________________
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં કાવ્યતત્ત્વ : સંક્ષિપ્ત દિગ્દર્શન ] ૭૯
શીતલ જલ ભરી ચીર કિ તનિ સીચાઈ સહી રે, વિરહ-અંગીઠી-તાપ તે, ખીણ સૂકઈ સહી રે. પહિલઉં પ્રીતિ-અંકરડુ હો, તઈ રોપ્યઉ નયનેણ
મઈ મન-મંડપ મોટી કરિઉ હો, હવઈ તું છેદઈ કેણિ? માણિક્યવિનયકૃત બેનેમિ-રાજિમતી બારમાસા'નાં સુંદર ભાવચિત્રો, અલંકારોનું સંયોજન અને શબ્દલાલિત્ય પણ મોહ પમાડે તેવાં છે :
ફાગુણ નાહ નહી ધરે, કણ લડાવિ રે લાડ ? આંસુયડે ઝડ લાગી રે, દુઃખનાં ઊગ્યાં ઝાડ, વનવન કેસુ રે ફૂલિયાં ફૂલડાં સોહિ રે સાર,
માનું એ વિરાગ્નિ તણાઅધબલતા અંગાર. આ અને આવાં તો અનેક ઉદાહરણો કાવ્યતત્ત્વનિરૂપણની જે-તે જૈન કવિઓની પ્રશસ્ય હથોટીનાં દ્યોતક છે.
વસંતવર્ણન નિમિત્તે જેમાં શૃંગારરસનિરૂપણની બધી જ સામગ્રી રજૂ થાય તે ફાગુ'ને સાંપ્રદાયિક રૂપ આપતી ઘણી જૈન કૃતિઓ છે. તેમાં વસંત કે વસંતેતર ઋતુ, નારી સૌંદર્ય શૃંગારપ્રસાધન અને યુવાન હૈયાઓના મિલન-વિરહના ભાવનિરૂપણમાં પણ કાવ્યતત્ત્વ માટે અવકાશ ઊભો થાય છે. કેટલીક કૃતિઓમાં આ રસસ્થાનો ખૂબ ખીલ્યાં છે, જેમકે જિનપદ્રસૂરિકૃત “સ્થૂલિભદ્ર ફાગુ'માં સ્થૂલિભદ્રના સ્વાગત માટે સોળ શણગાર સજી ઊભેલી કોશાના દેહ અને શૃંગારપ્રસાધનનું વર્ણન જુઓ :
કન્નજુયલ જસુ હિલીંત, કિર મયણહિંડોલા ચંચલ ચપલ તરંગચંગ, જસુ નયણકચોલા, સોહઈ જાસુ કપોલ પાલિ, જાણ ગાલિમસૂરા,
કોમલ વિમલ સુકંઠું જાસુ વાજાં સંખતૂરા. રાજશેખરસૂરિકૃત “નેમિનાથ ફાગુ'માં વર-કન્યાનાં દેહસૌંદર્ય. જાનૈયાના શણગાર, અને લગ્નપ્રસંગોચિત ઉત્સાહપ્રદ વાતાવરણ વગેરેનું નિરૂપણ પણ આફ્લાદક છે. આ બંનેમાં નાયક-નાયિકાના સૌંદર્યવર્ણન તથા એકબીજા માટેના ઉત્કટ પ્રણયઆલેખનમાં શૃંગારનું નિરૂપણ એમના કવિઓની ઊંચી કવિત્વશક્તિની સાખ પૂરે છે. રત્નમંડિતગણિકૃત “નારી નિરાસફાગ' (ઈ.સ. ૧૪૯ આસપાસ) એનાં વસ્તુ અને નિરૂપણની દૃષ્ટિએ વિશિષ્ટ છે. એની સમગ્ર કાવ્યધાટી ‘વસંતવિલાસની છે છતાં એની શૃંગારભાવનાનો નિરાસ કરવાના ખ્યાલથી આ કાવ્ય રચાયું છે. આવો ખ્યાલ માત્ર જ આકર્ષક નથી ? શૃંગારભાવનો નિરાસ પણ કેટલો પ્રતીતિયુક્ત છે !
વિકસિત-પંકજપાંખડી, આંખડી ઉપમ ટાલી, તે વિષ લિલિ તલાવલી, સા વલી પાંપિણી પાલિ.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org