________________
૧૨૦ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
અપવ્રુતિજાતિ જેવા અનેક સમસ્યાબંધો નામનિર્દેશપૂર્વક પ્રયોજવામાં સમસ્યાશાસ્ત્રની, સંખ્યાબંધ રાગોના નિર્દેશોમાં સંગીતશાસ્ત્રની – એમ જાતભાતની વિદ્યાઓની કવિની અભિજ્ઞતા દેખાય છે. “શૃંગારમંજરી'નાં નગરવર્ણન તથા વનકેલિવર્ણનમાં કવિના દૃષ્ટિકેમેરાએ ઝીલેલી લાક્ષણિક માનવચેષ્ટાઓની છબીઓ તેમજ ડહાપણ ભય સુભાષિતો ને લોકપરિચિત ઉપમાનો એમના સંસારવ્યવહારના બારીક નિરીક્ષણનાં ફળ છે. કવિના - કાવ્યપરંપરાના પરિચયની તો શી વાત કરવી ? એ તો પ્રગાઢ છે. ઋતુવર્ણનો શું કે રસનિરૂપણો શું, અલંકારરચનાઓ શું કે ઉક્તિભંગિઓ શું – સર્વત્ર સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની સુગંધ અનુભવાય છે. “ઋષિદત્તા રાસ'માં ઋષિદત્તાની પિતાના આશ્રમેથી વિદાય કાલિદાસના “શાકુન્તલ'માંની શકુંતલાની વિદાયને યાદ કરાવે છે. અણખિયાં, પનિહાં, બારમાસી વગેરે કાવ્યપ્રકારો, પ્રાસ, ધુવા, પદરચનાનાં વૈચિહ્યો – એ બધું કાવ્યપરંપરા સાથેનું ગાઢ અનુસંધાન બતાવે છે. મધ્યકાળમાં તો વિરલ કહેવાય એવી કવિની સજ્જતા પરખાય છે.
આવા કવિને પોતાની કૃતિઓના વાચક-શ્રોતા પણ કેવા રસજ્ઞ જોઈએ ? એથી જ એ “શૃંગારમંજરી'ને આરંભે રસજ્ઞ શ્રોતાનો મહિમા કરે છે –
શાસ્ત્ર કરતા દોહિલા, દોહિલા વક્તા હોઇ, તે પહિં શ્રોતા થોડિલા, મહીમંડલિ કો જોઇ. ૧૮ સુજન વિસ્તરઈ સહુ દિસિ, કવીયણ સરસ પ્રબંધ, સરવર પ્રસવઇ કમલનઈ, સમિર વધારઈ ગંધ. ૧૯ ગાહા મહિલાઈંડલું, અણરસીઈ ન જણાઈ, રસીઆ જિમજિમ કેલવઇ, તિમતિમ અધિકાં થાઈ. ૨૪ સરસ સુભાષિત સમિતિમાં, સહુ કો સમઈ ભયંતિ.
તસ હૈડૂ પરમત્ય સિઉં, તે કો છયલ લહતિ. ૨૭. અને મૂર્ખ – અજ્ઞાન શ્રોતાનો તિરસ્કાર કરે છે –
મુરખ પભણઈ છયલમાં લક્ષણ-છંદ-વિહી, સિરછેદઉં જાણઈ નહીં, ભમૂહિ કોદંડિ દણ. ૨૮ ગાહા ગીય સુમાંણસહ, રસ નવિ જાણ્યા જેણ, તિણિ મુરખિ નિજ દીહડા, નીંગમીઆ આલેણ. ૩૧ મુરખ ન લહઈ ભાવ કે, કાઢઈ કવીયણ દોસ,.
કામિનિ શુષ્ક-પયોધરા સો ઇતિઉં ધરઇ રોષ. ૩૩ પંડિત, પણ કવિ. શાસ્ત્ર, પણ રસજ્ઞ. એ સમસ્યા જેવા બુદ્ધિચાતુર્યના ખેલમાંયે રસિક સંદર્ભ દાખલ કરે છે – ગણિતની સમસ્યામાંયે શૃંગારકીડા આણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org