ છે એટલે અધ્યાત્મરસિકમાંથી અનુભવી-અધ્યાત્મજ્ઞાની બનેલ છે. આ બંનેને લોકોએ પૂરા પિછાન્યા નહોતા. કોઉ આનંદઘન છિદ્રહી પેખત' એવું આનંદઘન માટે યશોવિજયે કહેલ છે, તેમ પોતાને માટે તે યશોવિજય ઘણે સ્થળે નિંદક દુર્જનો સામે પોકાર વ્યક્ત કરે છે. દા.ત. પ્રભુ ! મેરે અયસી આય બની, મનકી વ્યથા કુનર્પે કહીએ? જાનો આપ ધની. પ્રભુ ! ચિત્ત તુ ભઈ દુરજનકે બચના, જેસે અર અગની સજ્જન કોઉ નહિ જાકે આગે, બાત કહું આપની. પ્રભુ (પૃ. ૧૧૯) અબ મેરી ઐસી આય બની. કોપાન ઉપજાવત દુર્જન, મથન વચન અરની નામ જપુ જલધાર તિહાં તુ જ, ધારું દુઃખહરની. અબ૦ . મિથ્યામતિ બહુ જન હૈ જગમેં, પદ ન ધરત ધરની ઉનતે અબ તુજ ભક્તિપ્રભાવેં. ભય નહિ એક કની. અબ૦ (.૧૦૦-૧૦૧) મુજ તુજ-શાસન-અનુભવકો રસ, ક્યું કરી જાણે લોગ ? અપરિણીત કન્યા નવિ જાણે, ક્યું સુખ દયિત-સંયોગ. (પૃ.૮૭) દુરજન શું કરી જે હુઓ દૂષણ, હુએ તસ શોષણ ઇહા, એહવા સાહિબના ગુણ ગાઈ, પવિત્ર કરું હું જીહા. (પૃ.૭૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy