SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય સુભગ ચિત્રોનું આલેખન હોય, ભાવોચિત લાલિત્ય હોય કે સમકાલીન જીવનની રંગપૂરણી હોય. બેપાંચ ક્ષણો માટે પણ નિરતિશય આનંદની સમાધિ લાગી જાય, કવિનિર્મિત ભાવસૃષ્ટિમાં રમમાણ થઈ જવાય તો બસ ! ઈ.સ.ની બારમીથી ૧૯મી સદી સુધીના સમયમાં આપણને કક્કો, વિવાહલઉ, ચર્ચરી, બારમાસા, ફાગુ, રાસ, પ્રબંધ, પદ્યવાર્તા સ્વરૂપની અનેકાનેક જૈન કૃતિઓ મળે છે. એમાંથી પ્રગટ કૃતિઓના ધાર્મિક અંશોને હાલ પૂરતું બાજુએ રાખી તેમાં પ્રગટ થતું કાવ્યતત્ત્વ જોવા-તપાસવાનો મારા આ નિબંધનો અભિગમ છે. વીગતે જોઈએ ઃ ઋતુવર્ણનની આપણી ઘણી જૂની પરંપરા છે. અવિચીન ભારતીય આર્યભાષાઓના જૂના સાહિત્યમાં તે બારમાસ-વર્ણન રૂપે મળે છે. એમાં વિરહ અને મિલનના શૃંગારિક ભાવોને કેન્દ્રવર્તી બનાવવાનું વલણ વિકસ્યું છે. પરિણામે કાવ્યતત્ત્વને માટે વધુ અવકાશ ઊભો થાય છે. નેમિનાથ-રાજિમતી તથા સ્થૂલિભદ્ર-કોશાની કથા શૃંગાર અને ઉપશમ બંનેના આલેખનને અવકાશ આપતી હોઈ તે ઘણી બારમાસીઓનો વિષય બની છે. એ જોતાં વિષયનું નાવીન્ય તો નથી, પણ વિષનિરૂપણ કે રચનારીતિમાં છંદ, અલંકાર, વર્ણન કે રસનિરૂપણોમાં જે તે જૈનસૂરિનું કવિકર્મ વિમલ પ્રતિભાવાળા વાચકને અચૂક આનંદ આપી શકે તેવું છે. જેમકે વિનયચંદ્રકૃત ‘નેમિનાથ ચતુષ્પદિકા' (ઈ.સ.૧૨૯૭ આસપાસ)માં ત્રણત્રણ કડીના પ્રત્યેક વિભાગમાં પ્રકૃતિવર્ણન સાથે રાજિમતીની વિરહવેદના, પિયુમિલનની ઝંખના, સખીઓનું સાંત્વન અને રાજિમતીનો જવાબ એવી સંવાદયોજના, મૌલિક, મનોહર અલંકારોનું તથા ભાવને ઉપકારક છંદનું એવું સંયોજન છે કે શુદ્ધ કાવ્યતત્ત્વની દૃષ્ટિએ પણ કૃતિ મૂલ્યવાન સિદ્ધ થાય છે. એકાદબે ઉદાહરણ જુઓ : ‘શ્રાવણિ સરવણિ કડુાં મેહુ ગજ્જઇ, વિરહિ ૨િ ઝિજ્જ્ઞઇ દેહું; વિજુજ ઝબક્કઈ રાસિ જેવ, નૈમિહિ વિષ્ણુ, સહી ! સહિયઇ કેમ ?' સખી ભણઇ, ‘સામિણિ ! મ-ન ઝૂરિ, દુજ્જણ તણા મ વંછિત પૂરિ, ગયઉ નૈમિ તઉ વિણઠઉ કાઇ ? અછઇ અનેરા વરહ સયાઇ.' બોલઇ રાજલ તઉ ઇહુ વયણુ : “નત્થી નેમિ-સમં વ૨-૨૫ણુ; ધરઇ તેજુ ગહગણ સિવ તાવ, ગયિણ ન ઉર્ગીઇ દિણયરુ જાવ.' જયવંતસૂરિકૃત 'નેમિનાથ-રામિતી બારમાસ'માં કવિએ રાજિમતીની વિરહવ્યથા, ઉત્સુકતા, પરવશતા, વ્યાકુળતા, નિરાશા-આશા એ સર્વ ભાવોને તેમાં ભિન્નભિન્ન સંદર્ભો, વિભાવો, પ્રતીકો, અલંકારો પ્રયોજી ચિત્રમય અને હૃદયસ્પર્શી બનાવ્યા છે ઃ પીઈ તિજી તિમ આસોઇ કિ, પીછ જિમ મોરડઇ રે, ઝૂરી ઝૂરી હૂઈ પંજર [[ક] છાની ઓરડઇ રે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy